આ નેચરલ રીતે તમારા સફેદ વાળને કરી દો કાળા, તરત મળી જશે રિઝલ્ટ

સફેદ વાળથી છૂટકારો મેળવવા અપનાવો ઘરેલુ ઉપચાર

image source

આજકાલ લોકોની સૌથી મોટી સમસ્યા વાળ સફેદ થવાની છે. લગભગ યુવાનો માટેની આ મુખ્ય સમસ્યા ગણાવી શકાય. આ સમસ્યાના સમાધાન માટે લોકો જાત જાતના પ્રયોગ કરે છે જેમાં બજારમાં મળતા કેમિકલ વાળી(હેર કલર…) સામગ્રી જેનાથી વાળ કાળા થઈ જાય છે પણ થોડાક સમય માટે પછી પાછા સફેદ થઇ જાય છે. પરંતુ આજે અમે તમને થોડાક ઘરેલુ અને સરળ ઉપચાર બતાવીશું જેનાથી તમે વાળની સફેદી દૂર કરી શકો. દરેકને કાળા, ઘટ્ટ, લાંબા અને ચમકદાર વાળ ગમતા હોય છે જે સ્વસ્થ હોવાની એક નિશાની પણ છે પરંતુ જ્યારે વાળ સફેદ થવા લાગે છે ત્યારે ચિંતાનું કારણ બની જાય છે.

બટાકાની છાલનો ઉપયો

image source

બટાકા સામાન્ય રીતે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. બટાકાની છાલ વાળ કાળા કરવા માટે ફાયદાકારક છે. બટાકાની છાલને ભેગી કરીને એક કપ પાણીમાં નાખી ઉકાળો. લગભગ 10 મિનિટ સુધી ઉકળ્યા પછી ગેસ બંધ કરો અને એને ઠંડુ પડવા દો. હવે વાળમાં અડધો કલાક લગાવી રાખો પછી નવશેકા પાણીથી વાળ ધોઈ દો.

ડુંગળીનો રસ

image source

ડુંગળીના રસને વાળને કાળા કરવા માટે રામબાણ ઇલાજ છે. જેથી તમને સફેદ વાળની સમસ્યાથી તમને છૂટકારો મળી શકે છે. માટે ડુંગળીના રસને વાળમાં લગાવવાથી સફેદ વાળને કાળા કરી શકો છો.

ઘીનો ઉપયોગ

image source

ઘીનો ઉપયોગ માત્ર પરોઠા, હલવો અથવા બીજી કોઈ ટેસ્ટી વાનગીઓ બનવા જ નહીં પણ વાળના કલરને જાળવી રાખવા પણ થાય છે. સફેદ વાળને કાળા કરવા માટે સૌથી સારો ઉપાય છે ઘી. તેલની જેમ વાળમાં ઘી લગાવો પછી એક કલાક રાખો અને પછી માથું ધોઈ દો.આવું અઠવાડિયામાં એક થી બે વાર કરો અને વાળની સફેદી દૂર કરો.

કોફી

image source

કોફી ખાલી વાળનો રંગ જ જાળવી નથી રાખતી પણ વાળને મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. વાળની લંબાઈ મુજબ 2-3 ચમચી કોફી પાવડર લો. યાદ રાખો કે કોફી ડાર્ક અને સ્વાદ વગરની હોવી જોઇએ. કોફીને 100-150 મિલિગ્રામ પાણીમાં ભેળવી દો. પછી ગરમ કરો એને બરાબર ઉકાળો જ્યાં સુધી એ બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને ગરમ થવા દો પછી ઠંડુ થઈ જાય એટલે વાળમાં લગાવો અને 45 મિનિટ પછી વાળ ધોઈ લો.

આમળાનો ઉપયોગ

image source

વિટામિન સીથી ભરપૂર આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આના ઉપયોગથી વાળ કળા થાય છે અને ઝડપથી વધે છે. આ સાથે જ વાળને ચમકદાર અને ઘટ્ટ બનાવે છે. આનો ઉપયોગ કરવાની રીત સરળ છે. આમળાના પાવડરને નાળિયેર તેલમાં મિક્સ કરીને ઉકાળો પછી ઠંડુ પાડીને 30-40 મિનિટ સુધી વાળમાં રેહવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. આ વખતે સાબુ કે શેમ્પૂનો ઉયપયોગ કરવો નહીં. આના સિવાય એક બીજો ઉપાય છે જેમાં 4 ચમચી આમળાના પાવડરમાં 2 ચમચી પાણી અને 1ચમચી લીંબુનો રસ ભેળવી બરાબર મિક્સ કરી એની પેસ્ટ બનાવો 1કલાક પછી પેસ્ટને વાળમાં લગાવી 20-25 મિનિટ રાખો પછી ધોઈ લો.

સફરજન

image source

સફરજનના પાનને યોગ્ય રીતે ઉકાળીને તે પાણી ઠંડુ કરી લો. તેને સ્પ્રે બોટલમાં ભરીને વાળમાં લગાવી લો. 25 મિનિટ બાદ શેમ્પુ કરીને વાળ બરાબર ધોઇ લો. અઠવાડિયામાં બે વાર તેને લગાવવાથી તમારા સફેદ વાળ બ્લેક થઇ જશે.

જામફળનો ઉપયોગ

image source

જામફળના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ વાળમાં માલિશ કરવાથી ઘણો ફાયદો થશે અને સફેદ વાળની સમસ્યાથી રાહત મળશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ