હેર ઓઈલમાં આ સામગ્રીઓ ઉમેરી બનાવો લાજવાબ તેલ, એક તેલ કરશે અનેક સમસ્યા દૂર

હેર ઓઈલમાં આ સામગ્રીઓ ઉમેરી બનાવો લાજવાબ તેલ, એક તેલ કરશે અનેક સમસ્યા દૂર

image source

વાળની કાળજી લેવા માટે ઓઇલ મસાજ ખૂબ જ જરૂરી છે. આપણે સૌ વાળમાં તેલ નાંખી અને મસાજ કરવાનું કામ વર્ષોથી કરીએ છીએ.

તેમાં સૌથી વધારે નાળિયેરના તેલનો ઉપયોગ થાય છે.

પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય કોકોનટ ઓઈલમાં થોડા ફેરફાર કરી અને બમણો લાભ મેળવી શકાય છે?

image source

જી હાં તમારા રેગ્યુલર હેર ઓઈલમાં થોડી સામાગ્રી ઉમેરીને તેને વધારે ગુણકારી બનાવી શકાય છે. આ તેલથી ઘર બેઠાં તમને હેર સ્પા કર્યા સમાન લાભ મળશે.

આ તેલના ઉપયોગથી ખરતાં વાળ, ખોડો, ડ્રાય હેર જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

1. હેર લોસ માટે કોકોનટ ઓઇલ વિથ ઓનિયન એન્ડ ગાર્લિક

image source

વાળને થતા નુકશાનને રોકવા અને વાળના ગ્રોથને વધારવા માટે આ તેલ ઉપયોગી સાબિત થાય છે.

આ તેલ બનાવવા માટે 6 ચમચી કોકોનટ ઓઇલ, 1 નાની ડુંગળી, 2 લસણની કળી, લેવેન્ડર એસેન્શીયલ ઓઇલના થોડા ટીપાની જરૂર પડશે. તેને બનાવવા માટે એક પેનમાં નાળિયેરનું તેલ ગરમ કરો, તેમાં ડુંગળીના ટુકડા અને લસણ ઉમેરો.

image source

બધી જ વસ્તુઓ ઉકળે એટલે ગેસ બંધ કરી દો અને તેલ ઠંડું થાય એટલે તેને ગાળી અને બોટલમાં ભરી લો.

આ તેલનો ઉપયોગ કરો ત્યારે તેને 30 મિનિટ વાળમાં રાખવું અને ત્યારબાદ શેમ્પૂ કરી લેવું.

2. કોકોનટ ઓઇલ-આલ્મન્ડ ઓઇલ હેર ગ્રોથ માટે

image source

આ તેલ બનાવવા માટે 1/2 કપ હિબ્સિસ્સના પાંદડા, 2 હિબ્સિસ્સના ફૂલ, 1/4 કપ કોકોનટ ઓઇલ, 1/4 આલ્મન્ડ ઓઇલની જરૂર પડશે. સૌથી પહેલા હિબ્સિસ્સના પાંદળા અને ફૂલને તડકામાં સુકવો.

એક પેનમાં કોકનટ ઓઇલ અને આલ્મન્ડ ઓઇલને ગરમ કરી અને મીડીયમ ફ્લેમ હિબ્સિસ્સના પાંદળા અને ફૂલને તે પેનની અંદર નાખી સરખી રીતે હલાવો.

image source

5 મિનિટ બાદ ફ્લેમ બંધ કરી નાખો, ત્યાર બાદ તેને ઠંડુ પડવા દો.

3. ડેન્ડ્રફ માટે નીમ, કોકનટ ઓઇલ

લીમડાના તેલમાં એન્ટિફંગલ ગુણધર્મો હોય છે. તેના માટે 1 ચમચી લીમડાના તેલમાં 1 ચમચી કોકોનટ ઓઈલ મીક્ષ કરો. બંનેને 5 મિનિટ સુધી ગરમ કરવું અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો. આ તેલથી વાળના મૂળમાં મસાજ કરવી અને પછી 30 મિનિટ બાદ વાળ ધોઈ લેવા.

image source

4. સફેદ વાળ અટકાવવા

લીમડાના પાંદડા સાથે મિશ્રિત નારિયેળનું તેલ વાળમાંથી થતા પ્રોટીન નુકશાનને અટકાવવામાં મદદ કરે છે. તેના કારણે સફેદ વાળ થવાનું પ્રમાણ ઘટે છે.

image source

તેના માટે થોડ લીમડાના પાન લઈ તેને નાળિયેરના તેલમાં ઉકાળો.

લીલા પાંદડા ઉકળીને કાળા થવા લાગે એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા રાખી દો. આ તેલને બોટલમાં ભરી લો અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લ્યો.

5. એવોકાડો અને કોકનટ ઓઇલ

image source

નાળિયેરનું તેલ વાળને પ્રોટીન પૂરું પાડે છે અને એન્ટીઓકિસડન્ટમાં સમૃદ્ધ એવોકાડો વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.

આ તેલ તૈયાર કરવા માટે 2 ચમચી કોકનટ ઓઇલમાં 1 પાકેલા એવોકાડોના ગરને મીક્ષ કરી પલ્પ તૈયાર કરો.

image source

આ પલ્પથી વાળના મૂળમાં મસાજ કરો અને 30 મિનિટ માટે શાવર કેપ પહેરી લો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ