પતિની હરકતથી પરેશાન છે ‘ઈશિમા’, આ રીતે શીખવાડ્યો સબક…

પતિની હરકતથી પરેશાન છે ‘ઈશિમા’ , આ રીતે શીખવાડ્યો સબક

પોપ્યુલર ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ માં ઈશિતાનું કેરેક્ટર પ્લે કરનાર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ઘર-ઘરમાં લોકપ્રિય બની ગઈ છે. ટીવીની બહુ ચર્ચિત વહુઓમાંથી એક દિવ્યાંકાના અભિનયને પસંદ કરનારા લોકોની સંખ્યા બહુ છે. તે કઈ પણ કરે તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તેનું ઉદાહરણ 2016માં વિવેક દહિયાની સાથે તેમના લગ્ન. રવિવારે દિવ્યાંકાએ એક વીડિયો શેર કર્યો, જેમાં અભિનેત્રી પોતાના પતિની એક ખાસ હરકતને લઈને પરેશાન છે. દિવ્યાંકાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગયો. તેમજ 17 કલાકની અંદર 8.5 લાખ કરતા વધારે વ્યૂ મળ્યા હતા.તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા ત્રિપાઠી અને પતિ વિવેક દહિયાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં દિવ્યાંકા વિવેકની સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ વીડિયોમાં દિવ્યાંકા એકદમ ક્યૂટ દેખાય છે. વીડિયોમાં દિવ્યાંકા અને પતિ વિવેક બેડરૂમમાં બેઠા છે. દિવ્યાંકા ટીવી જોઈ રહી છે અવે વિવેક પોતાના ફોનમાં વ્યસ્ત છે. દિવ્યાંકા ટીવી જોતા જોતા ફ્રાઈઝ ખઈ રહી છે. સાથે દિવ્યાંકા પોતાના પતિને પણ ખવડાવી રહી છે.

દિવ્યાંકા વિવેકને ટીવી જોતા જોતા કંઈક બતાવાની કોશિશ કરે છે. પરંતુ બેથી ત્રણ વખત ટ્રાઈ કાર્ય પછી પણ વિવેક દિવ્યાંકાનું સાંભળતો ન હતો. ત્યારે વિવેકની હરકતોથી પરેશાન થઈને તેનું ધ્યાન ખેંચવા માટે દિવ્યાંકા તેને મરચું ખવડાવી દે છે. મરચું તીખું લાગતા વિવેક પોતાનો ફોન છોડીને સીધો રૂમની બહાર નીકળી જાય છે. દિવ્યાંકા આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરે છે. આ વીડિયોને કેપ્શન આપતા દિવ્યાંકાએ લખ્યું કે, વિવેક પોતાના ફોનમાં એટલો વ્યસ્ત હતો કે તે પોતાની પત્નીની સામે પણ ન હતો જોતો. એટલા માટે તેમણે વિવેકને મરચું ખવડાવી દીધું છે. કેપ્શનમાં હેશટેગ કરીને #CouplePrankChallenge’લખ્યું હતું.

જો કે તમને જણાવી દઈએ કે હકીકતમાં દિવ્યાંકાએ આવું કેમ કર્યું. હકીકતમાં આ વીડિયો એક મોબાઈલ એપને પ્રમોટ કરવા માટે હતો. વીડિયો દ્વારા જોડી બીજા કપલને ચેલેન્જ પણ કરી રહી છે. નોંધનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠી ‘બનું મેં તેરી દુલ્હન’સીરિયલથી ચર્ચામાં આવી હતી. તેણે આ સીરિયલમાં ડબલ રોલ કર્યો હતો. પરંતુ સૌથી વધારે લોકપ્રિયતા તેને સ્ટાર પ્લસના શો યે હૈ મોહબ્બતેથી મળી હતી. આ શોમાં દિવ્યાંકા ઈશિતાનો રોલ કરી રહી છે.
તેમજ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની પોપ્યુલર અભિનેત્રી દિવ્યાંકાને દર્શકો પણ બહુ પસંદ કરી રહ્યા છે. આ સીરિયલથી દિવ્યાંકાને ખાસ ઓળખાન મળી છે. આજ સીરિયલમાં અનીતા હસનંદાની શગુનના રોલમાં જોવા મળી રહી છે. જે જલ્દી હવે ‘નાગિન 3’ માં નાગીન બનતી જોવા મળશે.

તમને જણાવી દઈએ કે દિવ્યાંકાએ 2016માં વિવેક સાથે લગ્ન કર્યા હતા, તેના પછી આ જોડી નચ બલિયેમાં ધૂમ મચાવી હતી. દિવ્યાંકા અને વીવેક આ સીઝનના વિનર બન્યા હતા. તેની સાથે વિવેક દિવ્યાંકાએ યે હૈ મોહબ્બતેમાં કામ પણ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર દિવ્યાંકા બહુ લોકપ્રિય છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયન ફોલોઅર્સ છે. તેમજ ફેમસ ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિમાનો રોલ કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઘરઘરમાં ફેમસ થઈ છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક બોલીવુડ અને ટેલીવુડની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી