દિવ્યા ભારતીનાં અચાનક થયેલા મૃત્યુ પછી લાડલાનાં સેટ પર શ્રીદેવી સાથે ઘટી હતી એક ઘટના…

બોલીવુડની બાર્બી ડોલ કહેવામાં આવતી દિવ્યા ભારતી એક એવી અદાકારા હતી જેમની જિંદગીનાં કિસ્સાથી વધારે મૃત્યુનાં કિસ્સાને સુર્ખિઓ ખૂબ જ ફેલાવી દીધી હતી. ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૪ નાં રોજ જન્મેલી દિવ્યા ભારતીએ પોતાના જીવનનાં ૧૯ વર્ષ જ જોયા હતા જ્યારે તેમને આ દુનિયાને અલવિદા કહી દીધું.૯૦ નાં દાયકામાં આટલી નાની ઉમરમાં જ તેમને એ શોહરત મેળવી લીધી હતી જેને મેળવવા માટે બીજા લોકો ફક્ત કલ્પના જ કરી શકે છે.૩ વર્ષની નાનકડી કારકિર્દી અને તેની અંદર ઘણી હિટ ફિલ્મ,પરંતુ ૧૯ વર્ષ થતા થતા જ પોતાના એ પાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડીને તેમનું મૃત્યુ થઈ ગયુ.અને આજ પણ તે રહસ્ય બનેલ છે.જોકે તેમના આ આકસ્મિક મૃત્યુ બાદ અમુક એવી ઘટનાઓ ઘટી જે આત્મા કંપાવી દેવાવાળી હતી.

દિવ્યા ભારતી જેવી અભિનેત્રીનાં અચાનક ચાલ્યા જવું ન ફક્ત દુખદાયક હતુ પરંતુ હેરાન કરી દેવાવાળું પણ હતુ.આમ એટલે કારણ કે તે સમયે દિવ્યા પાસે શોહરત,પ્રેમ,રુતબા બધુ જ રહેલુ હતુ એ વામાં કોઈનુ એ કહેવું કે આ આત્મહત્યા હતી લોકોને હજમ ન થયું.પોતાના જ એ પાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી જવા પર ઘણી પ્રકારનાં સવાલ ઉભા કરવામાં આવ્યા.એવું માનવામાં આવ્યુ કે કાં તો કોઈએ તેને બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો કે પછી લડખડાતા ચાલતા તે પોતાની છત પરથી પડી ગઈ.

એક ઈન્ટરવ્યુમાં દિવ્યા ભારતીની મા એ જણાવ્યુ હતુ કે દિવ્યા તે રાત્રે પીધેલી હાલતમાં હતી,પરંતુ તે ડ્રગ્સ નહોતી લેતી.તેમની મોતની આ ઘટના હેમશા એક વણઉકેલાયેલ પહેલી બની રહી. જોકે દિવ્યાનાં મોત બાદ ઘણા અજીબ કિસ્સા સાંભળવામાં આવ્યા હતા.દિવ્યા ભારતીની મા જણાવતા હતા કે મૃત્યુ બાદ દિવ્યા તેમના સપનામાં આવતી હતી અને તેને જગાવી દેતી હતી.જ્યારે પણ તેમને વહેલા જાગવુ હોય ત્યારે દિવ્યા સપનામાં આવીને તેમને જગાડી દેતી હતી.


મતલબ છે કે દિવ્યા વર્ધા ખાનનાં સપનામાં આવતી હતી.વર્ધા એ ક પત્રકાર હતી અને દિવ્યા ભારતીના મૃત્યુ પર સ્ટોરી કરી રહી હતી.આ કારણે દિવ્યાનાં પતિ સાજીદ નડિયાદવાલા સાથે તેમની અવારનવાર મુલાકાત થતી.ધીરે ધીરે મુલાકાત દોસ્તીમાં બદલાઈ અને દોસ્તી પ્રેમમાં.ત્યારબાદ સાજીદે વર્ધા સાથે લગ્ન કરી લીધા.ત્યારબાદ દિવ્યા વર્ધાનાં સપનામાં આવવા લાગી હતી.

શ્રી દેવી સાથે ઘટી હતી ચોંકાવનાર ઘટના

સાજીદ પોતાની પહેલી પત્ની દિવ્યાને ખૂબ પ્રેમ કરતો હતો એ ટલે ૨૦૦૪ સુધી તેને જે પણ ફિલ્મો બનાવી તેને દિવ્યાને ડેડિકેટ કરી.સાજીદ આજપણ દિવ્યાને ભૂલ્યા નથી.સાથે જ તેમના પરિવારવાળાને પણ તે પોતાના માને છે.મતલબ છે કે દિવ્યા ભારતીની સાજીદ સાથે મુલાકાત ગોવિંદાએ કરાવી હતી.ત્યાંથી જ બન્નેની દોસ્તી પ્રેમમાં બદલી હતી ૧૮ વર્ષની વયમાં દિવ્યાએ સાજીદ સાથે લગ્ન કરી લીધા હતા.જો કે કે લગ્નનાં એક વર્ષ બાદ જ તેમનું નિધન થઇ ગયુ હતુ.

દિવ્યાનાં ગયા બાદ એમની બે ફિલ્મો રિલીઝ થઈ હતી રંગ અને શતરંજ.આવું જ એક રૂંવાડા ઉભા કરી દેનાર કિસ્સો શ્રીદેવી સાથે થયો હતો.વાત કંઈક એમ છે કે દિવ્યા એ સમયે અનિલ કપૂર સાથે ફિલ્મ લાડલાનું શુટીંગ કરી રહી હતી અને ફિલ્મનું અડધાથી વધારે શુટીંગ પુરૂ થઈ ગયુ હતુ.જોકે દિવ્યાનું વચ્ચે જ મૃત્યુ થઈ જવાથી ફિલ્મમાં ફરીવાર શ્રીદેવીને કાસ્ટ કરીને ફિલ્મ બનાવવામાં આવી હતી.એ દરમિયાન એક અજીબ ઘટના ઘટી હતી.રવિના ટંડને જણાવ્યું હતુ કે ઓ ફિસનાં એ ક સીન દરમિયાન જે લાઇન પર દિવ્યા હમેશા અટક્યા કરતી હતી,શૂટનાં સમયે શ્રીદેવી પણ વારેવારે એ જ લાઇન પર અટક્યા કરતી હતી,આ ઘટનાએ સૌ મેમ્બરને પણ ડરાવી દીધા હતા.