દીવ ટુ મુંબઇની ક્રુઝ સેવા શરૂ, વિદેશ કરતા પણ જોરદાર છે આમાં ફેસિલિટિ જલદી જાણો તમે પણ…

ક્રૂઝની સફર માણવા હવે મોરેશિયસ, સિંગાપોર કે પછી ગોવા જવાની જરૂર નહીં પડે પણ દીવથી મુંબઈ જઈ શકશો ક્રૂઝમાં, ગુજરાતી પ્રવાસીઓ આનંદો ! દીવ ટુ મુંબઈ ક્રૂઝ સેવા શરૂ ! જાણો આ સફરની ખાસિયતો અને કીંમત

image source

થોડા સમય પહેલાં એવું હતું કે તમે સાઉથ ઇન્ડિયાના પ્રવાસે જાઓ કે પછી નોર્થ ઇન્ડિયાના પ્રવાસે રાજસ્થાનના ઐતિહાસિક-જાજરમાન મહેલમાં ટહેલતા હોવ કે પછી ઓરિસ્સાના જગન્નાથ પુરીના દર્શન કરતાં હોવ તમારો સામનો અવારનવાર ગુજરાતીઓ સાથે થઈ જ જતો હશે. અને હવે સમય એવો આવ્યો છે કે માત્ર ભારતમાં જ નહીં પણ જો તમે યુરોપના પ્રવાસે જશો કે પછી અમેરિકાના પ્રવાસે ત્યાં પણ તમને ગુજરાતી પ્રવાસીનો ભેટો થઈ જ જશે.

image source

આમ ગુજરાતીઓમાં હવે પ્રવાસનું ઘેલુ લાગ્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. ગુજરાતીઓ માત્ર નિતનવા સ્થળો જ નહીં પણ પ્રવાસનના નિતનવા માધ્યમો પણ અપનાવતા થયા છે અને આ માધ્યમામાં જો સૌથી વધારે આકર્ષણ કોઈ હોય તો તે છે ક્રૂઝની મુસાફરીનું. જેના માટે ગુજરાતીઓ મોરેશિયસ, મલેશિયા કે પછી સિંગાપોર સુધી આંટો મારી આવતા હતા કે જેથી કરીને તેમને ક્રૂઝમાં મુસાફરી કરવા મળે અને તેની પાછળ લોકો એક વ્યક્તિએ 3થી ચાર લાખ રૂપિયા પણ ખરચી નાખે છે પણ આ જ લાહવો હવે તમને તમારા ઘર આંગણે એટલે કે ગુજરાતના આંગણે મળવા જઈ રહ્યો છે. તે પણ ઘણી વ્યાજબી કીંમતે.

image source

હા, હવે મુંબઈથી જ તમે દીવ સુધી ક્રૂઝમાં મુસાફરી કરી શકશો. દીવ એક સુંદર મજાનો સમુદ્ર તટ છે. અને મુંબઈ એક જાદૂઈ નગરી છે આ બન્ને જગ્યાએ લોકોને ફરવું ખુબ જ પસંદ છે જો તમે પણ એક સાથે આ બે જગ્યાની મજા લેવા માગતા હોવ તો તમે પણ લક્ઝરિયર દરિયાઈ પ્રવાસ ખેડીને એટલે કે ક્રૂઝની મુસાફરી કરીને એક રોમાંચક અનુભવ મેળવી શકો છો. જેની પરમિશન સરકારે લક્ઝરી ક્રુઝને આપી દીધી છે.

image source

દેશના કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ગઈ કાલે એટલે કે 13 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મુંબઈ ટુ દીવની લક્ઝરી ક્રૂઝની જાહેરાત કરી છે અને તે જ રાત્રે 400 પ્રવાસીઓ સાથે “કર્ણિકા” નામનું લક્ઝરી ક્રૂઝ રવાના થયું છે જે 14 તારીખે સવારે 8 વાગે દીવ પહોંચશે.

image source

મુંબઈ ટુ દીવની આ પ્રથમ ક્રૂઝને ફ્લેગ ઓફ આઈએએસ અધિકારી સંજય ભાટિયાએ કર્યું હતું. તેઓ પણ આ બાબતને લઈને ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા તેમણે જણાવ્યું કે આવનારા મે મહિના સુધીમાં મુંબઈથી દીવની આવી 17 જેટલી ટ્રીપ કરવામાં આવશે. અને ધીમે ધીમે આ ક્રૂઝમાં અન્ય સ્થળો પણ ઉમેરવામાં આવશે અને તેની ફ્રીકવન્સી પણ વધારવામાં આવશે.

જાણો એક ટ્રીપ તમને કેટલામાં પડશે

લક્ઝરિયસ ક્રૂઝની વાત થઈ ગઈ, ક્યાંથી ક્યાં ઉપડે છે તેની પણ વાત થઈ ગઈ હવે જાણો કે તમને આ પ્રવાસ કેટલામાં પડશે.

image source

આ ટ્રીપ રીટર્ન ટ્રીપ છે એટલે કે તે તમને મુંબઈથી દીવ અને દીવથી મુંબઈ પાછા લાવશે. આ ટ્રીપ બે રાત્રી અને ત્રણ દીવસની રહેશે. અહીં તમારે એક ટીકીટના 13000 રૂપિયાથી 16000 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમે મુંબઈથી દીવના ભાડાની દ્રષ્ટિએ જોવા જાઓ તો તે તમને મોંઘું લાગશે પણ તેની જગ્યાએ તમારે એ વિચારવાનું છે આ એક પ્રવાસ છે જે તમને એક લક્ઝરિયસ ક્રૂઝ એટલે કે હરતી ફરતી હોટેલ જેવી જ સેવાઓ આપશે.

લક્ઝરિયસ હોટેલ જેવી સેવાઓ આપશે આ ક્રૂઝ

image source

તે તમને સુવા માટે અલાયદો રૂમ આપશે, સ્વાદિષ્ટ ભોજન આપશે, અને દરિયાની રોમાંચક મુસાફરી કરાવશે. આ બધું જોતાં 13000 થી 16000 વધારે ન કહેવાય. ભોજનમાં તમને 40 પ્રકારની વિવિધ સ્વાદિષ્ટ વાનગી આપવામાં આપશે. અહીં તમારા માટે સ્વિમિંગપુલ પણ હશે, એન્ટરટેઇનમેન્ટના પુરતા સાધનો પણ હશે. આ એક પ્રિમિયમ લક્ઝરી ક્રૂઝ શિપ હશે એટલે તમને સંપુર્ણ લક્ઝરી સેવાઓ મળી રહેશે.

શું તમે પણ મુંબઈથી દીવની મુસાફરી કરવા માગો છો ? તો જાણી લો આવનારી 17 ટ્રીપની તારીખો અને તે રીતે તમારી ટ્રીપનું આયોજન પણ અત્યારથી કરવા લાગો.

image source

પ્રથમ ટ્રીપ 14 નવેમ્બર, ત્યાર બાદ, 21 નવેમ્બર, 28 નવેમ્બર, 12 ડીસેમ્બર, 17 ડીસેમ્બર, 16 જાન્યુઆરી 2020, 30 જાન્યુઆરી, 6 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 19 માર્ચ, 2 એપ્રિલ, 16 એપ્રિલ, 30 એપ્રિલ, 14 મે, અને 28 મે.

image source

આ ક્રૂઝ શિપ મહારાષ્ટ્રમાં તો ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના ગણપતિફૂલેના જાયગડ પોર્ટથી આ ક્રૂઝ શરૂ કરવામાં આવી હતી અને હવે તેમાં દીવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો એક ગ્લોબલ ગુજરાતી પ્રવાસીને આથી વધારે કહેવાની જરૂર નથી. તેમાં કોઈ જ શંકા નથી કે આવનારી ક્રૂઝ ટ્રીપમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ