એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ‘પાસ’ને લઇને આવ્યા આ મોટા સમાચાર, જાણી લો જલદી તમે પણ

લોકડાઉન ૪ વચ્ચે દરેક ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર: પાસ લઇને બીજા રાજ્યમાં જવું ફરજિયાત નહીં રહે!

અમદાવાદમાં મોટા ભાગનાં વિસ્તારોમાં 55 દિવસનાં લોકડાઉન બાદ આખરે આજથી રાજ્ય સરકાર દ્વારા થોડી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં 11 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં રહેતા 12 લાખથી પણ વધુની વસ્તી આ લોકડાઉનમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે. આ વિસ્તારોમાં રહેતા લોકોનું કહેવું એમ છે કે, અગાઉની સરખામણીમાં હવે તેમના વિસ્તારોમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે તેમના વિસ્તારોમાં પણ અગાઉની જેમ મુક્તિ આપવી જોઈએ.

રાજયમાં કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન 4 જાહેર કરવામાં આવી દીધું છે. આ લોકડાઉનમાં સરકાર દ્વારા ઘણી એવી છુટછાટ આપવામાં આવી છે. જેમાં આજરોજ સીએમ રૂપણીએ પ્રજાજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીની હેલ્થ મિનિસ્ટ્રીએ આપેલી ગાઇડલાઇનસ મુજબ રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન નક્કી કર્યા છે. કોરોન્ટાઇન ફેસિલિટીમાં ઉપયોગમાં લેવાતી તમામ હોટલો સિવાયની તમામ હોટલ બંધ રહેશે. અમદાવાદ સુરત સિવાય અન્ય ઝોનમાં રિક્ષાઓને મંજૂરી આપવામાં આવી છે. રીક્ષાઓમાં 2 પેસેન્જરોને બેસવાની છૂટ આપવામાં આવી છે.

image source

અમદાવાદ સાબરમતી પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસ, ધંધા ઓડ ઇવન મુજબ ચાલુ કરવામાં આવશે.પરંતુ રાજ્યનાં અનેક શહેરોમાં લોકડાઉન ૪.૦ અંતર્ગત અમુક વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી હોવાંથી આજે વહેલી સવારથી જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોકોની ભારે અવર-જવર જોવા મળી હતી.. સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમો સાથે લોકોએ ૧-૨ મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. જો કે અમદાવાદમાં એસ.ટી. બસો અવરજવર નહીં કરી શકે એવું જાહેર કરાયુ છે.

image source

રાજ્ય સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપ્યાં બાદ હવે આજથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા લોકોએ પાસ લેવાની જરૂર રહેશે નહીં. નીતિન પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, કન્ટેનમેન્ટ ઝોન સિવાયનાં લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું.

આ દરમિયાન તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હતાં. આ મુલાકાત બાદ નીતિન પટેલે જણાવ્યું કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી. જો કે તાજેતરમાં જ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા હજારો લોકો માટે રાહતનાં સમાચાર આપ્યાં છે.

image source

ઉપરાંત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કોરોનાનાં દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેઓની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હાજર હતાં. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો તે વિસ્તારમાંથી બહાર નીકળી નહીં શકે તેમજ અન્ય કોઇ લોકો પણ કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં જઇ શકે. નીતિન પટેલની આ જાહેરાત બાદ હવે કહી શકાય કે આખરે સમગ્ર ગુજરાતમાં અવરજવર માટે કોઇ પ્રતિબંધ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ