જલ્સા કરોને જેંતીલાલ

કિંજલ દવેથી લઇ ફેમસ બોલીવુડ સેલિબ્રિટીના કપડાં ડિઝાઇન કરે છે આ ગરવી ગુજરાતણ -દિશા વડગામાની સંઘર્ષગાથા છે ખુબ પ્રેરણાદાયી!

મળો અમદાવાદની આ મહિલાને જેણે પોતાના પેશન અને શોખમાંથી ટૂંક સમયમાં તૈયાર કરી દીધો ફેશન સ્ટુડિયો, જાણો સંઘર્ષ અને સફળતાની વાતો.

દિશા વડગામા ફેશન સ્ટુડિયોમાં એક જાણીતું નામ છે. ગુજરાતના અમદાવાદની આ પ્રતિભાએ ટૂંક સમયમાં જ પોતાનો વ્યવસાય ખીલવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારના સપોર્ટના કારણે તેઓ આગળ આવી શક્યા છે. તો જાણો દિશા વડગામાના શબ્દોમાં તેમની સફળતા અને સંઘર્ષની વાતને…

ક્યારે કરી હતી આ સફરની શરૂઆત:

દિશા કહે છે કે તેણે આ સફરની શરૂઆત 2010થી કરી હતી. આ સમયે તે એક શોખ હતો અને તેઓ તેમના પપ્પાની સાથે કામ કરી રહ્યા હતા.

લગ્ન જીવન ક્યારે કર્યુ શરુ:

દિશા કહે છે કે લગ્નની સાથે જ 2015માં મેં મારા શોખને બિઝનેસમાં ફેરવવાનું નક્કી કર્યું. મેં ફેશન ડિઝાઈનર તરીકે મારા બિઝનેસની શરૂઆત કરી અને તે સમયે મારી પાસે ફક્ત 500 સ્ક્વેર ફીટની જગ્યા હતી. ટેલર અને હું સાથે કામ કરતા. તે સમયે ઈન્ટરનેટ પરથી અમે ફેશનને લઈને રિસર્ચ કરતા અને પછી કામને આગળ વધારતા હતા.

બ્રાન્ડને કઈ રીતે પ્રમોટ કરી:

દિશાના કહેવા અનુસાર મારા લગ્ન બાદ મેં મારી બ્રાન્ડને વધુ ડેવલપ કરવાનું નક્કી કર્યું અને સાથે તેને ટોપ પર લાવવાનું નક્કી કર્યું. છેલ્લા 3 વર્ષમાં મારી બ્રાન્ડ ડ્ડટ ફેશને ખૂબ જ પ્રગતિ કરી લીધી છે. આ માટે મારા માર્કેટ રિસર્ચનો મને અઢળક ફાયદો મળ્યો હોવાનું મારું માનવું છે.

કેવો રહ્યો પરિવારનો સપોર્ટ:

હાલમાં હું જે પણ કંઈ છું તે મારા પરિવારના સપોર્ટના કારણે જ છું. મારો વ્યવસાય પણ આ કારણે જ આગળ વધી રહ્યો છે. મારા પિતાના ઘરમાં ક્યારેય પુત્ર કે પુત્રીના ઉછેરમાં ફરક કરાયો ન હતો. આ સિવાય તેઓએ મારા સપના પૂરા કરવામાં સાથ આપ્યો અને સાથે જ આ સફળતામાં પરિવારનો સાથ મહત્વનો છે. લગ્ન બાદ પતિએ પણ મને ખૂબ જ સાથ આપ્યો છે. લગ્ન બાદની જવાબદારીમાં તેઓએ મને એટલો સાથ આપ્યો કે મારે આજે કહેવું રહ્યું કે આ બધું જ તમારી લાઈફ છે અને બિઝનેસ તેમની પસંદ બની ગયો છે. ફેમિલિ અને બિઝનેસને મેનેજ કરવામાં મને મારા બંને પરિવારનો સારો એવો સપોર્ટ મળ્યો છે.

એક લેડી તરીકે બિઝનેસને શિખર પર પહોંચાડવામાં કેટલો શ્રમ કરવો પડે છે:

દિશા કહે છે કે એક મહિલા તરીકે હું આજે પણ મારા બિઝનેસને 6-7 કલાક આપું છું. બાકીનો સમય ફેમિલિ સાથે વીતાવું છું, હું માનું છું કે બિઝનેસને સફળ કરવા માટે માર્કેટ રિસર્ચ જરૂરી છે. સોશ્યલ મીડિયા તેમાં તમારી મદદ કરી શકે છે. હું મારા બિઝનેસના સોશ્યલ મીડિયા કેમ્પેનની તૈયારી પણ પોતે જ કરતી હોઉં છું.

મેળવી ચૂક્યા છે આ સિદ્ધિઓ

દિશાએ પોતાના બિઝનેસને લઈને અનેક પ્રકારના ફેશન શો કર્યા છે અને સાથે જ ઈન્ડિયા અને વિદેશમાં પણ અનેક ફેશન શો કરીને પોતાના ઈન્સ્ટિટ્યૂટનો પ્રચાર કરી ચૂક્યા છે. તે બ્યૂટી પેઝન અનેક કામ કરે છે. ટોપની ફેશન ઈન્સ્ટીટ્યૂટમાં પણ જ્યૂરીનું સ્થાન મેળવી ચૂક્યા છે. મોરેશિયસમાં શો, ઈન્ટરનેશનલ લેવલે ખાદીને પ્રમોટ કરવા માટે અને સાથે ગુજરાત ગર્વમેન્ટના અનેક શોમાં પણ તેઓ અવારનવાર જોવા મળે છે.

શું છે દિશાના બિઝનેસની ખાસિયત, કઈ રીતે ખાદીને પ્રમોટ કરી

દિશા કહે છે કે મારી સ્પેશ્યાલિટીની વાત કરુ તો હું ઈન્ડો વેસ્ટન અને સાથે જ એથનિક અને અનેક ડિઝાઈનમાં રસ રાખું છું. એક ઈન્ટરનેશનલ શોમાં ખાદીને લોકો સુધી પહોંચાડવાનો વિચાર આવતા મેં તેનું કલેક્શન શરૂ કર્યું. આ સમયે મને થયું કે નેશનલ કાપડ ઓળખ મેળવવું જોઈએ. યુથ આનાથી અજાણ છે એમ લાગતાં મે તેની પર રિસર્ચ કર્યું અને સાથે જ કેટલા પ્રકારની અને કેવી, કેટલા ટકાની ખાદી આવે છે તે શોધ્યું અને સાથે ખાદી લીનન, ખાદી સિલ્કની જાણકારી મેળવી.

માર્કેટ રિસર્ચ બાદ જે લોકો ઘરે ખાદી બનાવે છે તેમની પાસેથી ખાદી લાવીએ છીએ જેથી તેમને આવક થાય અને પછી અમે તેને બિઝનેસમાં ઉપયોગમાં લઈએ છીએ. અમારો હેતુ રો ખાદીને વઘારે ફેમસ કરવાનો છે. તે અમારી સ્પેશ્યાલિટી છે. આજે ખાદી પણ એક ખાસ બ્રાન્ડના રૂપમાં ઓળખાય છે. લોકડાઉનમાં મેં ખાદીને એક અલગ લૂક અને સ્ટાઈલ આપી અને તેને માટે શફાફ નામના લેબલ સાથે શરૂઆત કરી. હું ખાદીને વેસ્ટર્ન લૂક સાથે તૈયાર કરું છું અને સાથે જ તે લોકોમાં ફેમસ બની રહી છે

યૂથના ટ્રેન્ડને રખાય છે ધ્યાનમાં

જ્યારે પણ યૂથની વાત આવે તો ફેશન તો આવે છે. જો બિઝનેસ જ મારો આ છે તો મારે સ્ટાઈલને ફોલો કરવી પડે છે. પહેલાના લોકોના પહેરવેશમાં કૂરતા અને સાડી હતા તો હાલના યૂથની ફેશનમાં ઈન્ડો વેસ્ટર્ન વધારે ફેમસ થઈ રહ્યું છે. ઓનલાઈન લોકો કપડાં મંગાવવાનું પસંદ કરે છે. હાલમાં અમે અમદાવાદ અને દિલ્હીમાં જલ્દી જ શફાફ લોન્ચ કરવાનો પ્લાન કરી રહ્યા છે. પહેલા મેલ કલેક્શન અને પછી ફીમેલ કલેક્શન લાવીશું.

ફેશન અંગે શું માને છે દિશા

દિશા કહે છે કે હું આ માટે એક જ વાક્ય કહું છું કે ફેશન હંમેશા બદલાતી રહે છે. યાદ રાખો કે તમે જે પહેરો છો તે ફેશન છે. તે સતત ચેન્જ થઈ જાય છે. આજે મારા ડિઝાઈન કરેલા કપડા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોપના સેલેબ્સ અને બોલિવૂડના કેટલાક સેલેબ્સ પહેરે છે તે મારી સફળતા છે. અનેક લોકો મારી પાસે ફોટા લઈને ડિઝાઈન કરાવવા આવે છે. પછી તે નારાજ થાય છે. આ સમયે હું કહું છું કે તમે ફોટો જોઈને નહીં પણ પોતાના ફિગર અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કપડાં તૈયાર કરાવશો તો તે તમને ખાસ લૂક આપશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version