જલ્સા કરોને જેંતીલાલ

દિશા પટનીના બોડીગાર્ડે ફોટોગ્રાફરને માર્યો ધક્કો, જોઇ લો વાયરલ વિડીયોમાં તમે પણ

લોકપ્રિય અભિનેત્રી દિશા પટનીના બોડીગાર્ડે અચાનક જ એક ફોટોગ્રાફરને ધક્કો મારતાં થયો વિવાદ જેનો વિડીયો અહીં શેર કરવામાં આવ્યો છે.

image source

દિશા પટની ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આજે ફરી એકવાર દિશા પટની સમાચારોમાં છે.

image source

આ વાત રવિવાર સાંજની છે જ્યારે દિશા પટની જુહુ આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી. તે દરમ્યાન પૈપરાઝી તેની પાસેથી ફોટોની માંગ કરી રહ્યા હતા. એક ફોટોગ્રાફર તેની કારના દરવાજા પાસે ઉભો હતો, જેને દિશાના બોડીગાર્ડે ધક્કો મારીને પાછળ ધકેલી દીધો હતો.

image source

પૈપરાઝીનો હિસ્સો હોવું એ ખૂબ મુશ્કેલ બાબત છે. ફોટોગ્રાફરો માટે બોલિવૂડ સ્ટાર્સની કલાકો રાહ જોવી અને કલાકોનો સમય લઈને કેટલાક ફોટોઝ લેવાનું કામ ખૂબ જ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં સ્ટાર્સના બોડીગાર્ડ્સ સાથે કેટલાક ફોટોગ્રાફર્સનો વિવાદ થઈ જાય છે. તાજેતરમાં જ નવોદિત લોકપ્રિય અભિનેત્રી દિશા પટનીના બોડીગાર્ડનો એક ફોટોગ્રાફર સાથે ઝઘડો થઈ ગયો હતો.

બોડીગાર્ડે માર્યો ધક્કો:-

image source

ખરેખર આ વાત રવિવારે સાંજની છે જ્યારે દિશા પટની જુહુ થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી. થિયેટરમાંથી બહાર આવતી વખતે દિશા શાંતિથી તેની કાર તરફ આગળ વધી રહી હતી. આ દરમ્યાન જ, પૈપરાઝી તેની પાસેથી ફોટોની માંગ કરી રહ્યા હતા. તેમજ અન્ય એક ફોટોગ્રાફર તેની કારના દરવાજા પાસે પણ ઉભો હતો, જેને દિશા પટનીના બોડીગાર્ડે ધક્કો મારી પાછળ ધકેલી દીધો હતો.

તેથી ફોટોગ્રાફર ગુસ્સે થઈ ગયો અને બોડીગાર્ડ સાથે દલીલ કરવા લાગ્યો. કારણ કે આ પૈપરાઝી વચ્ચેની બાબત હતી, તેથી આ વિડિઓ પણ સામે આવી ગયો છે. વીડિયો શેર કરતી વખતે કહેવામાં આવ્યું કે આ દલીલ કેવી રીતે થઈ અને પછી દિશાના મેનેજરે કેવી રીતે ફોટોગ્રાફર પાસે માફી માંગી.

કેમેરા તરફ જોઈ દિશા પટની ત્યાંથી ભાગી:-

પહેલા થિયેટરથી બહાર આવી રહ્યા હતા ત્યારે બોડીગાર્ડે ફોટોગ્રાફરને ધક્કો માર્યો એ કેસ થયો હતો, ને બીજી વખત જ્યારે જુહુના થિયેટરમાં જતાં હતા ત્યારે દિશા પટની મીડિયાના કેમેરા તરફ જોઈ ને જ ભાગવા લાગી હતી. તે પોતાની કારમાંથી બહાર નીકળી અને થિયેટર તરફ ઉતાવળે ધસી ગઈ હતી અને પછી કેમેરાની સામેથી દુર ભાગી થઈ ગઈ.

તમને જણાવી દઇએ કે, હમણાં થોડા સમય પહેલા જ દિશા પટની ડિરેક્ટર મોહિત સુરીની ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશા પટની એ આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ સાથે કામ કર્યું હતું. હવે દિશા પટની ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈમાં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને દિશા પટની સાથે જેકી શ્રોફ, રણદીપ હૂડા અને ગૌતમ ગુલાટી પણ કામ કરી રહ્યા છે. ફિલ્મ રાધે આ વર્ષે ઇદ પર જ રિલીઝ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version