ટાઈગર શ્રોફને છોડી શિવસેના પ્રમુખનાં પુત્ર સાથે લંચ ડેટ પર પહોચી દિશા પટની…

૧/૫ હાલતા ચાલતા લંચડેટ અને ડિનર ડેટ પર જાય છે દિશા અને ટાઈગર

સુશાંત સિંહ રાજપૂતનાં મૂવી ‘અેમ અેસ ધાની:ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલીવુડમાં ડેબ્યુ કરવાવાળી હિરોઈન દિશા પટની ટાઇગર શ્રોફ સાથેનાં સંબંધો તથા ફિટનેસનાં લીધે સુરખીઅોમાં રહે છે. છેલ્લે ટાઈગર સાથે ‘બાગી૩’માં નજરે અાવેલી દિશા હાલતા ચાલતા બોયફ્રેન્ડ સંગ લન્ચડેટ અગર ડિનર ડેટ પર નજરે પડે છે. અમુક દિવસ પહેલા દિશા ટાઇગર તેમજ તેમની બહેન ક્રિષ્ના શ્રોફ સાથે રેસ્ટોરન્ટની બહાર નજરે પડ્યા હતા.

આદિત્ય ઠાકરે સંગાથે ડેટ ઉપર પહોચેલી દિશા

લાગી રહ્યુ છે કે હવે દિશાને જમવા માટે જવા નવો ભાગીદાર/પાર્ટનર મળી ચૂક્યો છે.હાલમાં જ દિશા પોલીટિશીયન આદિત્ય ઠાકરે સાથે બાંદ્રામાં દેખાય હતી.શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય સાથે સોમવારે દિશા મધ્યાહન ભોજન પર ગઈ હતી.સફેદ ફ્લોરલ ડ્રેસમાં દિશા દરવખતની માફક સુંદર લાગી રહી હતી તો આદિત્ય બ્લેક ટી-શર્ટમાં ડેશિંગ લાગી રહ્યો હતો.

વર્કફ્રંટની વાત કરીઅે તો દિશા અલી અબ્બાસ ઝફરની મૂવી 'ભારત'માં દેખાશે.આ મૂવીને આ વર્ષની સૌથી મોટી રિલીઝ માનવામાં આવી રહી છે.આ મૂવીમાં સલમાન ખાન,તબ્બુ,સુનિલ ગ્રોવર અને કેટરીના કૈફ પણ નજરે આવશે.