આ રેલવે રુટ્સ પરથી પસાર થતા સમયે ભલભલાના પગ કાંપવા લાગે છે…

રજાઓમાં ભારતીયો મોટાભાગે ટ્રેનથી સફર કરવાનું પસંદ કરે છે. લોકો ટ્રેનમાં બેસીને લોન્ગ ટ્રિપ પર જવાનું પસંદ કરે છે. હંમેશા લોકો એવું વિચારે છે કે, તેઓ ટ્રેનમાં બેસીને એટલા માટે જાય કે, તેમને બહારની દુનિયાના રોમાંચક નજારા જોવા મળે. પરિવાર સાથે વાતચીત કરવા મળે, અને સમય આરામથી પસાર થઈ જાય તો ય ખબર ન પડે. લોકો ટ્રેનમાં બેસીને એડવેન્ચર ભર્યા સ્થળો પર જાય છે, પણ તમે ઈચ્છો તો તમે એવી ટ્રેનની સફર કરી શકો છો, જે પોતે જ કોઈ એન્ડવેન્ચર સફરથી ઓછી નથી. દુનિયાભરમાં બનેલી આ ટ્રેનો એવા રુટ્સ પરથી પસાર થાય, જ્યાં જવું કોઈ ખતરાથી ઓછું નથી.

આ ટ્રેનમાં બેસવું એટલે ભલભલાને પરસેવો છૂટી જાય છે. આ રુટ્સ પરથી તમને રોમાંચક નજરા જોવા મળશે, સાથે જ એવા સ્થળો પણ આવશે જેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દુનિયાભરમાં આવા અનેક રેલવે રુટ્સ છે, જે બહુ જ ખતરનાક છે. કોઈ રેલવે રુટ પહાડો પરથી પસાર થાય છે, તો કોઈ સુરંગ માંથી. આ સફર સોહામણો છે, સાથે જ રોમાંચક પણ.

ખતરનાક રેલવે રુટ્સ

કુરાંડા સીનિક રેલવે, ઓસ્ટ્રેલિયાકુરાંડા સીનિક રેલવે રુટ ઓસ્ટ્રેલિયામાં છે. આ રુટ તમને મોતનો સામનો કરાવતા જિંદગીનો સામનો કરાવશે. આ ટ્રેકની પાસે એક મોટું ઝરણું છે. જ્યારે ટ્રેન આ ટ્રેક પાસેથી પસાર થાય છે ત્યારે ઝરણાંની પાણી મુસાફરોને જોરદારી રીતે પલાળે છે. જો તમને રોમાંચ પસંદ છે, તો આ રુટ પર જરૂર સફર કરજો. ડર તો લાગશે, પણ આ અનુભવ તમારા સફરને યાદગાર બનાવી દેશે.

આર્ગો ગેડે ટ્રેન રેલરોડ, ઈન્ડોનેશિયાઆ રેલ ટ્રેક ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તમાં આવેલો છે, જે સુંદર પહાડીઓ અને નદીઓમાંથી પસાર થાય છે. અહીંથી પસાર થવું જેટલું રોમાંચક છે, તેટલું જ ખતરનાક પણ છે. તો આ સફર ખતરો કે ખેલાડીઓ માટે જ કામની છે.

એસો મિનામિ રુટ, જાપાનએસો મિનામિ રુટ જાપાનના મિનામિઆસો શહેરમાં બનેલો છે. 17.7 કિલોમીટર લાંબા આ ટ્રેક પર કુલ 9 સ્ટેશ છે. આ રેલવે ટ્રેક પરથી પસાર થવું એટલે લોખંડના ચણા ચાવવા જેવી વાત છે.

ચેન્નઈ-રામેશ્વરમ રુટઆ ટ્રેક ચેન્નાઈના રામેશ્વરમ સુધી જાય છે, જે સમુદ્રના તળ પર બનાવવામાં આવ્યુ છે. અનેકવાર પાણીનું સ્તર વધી જવાથી આ ટ્રેક પર પાણીને ચિરતી ટ્રેન આગળ વધે છે. આ ખતરનાક પળ દરેક ને ડરાવી દે તેવી છે. પરંતુ આ અનુભવ બહુ જ રોમાંચક પણ હોય છે.

કંબર્સ અને ટોલટેક રેલવે રુટ, ન્યૂ મેક્સિકોન્યૂ મેક્સિકોનો આ રેલવે રુટ બહુ જ જૂો છે. તેની ઊંચા બહુ જ છે અને ફ્રેમની ટાઈપ પણ અલગ છે. જેને પાર કરવો કોઈ ખતરાનો સામનો કરવા જેવો છે. અહીંથી જ્યારે ટ્રેન પસાર થાય છે, ત્યારે લોકોના દિલના ધબકારા કેટલાક પળ માટે જાણે રોકાઈ જતા હોય તેવું લાગે છે.

જ્યોર્જટાઉન લુપ રેલવે રુટ, કોલોરાડોઅમેરિકાના કોલોરાડોમાં બનેલો આ ટ્રેક બે પહાડોને જોડવા માટે બનાવવામાં આવ્યો છે. નીચે હજારો ફીટ ઊંડી ખીણ અને ઉપરથી રમરમાટ કરતી ટ્રેન પસાર થાય છે. આવો નજારો ભાગ્યે જ દુનિયામાં બીજો હશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને રોચક ટ્રાવેલિંગની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી