બધાને હરાવીને વિનર બની ગઈ છે સીમર વહુ, ૫૦ લાખમાંથી મળ્યા ફક્ત ૩૦ લાખ જ…

વર્ષ ૨૦૧૮ તો પતી ગયું છે અને આની સાથે સાથે ટીવીનો બહુ ચર્ચાસ્પદ શો બિગબોસ પણ પતી ગયો છે. આ શોનો ફાઈનલ એપિસોડ વર્ષના આખરી શનિવારે ડિસેમ્બરની ૩૦મી તારીખે હતો. શોની વિનર કલર્સ ચેનલની બહુ ફેમસ સીરીયલ ‘સસુરાલ સીમર કા’ની અભિનેત્રી દીપીકા કક્કડ બની છે. શોના ફાઈનલ સ્ટેજ પર દીપિકાની સાથે તેનો માનેલો ભાઈ શ્રીસંત તેની સામે ઉભો હતો પછી થોડી જ વારમાં સલમાને દીપિકાનો હાથ ઉપર કરીને જાહેર કર્યું કે દીપિકા એ વિનર છે. પહેલા તો દીપિકાને ધ્યાનમાં જ ન આવ્યું એટલે કે તેને વિશ્વાસ જ નહોતો થયો કે તે વિનર છે પણ પછી જેવું તેને ભાન થયું કે ખરેખર તે પોતે જ વિનર બની છે ત્યારે તેની સાથે સ્ટેજ પર હાજર રહેલ પોતાના માનેલા ભાઈને હગ કરીને અભિનંદન આપ્યું.

સૌથી પહેલા તો દીપિકાએ સ્ટેજ પર નીચે બેસીને બધા જ દર્શકોનો આભાર માન્યો. તેને વિનર જાહેર કરતા જ તે ખુશ થઇ ગઈ અને જોર જોરથી ચીસ પાડીને પોતાની ખુશી જાહેર કરી હતી. તમારે જાણી લેવું જોઈએ કે બિગબોસની ટ્રોફી સાથે દીપિકાને ઇનામના ૩૦ લાખ રૂપિયા પણ મળ્યા હતા.

ખરેખરમાં શોની પ્રાઈઝમની તો રૂપિયા ૫૦ લાખ હતી. પણ શોમાં ત્રીજા નંબર પણ આવેલ દીપક ઠાકુર ૨૦ લાખ રૂપિયા લઇને ફાઈનલની રેસમાંથી નીકળી ગયો હતો. આજ કારણે દીપિકાને ફક્ત ૩૦ લાખ રૂપિયા જ મળ્યા.

આ શોની શરૂઆતમાં ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસ્લીનના સંબંધો બહુ ચર્ચામાં રહ્યા હતા. ટોપ ૫માંથી સૌથી પહેલા કેવી એટલે કે કરણવીર બહાર થયો હતો અને પછી રોમિલ બહાર ગયો, છેલ્લે ટોપ ૩માં દીપિકા, દિપક અને શ્રીસંત રહ્યા હતા અને ફાઈનલ પહેલા એક ટાસ્ક આપવામાં આવ્યો હતો જેમાં એક બેગમાં સૌથી મોટી એક્ઝીટ રકમ મૂકવામાં આવી હતી અને પછી આ ટાસ્કમાં દીપકે સૌથી પહેલા બઝર દબાવ્યું હતું અને એ બેગ લેવા માટે પહોંચી ગયો. બેગમાં ૨૦ લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા. આ રકમ લઈને દિપક ગેમમાંથી બહાર નીકળી ગયો હતો. પણ એ ૨૦ લાખ રૂપિયા એ શોની પ્રાઈઝમનીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા હતા.

આ શોની શરૂઆતમાં આમાં કૂલ ૧૭ લોકો આવ્યા હતા. આમાં અમુક લોકો જોડીઓમાં હતા અને અમુક લોકો સિંગલ બનીને આવ્યા હતા. વાઈલ્ડ કાર્ડમાં આવેલ સુરભી રાણા વિનર બનશે એવું પહેલા લાગતું હતું પણ પછી મીડવિક ઈવીક્શનમાં તેને બહાર કાઢી મુકવામાં આવવી હતી. ૨૦૧૮નું વર્ષ દીપિકા માટે ખરેખર બહુ સારું રહ્યું. આ વર્ષે જ તેના લગ્ન એ તેના મનપસંદ સાથી સાથે કરવામાં આવ્યા હતા.

હવે તે બિગબોસની વિનર પણ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે કલર્સ પર પ્રસારિત થતી સીરીયલ ‘સસુરાલ સીમર કા’માં મુખ્ય અભિનેત્રીના રોલમાં દીપિકા હતી. આ સીરીયલ એ લોકોમાં બહુ ફેમસ થઇ હતી અને તેની એક્ટિંગના ઘણા લોકો વખાણ કરતા હતા.