આ જગ્યા પર થાય છે કંઇક આ રીતે ડિનર, આજે જ આપી દો તમારા પાર્ટનરને સરપ્રાઇઝ પાર્ટી…

160 ફૂટની ઉંચાઈ પર ડીનર કરી એક અલગ જ રોમાંચનો અનુભવ કરો! ભારતમાં જ ખુલ્યું છે હવામાં લટકું રેસ્ટોરન્ટ

આમ તો આજે માણસ જીવવા માટે નથી જમતો પણ જમવા માટે જીવી રહ્યો છે. તેને કલાકે કલાકે નવા નવા સ્વાદના ચટાકા સુજે છે અને તેવી જ રીતે તેને એટલે કે માણસ જીવને હરદમ કંઈક નવા જ રોમાંચની તલાશ રહે છે. અને માટે જ આજે દુનિયામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સાથે જ વિશ્વના ખૂણે ખૂણે ભારતીય ભોજન પિરસતા રેસ્ટોરન્ટ્સ પણ વધી ગયા છે.

image source

પણ આજના અમારા લેખમાં અમે તમને એવી માહિતિ આપીશું કે જ્યાં તમારા જીભનો ચટાકો પણ પુરો થઈ જશે અને તમને ભરપુર રોમાન્ચ પણ મળી જશે અને તેના માટે તમારે દુનિયાના કોઈ ખુણે નહીં જવું પણ અહીં ભારતમાં રહીને જ તમે તે રોમાંચક અનુભવ લઈ શકશો.

image source

આ જગ્યા દિલ્લીથી જોડાયેલા નોઇડામાં આવેલી છે. અહીંની એક રેસ્ટોરન્ટ તમને 160 ફુટની ઉંચાઈ પર લઈ જઈને હવામાં જમાડે છે. તે પણ પ્રોપર્લી ડાઈનીંગ ટેબલ પર ભાણું પીરસીને. જેને અહીંના લોકો ફ્લાઇ ડાનિંગ તરીકે ઓળખે છે જે નોઇડાના 38A સેક્ટર પર આવેલી છે.

image source

આ રેસ્ટોરન્ટના આઇડિયાનું મૂળ તો દુબઈમાં છે. કારણ કે આ રેસ્ટોરન્ટના માલિક એટલે કે ફ્લાઈ ડાઇનિંગના મેનેજિંગ ડીરેક્ટર નિખિલ કુમારે આવો જ અનુભવ ભુતકાળમાં દુબઈમાં કર્યો હતો. અને બસ ત્યારથી જ તેમંના મગજમાં તેવું જ રેસ્ટોરન્ટ બનાવવાનો ખ્યાલ ઘુસી ગયો અને છેવટે તેમણે પોતાની ઇચ્છાને વાસ્તવિક સ્વરૂપ આપ્યું અને લોકો આજે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે લાઇન લગાવી રહ્યા છે.

image source

જો કે ઘણા બધા લોકોને આવી રીતે જમીનથી 160 ફૂટ ઉપર હાર્નેસ બાંધીને ડાઈનીંગ ટેબલ પર જમવાનો વિચાર થોડો ભય પમાડે છે. તેના જવાબમાં નીખીલ કુમાર જણાવે છે કે તેમના માટે આ રેસ્ટોરન્ટને લઈને જો કોઈ સૌથી મહત્ત્વની વાત હોય તો તે છે તેમના ગ્રાહકોની સુરક્ષા અને માટે જ તેને બનાવવા પાછળ અને ખાસ કરીને તેને સુરક્ષિત રીતે બનાવવા પાછળ બે વર્ષ કરતાં પણ વધારે સમય લાગ્યો છે.

અને તેને યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે ચલાવવા માટે અહીંના કાર્યકર્તાઓને જર્મનીના નિષ્ણાતની ટીમે ટ્રેનિંગ પણ આપી છે. એટલે કે આ રેસ્ટોરન્ટમાં કોઈ ટ્રેઇન્ડ વ્યક્તિ જ કામ કરી શકે છે.

image source

માત્ર તેટલું જ નહીં પણ રેસ્ટોરન્ટ માટે જે કોઈ મટીરીલયનો ઉપયોગ કરવામા આવ્યો છે તે પણ જર્મનીની કંપની દ્વારા સર્ટિફાઇડ થયેલો છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમાડતા પહેલા અને તેમને 160 ફુટની ઉંચાઈ પર લઈ જતાં પહેલાં તેનું ત્રણવાર પરિક્ષણ કરવામાં આવે છે. અને લોકોને ખુરશી પર વ્યવસ્થિત રીતે એક સુરક્ષિત બેલ્ટ દ્વારા બાંધવામાં આવે છે. જે તેમના માટે કંફર્ટેબલ પણ હોય છે અને તેમનું રક્ષણ પણ કરે છે.

image source

ગ્રાહકોની સુરક્ષા હેતુ ગ્રાહકો માટે પણ કેટલાક માપદંડો રાખવામાં આવ્યા છે જેમ કે એક નોર્મલ વ્યક્તિને આ રેસ્ટોરન્ટ 160 ફૂટની ઉંચાઈ પર જમવાનું પિરસે છે પણ જો કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય અથવા નાના બાળકો હોય તો તેમને તેઓ 4 ફુટથી ઉપર નથી લઈ જતા. અને માટે જ અત્યાર સુધીમાં આ રેસ્ટોરન્ટમાં કામ કરતાં લોકોએ ક્યારેય પોતાના કામ પ્રત્યે બેદરકારી નથી દાખવી અને કોઈ અપ્રિય ઘટના પણ નથી બની. જો કે સેફ્ટીની સાથે સાથે ગ્રાહકોને સ્વાદિષ્ટ ભોજન આપવાની પણ તેમની પ્રાથમિકતા છે.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે એડવાન્સ બુકીંગ કરાવવું પડે છે. અને તેમા ગ્રાહકો માત્ર દિલ્લી કે એનસીઆરના જ નથી પણ વિદેશી ગ્રાહકો પણ ખુબ જ શોખથી આ રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરે છે.

આ રેસ્ટોરન્ટ એક વિશાળ ફ્લાઇંગ ડાઈનીંગ ટેબલ જેવું છે. જેમાં આસપાસ ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને વચ્ચે વેઇટર્સ ભોજન પીરસી શકે તે માટે હરવા ફરવાની જગ્યા આપવામા આવી છે. તેમ જ આ ડાઈનીંગ ટેબલ પર એક સાથે 24 લોકો જમી શકે છે. અહીં લોકો પોતાની સ્પેશિયલ મોમેન્ટ સેલિબ્રેટ કરવા આવે છે કોઈ બર્થડે સેલિબ્રેટ કરે છે તો કોઈ એનીવર્સરી સેલિબ્રેટ કરે છે. અહીં આવનાર વ્યક્તિ સતત 40 મિનિટસુધી હવામાં જુલતા જુલતા સ્વાદિષ્ટ ભોજનનો લાહવો લઈ શકે છે.

image source

ફ્લાઇ ડાઇનીંગ રેસ્ટોરન્ટ હવે પોતાની ફ્રેન્ચાઇઝી પણ વેચી રહી છે અને થોડા જ સમયમાં ગુજરાતના સુરતમાં પણ આવું જ એક રેસ્ટોરન્ટ તેઓ ખોલવા જઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ