જલ્સા કરોને જેંતીલાલ

દિલ્હીના ટ્રાફિક કોન્સ્ટેબલે રેપ સોંગ તૈયાર કર્યું, ‘હેલમેટ નહીં લગાયા તો આપકા ટાઈમ આયેગા’

દીલ્લીના આ ટ્રાફીક પોલીસે હેલ્મેટ પહેરવા માટે એક રેપ સોંગ ટ્વીટ કર્યું. રેપ સોંગનું ટાઈટલ છે ‘હેલ્મેટ નહીં લગાયા તો આપકા ટાઈમ આયેગા’

દીલ્લીમાં એમ પણ પ્રદુષણની સમસ્યાનું કાયમી નીરાકણ આવતું નથી. ઉપરથી ઘણા બધા લોકો ટ્રાફિક રુલ્સ પણ ફોલો નથી કરતા તેવા સંજોગોમાં. દીલ્લીના ટ્રાફિક કોન્સ્ટેબલ સંદીપ સાહીએ એક રેપ સોંગ તૈયાર કર્યું છે અને ટ્વીટર પર ટ્વીટ પણ કર્યું છે.

જેમાં તેઓ લોકોને ટ્રાફિકના નિયમો અનુસરવા કહે છે અને લોકોને ચેતવણી પણ આપે છે કે જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ‘આપકા ટાઈમ આયેગા’.
ટ્રાફિક કોન્સ્ટેબલનું નામ છે સંદીપ સાહી. તેમણે લોકોના હિત માટે આ રેપ સોંગ તૈયાર કર્યું છે.

જો તમને એવું લાગતું હોય કે તેમણે પોપ્યુલારીટી મેળવવા માટે આમ કર્યું હોય તો જરા આ પણ વાંચો. તેમણે અત્યાર સુધી પોતાના પગારમાંથી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનારાઓને હેલમેટ પણ વહેંચ્યા છે.

આમ તેઓ માત્ર ટ્રાફિક પોલીસ તરીકે ચાર રસ્તે ઉભા રહેવાની જ જવાબદારી નથી નીભાવતા પણ ખરા અર્થમાં તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે એક પોલીસ તરીકેની ફરજ પુરી પાડી રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષથી સંદીપ ભાઈએ આ ચળવળ જાણે હાથ ધરી છે. અને તેઓ અવારનવાર ટ્રાફિક રુલ્સ લોકોને રસ્તાઓ પર સમજાવતા નજરે પણ પડ્યા છે.

અને કદાચ તેને ધ્યાનમાં રાખીને જ તેમણે આ રેપ સોંગ તૈયાર કર્યું છે. જે સંપૂર્ણ પણે ટ્રાફિક રુલ્સ અને વાહન ચલાવતી વખતે લોકોની સેફ્ટી માટે જ સમર્પિત છે.

તેનો આ વિડિયો ટ્વીટર પર ઘણી બધી વાર શેયર થઈ રહ્યો છે. અને હાલ સુપર વાયરલ છે.

તમને જણાવી દઈએ ગયા વર્ષે આવેલી રણવીર સીંહની સુપર હીટ ફિલ્મ ગલિ બોયના ગીત ‘અપના ટાઈમ આયેગા’ના આ ત્રણ શબ્દને નજરમાં રાખીને તેમણે આ ટ્રાફિક રેપ સોંગ તૈયાર કર્યું છે. અને આ રેપ સાંભળીને ભલભલી વ્યક્તિને ટ્રાફિક રુલ ફોલો કરવાનું મન થઈ જાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version