બધાને હસાવતા જેઠાલાલને આવ્યા હતા રોવાના દિવસો, આટલા વર્ષો કોઈએ કામ નહોતું આપ્યું, પછી નસીબ પલટાયું અને…

છેલ્લા 12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવવામાં પહેલા નંબરે રહેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં જ પોતાના 3000 એપિસોડ પુરા કર્યા છે. તેમજ આ નિમિત્તે સેલેબ્રિશન પણ કરવામાં આવ્યું હતું. હવે તો ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર શૉ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉભરીને આવ્યો છે. એમાં પણ જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષીને આજે નાના બાળકથી માંડીને મોટા લોકો સુધી તમામ ઓળખે છે.

image source

દિલીપ જોશી એટલા છવાઈ ગયા છે કે ઘણા લોકો તો જેઠાલાલ તરીકે જ ઓળખે છે. તમને જણાવી દઇએ કે, જેઠાલાલે માત્ર 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ ક્ષેત્રેવ જંપલાવ્યું હતું. તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. દિલીપે તેમની લાઇફમાં ખૂબ સ્ટ્રગલ કર્યુ છે. એક સમય એવો પણ હતો કે દિલીપને 1.5 વર્ષ માટે ઘરે બેસવુ પડ્યું હતુ. આમ તો જેઠાલાલે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેમણે કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયાથી કરી હતી. આ ફિલ્મમાં દિલીપે રસોઇયાની ભૂમિકા ભજવી હતી. ભોલા ભૈયાના અવતારમાં દિલીપને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છેવ કે 2006માં તેમનો એક્ટિંગ ગ્રાફ ઘણો જ નીચે પડી ગયો હતો બાદમાં તેમને તારક મહેતા ઑફર થઇ. અસિત મોદીએ પોતાના શૉ માટે દિલીપને જેઠાનો રોલ આપ્યો અને આ રોલ એટલો પોપ્યુલર થયો કે દિલીપે ક્યારેય પાછુ વળીને જોવુ નથી પડ્યું. જેઠાના કેરેક્ટરે એટલી ધૂમ મચાવી કે દીલિપને 10 વર્ષ સુધી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. એવું પણ કહેવામાં આવે છે કે શૉના મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક એપિસોડના 1.5 લાખ રૂપિયા લે છે.

image source

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમની ટોટલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે. શૉમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષી ખૂબ ફેમસ છે. ફેન્સને તારક મહેતામાં જેઠાલાલ ન હોય તે પોસાતુ નથી. દિલીપ જોષીની પત્નીનું નામ જયમાલા જોષી છે અને તેમને બે બાળકો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલા જેઠાલાલ ચંપકલાલ ગડા ઉર્ફે દિલીપ જોશીની ટીવી પર શાનદાર કૉમેડીથી તો લોકો વાકેફ છે જ, પણ બહું ઓછા લોકો તેમના ફેમિલી વિશે જાણતા હશે.

image source

દિલીપ જોશીનો જન્મ 26 1968માં પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો હતો, તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. ટીવી શૉના કારણે લોકો દયા અને જેઠાલાલને પતી પત્ની સમજે છે પણ રિયલ લાઇફમાં જેઠાલાલની પત્ની દયા એટલે કે દિશા વાકાણીથી પણ બ્યૂટીફૂલ છે. જેઠાલાલની પત્નીનું નામ જયમાલા જોશી છે અને તેમને બે બાળકો છે – પુત્ર ઋત્વિક અને પુત્રી નિયતી. પત્ની જયમાલા ખુબ સુંદર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ