દીકરી જન્મશે તો ફિ થશે માફ ! આ સ્ત્રી ડોક્ટરની અનોખી ટેક સમાજ માટે સાબિત થઈ રહી છે પ્રેરણારૂપ…

દીકરી જન્મશે તો ફિ થશે માફ ! આ સ્ત્રી ડોક્ટરની અનોખી ટેક સમાજ માટે સાબિત થઈ રહી છે પ્રેરણારૂપ… આ મહિલા ડોક્ટર એક પણ રૂપિયો નથી લેતાં જો દીકરીનો જન્મ થાય તો… સલામ છે, તેમની કર્તવ્ય નિષ્ઠાને…


આપણાં સમાજમાં આજે એકવીસમી સદીનો મધ્ય સમય આવ્યો તોય દીકરા અને દીકરી બંને વચ્ચે અનેક એવી માન્યતાઓ પ્રવર્તમાન છેજેમાં બંને વચ્ચે ફરક થતો રહેતો છે. ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય પણ દીકરી અને દીકરા વચ્ચેની માનસિક અસામનતાનો ભોગ બને છે. તેમની પાછળ થતી ઉછરણી અને તેમની પાછળ થતા ખર્ચ માટે પણ ભેદ રાખવામાં આવે છે. આપણાં સમાજમાં આજે પણ દીકરો જન્મે એવો આગ્રહ રાખવામાં આવે છે. સરકાર તરફથી પરિક્ષણ કરવાની મનાઈ કરવામાં આવી છે તેમજ ભ્રુણ હત્યા અંતર્ગત અનેક ઝૂંબેશો અને અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં અનેક લોકોને જાગૃતિ લાવવામાં મદદરૂપ થયું છે. તેમ છતાં અનેક સ્ત્રી પીડિતાઓની ફરિયાદો અને દુષ્કર્મોના સમાચારો ચારેય દિશાઓથી મળતા રહેતા હોય છે.


દીકરીને સાપનો ભારો માનવાની પ્રથા આજના આધુનિક યુગમાં નાબૂદ થવી જોઈએ. તેના માટે અનેક જાગૃતિ અભિયાન અને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સરકારી કે બીનસરકારી એકમો દ્વારા લોકોને વિવિધ પ્રવૃત્તિઓથી સમજણ આપવાના કાર્યો પણ થતાં હોય છે. તેમ છતાં લોકોને માટે દીકરો તે તેમનો વારસો જાળવશે અને દીકરી તો પરણીને પારકી થઈ જશે એવી વિચારસરણી જતી નથી. દીકરો ભલેને ઘર – પરિવારનો વારસો વધારે પણ દીકરી તો બે ઘર ઉજાળે છે એ સમજણ હજુ વ્યાપક રીતે આ જમાનામાં પણ નથી અપનાવી શકાતી. તેમાં પણ નાની નાની બાળકીઓ સાથે તથા દુષ્કર્મોના સમાચારોને કારણે ભયનો માહોલ વધતો જાય છે ત્યારે એવા અભિગમની તાતી જરૂરિયાત રહેતી હોય છે કે જે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપે. વળી, જો જન્મદરની વાત કરીએ તો આંકડાકીય હિસાબો પણ એવું કહે છે કે દીકરીઓના દર કરતાં દીકરાઓ ખૂબ જ વધારે જન્મે છે. પરિણામે ભવિષ્યમાં છોકરાઓ દીઠ પરણવા માટે છોકરીઓનો દર ઓછો રહેશે. જે માત્ર સામાજિક રીતે જ નથી પરંતુ કુદરતી સંચાલિત માનવજીવનની વ્યવસ્થા માટે પણ ભયજન પરિણામ સૂચવે છે.


આ બધું જ સમજીને એક એવા ડોક્ટર મેડમની અમે વાત કરીશું આજે જેઓ દીકરીઓના જન્મને એક પ્રસંગની જેમ ઉજવે છે તેમના નર્સિંગ હોમમાં અને દીકરી જન્માવનાર માતાપિતા પાસેથી કોઈ જ તબીબી ફી નથી લેતાં… આવો જાણીએ આ પ્રેરણાત્મક વ્યક્તિ વિશે અને તેમની કામગીરી જાણીએ.

બાળકીના જન્મને ઉજવે છે અનોખી રીતે આ મહિલા તબીબ…


દીકરી હોય કે દીકરો સંતાન જન્મ એ ઇશ્વરની અનોખી ભેંટ હોય છે. દરેક માતાપિતાને તેમનું સંતાન ખૂબ જ વહાલું હોય છે. અને સૌ કોઈ કેટકેટલી માનતાઓ બાદ ખોળો ખૂંદનારની ખુશહાલી મેળવવાનું નસીબ થતું હોય છે ત્યારે એવા પણ પરિવાર હોય છે જેઓ દીકરી છે કૂખે એવું જાણી લે તો તેને ગર્ભમાં જ મારી નાખવા ઇચ્છતું હોય છે. તેની પાછળ અનેક કારણ હોઈ શકે, ભલે પછી તે એક કરતાં વધુ દીકરી જન્મી હોય કે કાળજું કંપાવી દે તેવા સમાચારો હોય કે વારસાગત પેઢીને સાચવનાર આવશે તેવી ઇચ્છા હોય, કારણ જે હોય તે પરંતુ દીકરીના જન્મને નકારવું એ સૌથી મોડું પાપ હોય છે.


એવું જો લોકો સમજતા થઈ જાય તો અનેક સામાજિક સમસ્યાઓનો હલ નીકળી જઈ શકે એમ છે. આવી જ એક ઝૂંબેશને આગળ વધારવા માટે અમે આપનો પરિચય કરાવીએ છીએ ડો. શીપ્રા ઘર. તેઓ જ્યારે એમના નર્સિંગ હોમમાં દીકરી જન્મે તો પોતાના ખર્ચે સૌને મીઠાઈ ખવરાવે છે. એટલું જ નહીં પરંતુ મા – દીકરીનો ખર્ચ પેઠે પોતાની ફી પણ નથી લેતાં. તેઓ સગર્ભા મહિલા અને તેમના પરિવારને દીકરીના જન્મનું મહત્વ સમજાવીને તેમને દીકરી જન્મે તો ઉત્સવ મનાવજો એવું કહી પ્રોત્સાહન આપે છે. વહાલી દીકરીને જન્મ આપીને ખુશહાલ દંપતી આ ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ સમજીને ધન્યવાદ પણ આપતાં હોય છે.

ભ્રુણ હત્યા વિરુદ્ધ દીકરીના જન્મ વિશે અભિયાન ચલાવતાં ડો. શીપ્રા ઘર, શું કહે છે, જાણો તેમનો સંદેશ…


ડો. શીપ્રા ઘરે બી.એચ.યુથી એમ.બી.બી.એસ તેમજ એમ.ડીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ વારાણસીના પહાડીયા નામનાગામના વિસ્તારમાં ખાનગી નર્સિંગ હોમ ચલાવે છે. તેઓ કહે છે કે એમણે એમની તબીબી કારકિર્દીમાં એવા કેસ પણ જોયા છે કે દીકરીનો જન્મ થાય ત્યારે પરિવારના લોકોના ચહેરા ઉપર ખુશી નથી જોવા મળતી. વળી, કોઈ તો “પેટ ચીરીને દીકરીઓ કેમ કાઢું?” જેવા અનેક નકારાત્મક અભિગમ સાથેના કહેણ પણ સાંભળ્યાં છે. તેઓ કહે છે કે લોકોના મોંઢે આ વિચારસણી બદલાય એ માટે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તેઓ મીઠાઈ વહેંચે છે અને ફી નથી લેતાં. એઓ પોતાના નર્સિંગ હોમમાં દંપતીઓને સમજાવવીને પરિક્ષણ કરવાની ના પાડી દઈને ભ્રુણ હત્યા વિરુદ્ધ અભિયાન પણ ચલાવવામાં સક્રિય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ