સુરેન્દ્રનગરના આ લગ્નએ 6 કરોડ ગુજરાતીનું ધ્યાન ખેંચ્યું, ક્ષત્રિયની દીકરીની હિનાબાએ બેસાડ્યો નવો જ દાખલો

હાલમાં જ જુનાગઢના એક લગ્ન ચર્ચામાં આવ્યા હતા કે એક પાંચ ફૂટની છોકરીએ બે ફૂટના છોકરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હવે ફરીથી એક લગ્ન ચર્ચામાં આવ્યા છે અને એક દીકરીની ચારેબાજુ વાહવાહી થઈ રહી છે. તો આવો જાણીએ કે શા માટે આ લગ્ન ચર્ચામાં છે અને દિકરીની પ્રશંસા થઈ રહી છે. આમ તો આપણે ત્યાં એક વાત વારંવાર બોલવામાં આવે છે કે દીકરી એ વ્હાલનો દરિયો છે. ત્યારે હાલમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. આ દીકરીનું નામ હિનાબા.

image source

જો આ લગ્ન વિશે વિગતે વાત કરીએ તો ફેરા માટે હિનાબા સોળ શણગાર સજીને જ્યારે વરરાજા વ્હીલચેરમાં લગ્ન મંડપમાં આવ્યા હતા. ત્યાર બાદ હિન્દુ રીતિ-રિવાજ મુજબ તેમનાં લગ્ન શરૂ થયાં હતાં તેમજ ફેરા ફરતી વખતે હિનાબાએ પોતે જ વરરાજાની વ્હીલચેર ચલાવીને ચોરીના ફેરા લીધા હતા. ત્યારે એક તરફ સુરેન્દ્રનગરના મૂળી ગામના વતની યુવક એવા દિગ્વિજયસિંહ પરમારના પિતા રઘુવીરસિંહ પરમાર સાથે જ્યારે આ વિશે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો દિગ્વિજયસિંહ પગેથી દિવ્યાંગ છે.

image source

આગળ કહ્યું કે- તે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યો છે. તેનો વિડિયો થોડા સમય પહેલાં ફરતો થયો હતો. આ સમયે પોરબંદરનાં હીનાબાએ વિડિયો જોયો અને તેમની અને મારા દીકરા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ લગ્નની વાત આવી ત્યારે મેં હિનાના પરિવારને મારા દીકરા વિશે વાત કરી હતી, પરંતુ દીકરો દિવ્યાંગ હોવાથી સ્વાભાવિક હતું કે દીકરીનો પરિવાર પણ આ લગ્ન માટે એકદમ તૈયાર ન થાય, પરંતુ થોડા સમય બાદ તેમનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો અને અમે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં.

image source

જો સામાન્ય રીતે વાત કરીએ તો કોઈપણ યુવતીને રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ કરે છે, પરંતુ પોતામાં કોઈ ખોટ ન હોવા છતાં દિવ્યાંગ મુરતિયો પસંદ કરવાનું સાહસ તો કોઈ ક્ષત્રિયાણી જ કરી શકે. 30મી નવેમ્બરે રોજ સુરેન્દ્રનગરના ગાયત્રી મંદિરમાં યોજાયેલા એક લગ્નએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તેમજ લગ્નવિધિનો એક વીડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દિવ્યાંગ યુવકને વ્હીલચેર બેસાડી એક યુવતી ફેરા ફરતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, વ્હીલચેરને કન્યા જ ધક્કો મારીને ફેરા ફરી હતી. વિચારો કેવો નજારો હશે અને શું માહોલ હશે. ખરેખર જોવાલાયક હશે.

image source

હવે આ વીડિયો વાઈરલ થયો છે અને ચારેકોર દીકરીના વખાણ થઈ રહ્યા છે. જ્યારે એક દીકરી તેના પરિવારજનોને કહે કે તે જે યુવક સાથે લગ્ન કરવા માગે છે તે દિવ્યાંગ છે. આમ છતાં તેણે આખી જિંદગી તેની સાથે વિતાવવા માગે ત્યારે કોઈપણ દીકરીનાં માતા-પિતા હચમચી જાય છે, પરંતુ એક ક્ષત્રિયની દીકરીએ આવું સાહસ બતાવ્યું. તેના આ નિર્ણયની હાલ સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે અને યુવતી માટે ભારોભાર આદર વ્યક્ત કરી રહ્યા છે. દિવ્યાંગ યુવક સાથે સંસાર શરૂ કરવાના સોણલા જોનારી આ દીકરી એટલે પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવા. વાત કરીએ તો હિનાબાએ સુરેન્દ્રનગરના દિવ્યાંગ યુવક દિગ્વિજયસિંહ પરમાર સાથે 30મીએ ગાયત્રી મંદિરમાં ચોરીના ચાર ફેરા ફર્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ