જલ્સા કરોને જેંતીલાલ

દિકરીના લગ્ન અને વિદાયવેળાએ સૌથી વધુ જો કોઈ દુઃખી હોય તો એ હોય છે પિતા, લાગણીસભર વાતો…

આપણા જીવનમાં ઘણા બધા સંબંધોનું નિર્માણ થતું રહે છે. અને સમયે સમયે તે સંબંધો તૂટતા-ભૂલાતા પણ હોય છે. પણ માતાપિતાનો સંબંધ તમારા પૃથ્વી પર શ્વાસ લેતા પહેલાં જ જોડાઈ જાય છે. માતાનો સંબંધ એવો હોય છે કે તેના હૃદયમાં જે હોય તે તેણી પોતાના બાળકો સમક્ષ શબ્દો થકી કે વહાલ થકી ઠાલવી દે છે.


પણ પિતા એ જીવનનું એક એવું પાત્ર છે જે પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા, જો કે તેઓ પોતાના બાળકોને માતા જેટલો જ પ્રેમ કરે છે પણ તેઓ પોતાની તે લાગણી ક્યારેય ખુલ્લા હૃદયે વ્યક્ત નથી કરી શકતા. પિતા નથી તો ક્યારેય પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કે નથી તો પોતાની ખુશી વ્યક્ત કરી શકતા. ભગવાને તેમનું નિર્માણ જ કંઈક એવું કર્યું.

દીકરી અને પિતાનો સંબંધ કંઈક અનેરો જ છે. માતાને હંમેશા પુત્ર માટે વધારે લાગણી હોય છે જ્યારે પિતાને હંમેશા દીકરી જ લાડકી લાગે છે. માટે જ્યારે દિકરીની વિદાયની પળો આવે છે ત્યારે માતા ભલે રડી લેતી હોય પણ તેણી કરતાં વધારે દુઃખી તો પિતા જ હોય છે.

પિતા દીકરીને એક સ્ત્રી કેવી હોવી જોઈએ એ નથી શીખવતા પણ એક સ્ત્રી કેવી રીતે ટ્રીટ થવી જોઈએ તે શીખવે છે. એક દીકરી પોતાની જાતને એટલા માટે રાજકુમારી નથી અનુભવતી કે તેણીને કોઈ રાજકુમાર મળી ગયો હોય છે પણ તે પોતાની જાતને એટલા માટે રાજકુમારી અનુભવે છે કારણ કે તેનો પિતા એક રાજા હોય છે.

આપણે અહીં તો લગ્ન પછી રાખવામાં આવતા રિસેપ્શનમાં દીકરી કે દિકરાને સંબોધવાની કોઈ રીતી નથી. પણ પશ્ચિમિ સંસ્કૃતિમાં લગ્ન બાદના ડીનરમાં વર-વધુના નજીકના સંબંધી તેમજ મિત્રો તેમની સમક્ષ પોતાના મીઠા સંબંધની લાગણી વ્યક્ત કરતા હોય છે અને તેમને આવનારા લગ્નજીવન માટે શુભેચ્છાઓ પાઠવતા હોય છે.

આપણી આજની વિડિયોમાં પણ પિતાની આવી જ એક લાગણી નીતરતી સ્પિચ છે. વધુનું નામ છે પ્રિયંકા ચોપરા, જેણી એક ડોક્ટર છે અને તેના પિતા પણ એક ડોક્ટર જ છે. તેમને પોતાની પુત્રિ પર અત્યંત ગર્વ છે. તેમની પુત્રી તેમના માટે કોઈ રાજકુમારીથી જરા પણ ઓછી નથી. તેમને પોતાની દીકરી પર ગર્વ છે તેણીના એચિવમેન્ટ પર ગર્વ છે.

તેઓ અહીં ભીના અવાજે પોતાની દીકરીને આશ્વાસન આપે છે કે જો હું તારી નજીક ન હોઉં, ભલે હું તને દેખાતો ન હોવ પણ હું તારી આસપાસ જ હોઈશ તારી પાસે જ હોઈશ પછી આ દુનિયામાં હોઉં કે ન હોઉં. હોઈશ તો હું તારી આસપાસ જ.

વિદાય વેળાએ પિતાની લાગણીને વ્યક્ત કરતી આ વિડિયોને ચોક્કસ જુઓ. તમારી આંખના ખૂણા પણ ભીના થઈ જશે.

Exit mobile version