સરકારી યોજના- દિકરીને મળશે 40 લાખ, જાણો કેવીરીતે કરશો એપ્લાય..

સરકારી યોજના- દિકરીને મળશે 40 લાખ

જાણો આ યોજના વિષેની વિગતવાર માહિતી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ઘણી બધી યોજનાઓની જાહેરાતો કરી છે. જેમાં ઘણી બધી યોજનાઓ એવી છે જેનો સીધો જ લાભ સામાન્ય માણસ ઉઠાવી શકે છે. આ યોજનાઓમાંની એક યોજના એવી છે જેમાં પૈસા જમા કરાવવા પર દિકરીને 40 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

એક વ્યક્તિ વધારેમાં વધારે પોતાની 3 છોકરીના ખાતા આ યોજના હેઠળ ખોલાવી શકે છે. જો કોઈની ત્રણ છોકરીઓ હોય અને તેમના જુદાં જુદાં ખાતા ખોલાવી તેમાં યોજનાના નિયમો પ્રમાણે પૈસા જમા કરાવવામાં આવે તો 1.2 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ ભેગુ કરી શકાય છે. અત્યારે જેટલી પણ ફિક્સ ઇન્કમની યોજનાઓ ચાલી રહી છે, તેમા આ યોજના સૌધી વધું વ્યાજ આપતી યોજના છે.

કેન્દ્ર સરકારની યોજના હોવાના કારણે તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે તેની પણ ગેરેન્ટી છે. આ ખાતાને તમે બેન્ક કે પોસ્ટ ઓફિસ તમે ઇચ્છો ત્યાં ખોલાવી શકો છો. આ ઉપરાંત આ ખાતા હેઠળ થતી આવક પર ઇન્કમ ટેક્સની કલમ 80 હેઠળ કેટલીક છૂટ પણ આપવામાં આવે છે.

યોજનાની અપૂરતી જાણકારી

સરકાર આ પ્રકારની ઢગલાબંધ યોજનાઓ બહાર પાડે છે. પણ ઘણા ઓછા લોકોને આ યોજનાઓની યોગ્ય જાણકારી હોય છે જેના કારણે જરૂરિયાતવાળા લોકો તેનો ફાયદો નથી ઉઠાવી શકતા.

ચાલો જાણીએ આ યોજના વિષે વિગતવાર

આ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનામાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સ્કિમમાં વ્યાજની ગણતરી હાફ યરલી કમ્પાઉન્ડિંગના આધારે કરવામાં આવે છે, તેનાથી વાસ્તવિક વળતર વધી જાય છે.

યોજનાના નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ માત્ર 2 છોકરીના નામે જ આ ખાતુ ખોલાવી શકે છે. જો કે તેમાં એક રાઈડર છે, જો બંને છોકરીઓ જોડકી હોય તો તેમના સિવાય ત્રીજી છોકરીના નામે પણ ખાતુ ખોલાવી શકાય છે.

યોજનાના લાભ

આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાની 10 વર્ષની છોકરીના નામે આ ખાતુ ખોલાવી શકે છે. આ એકાઉન્ટની શરત પ્રમાણે તેમાં તમે 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. જો તમે તમારી 1 વર્ષની છોકરીનું ખાતુ ખોલાવો છો તો તે 15 વર્ષની થાય ત્યાં જ સુધી આ ખાતામાં રોકાણ કરી શકો છો. તેવામાં 15 વર્ષથી 21 વર્ષ વચ્ચે આ યોજનામાં કોઈપણ પ્રકારના રોકાણ વગર વ્યાજ મેળવી શકાય છે.

આ ખાતામાં વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. 14 વર્ષ સુધીમાં 1.5 લાખ (એટલે કે દર મહિને 12500 રૂપિયા) વાર્ષિક રોકાણ કરવામાં આવશે તો 15 વર્ષે 40 લાખ રૂપિયા જમા થઈ જશે. જો તે 40 લાખને કાઢવામાં ન આવે તો તે 21 વર્ષે 64.8 લાખ રૂપિયા થઈ જશે.

OLYMPUS DIGITAL CAMERA

ખાતામાં રકમ પાકવાના નિયમો

આ એકાઉન્ટને છોકરીના લગ્ન પર 18 વર્ષે બંધ કરાવી શકાય છે. જો એમ ન કરો તો છોકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે તે આપોઆપ મેચ્યોર થઈ જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ