માધુરી નેવુના દાયકાની સુપરહીટ અભિનેત્રી છે. જેનો જાદુ આજે પણ તેવોને તેવો જ છે. આજે પણ તેણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તાજેતરમાં જ તેની ફિલ્મ કલંક આવી ગઈ. ફિલ્મ ભલે ન ચાલી હોય પણ તેણીના પર્ફોમન્સના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

માધુરી સોશિયલ મિડિયા પર ઘણી એક્ટીવ છે. તેણીની પોતાની યુ ટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ પર તેના લાખો ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર પણ તેણી એક્ટીવ છે. અને અવારનવાર તેણી પોતાના પર્સનલ તેમજ પ્રોફેશનલ ફોટોઝ શેયર કરતી રહે છે.
View this post on Instagram
થોડા દીવસ પહેલાં તેણી પતિ શ્રીરામ અને બાળકો સાથે યુરોપના પ્રવાસ પર હતી. અને ત્યાંથી તેણીએ ઘણા બધા ફોટોઝ પોતાના ચાહકો માટે શેયર કર્યા હતા. જેને હજારો લાઇક્સ મળી હતી.

પણ હાલ તેણી યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાના પુત્રો રેયાન અને એરિન સાથે ન્યુયોર્કમાં છે. લાગે છે હાલ બોલીવૂડ સ્ટાર્સને ન્યુયોર્કનું વળગણ લાગ્યું છે. માધુરી, મલ્લાઈકા, આલિયા અને રનબીર જેવા બોલીવૂડ સ્ટાર્સ હાલ ન્યુયોર્કમાં જ પોતાની રજાઓ ગાળી રહ્યા છે.

ઘણીવાર માધુરી જૂની યાદો તાજી કરવા માટે અવારનવાર પોતાના બાળકો સાથેના જુના ફોટો શોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. દીકરાઓના જન્મદિવસના દિવસે પણ તે ઘણીવાર પહેલાના સમયને યાદ કરતી જોવા મળે છે.

સફળ કારકીર્દીને અધવચ્ચે જ વિરામ આપીને માધુરીએ અચાનક અમેરિકા સ્થિત ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરીને માત્ર તેના ફેન્સ જ નહીં પણ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યમાં મુકી દીધા હતા. લગ્ન બાદ અધુરા કોન્ટ્રાક્ટ પૂર્ણ કરી તેણી કાયમ માટે અમેરિકા સ્થિર થવા જતી રહી.

લગ્ન બાદ તેણીએ બે પુત્રોને જન્મ આપ્યો અને યુ.એસ.એમાં એક સામાન્ય ગૃહિણીનું જીવન પસાર કરવા લાગી. માત્ર પસાર જ નહોતી કરવા લાગી પણ તેણીને પોતાનું આ નવું જીવન ખુબ જ ગમવા લાગ્યું હતું. અને તેના ફેન્સને તો જાણે એમ જ લાગી રહ્યું હતું કે તેણી કાયમ માટે બોલીવૂડ છોડીને જતી રહી.

પણ તે પરત ફરી અને અને ફિલ્મો પણ કરી જોકે તેણીને ફિલ્મોમાં પહેલા જેવી સફળતા ન મળી શકી. પણ તેણીના નૃત્ય કૌશલ્યને તેણીને એક અલગ જ દીશા બતાવી અને તેણી ટીવી પર પ્રસારીત થતાં વિવિધ ડાન્સ શોની પ્રતિષ્ઠિત જજ બની ગઈ. અને તેણીએ પોતાની એક ડાન્સ ઇન્સ્ટીટ્યુટ પણ ખોલી લીધી.

આજે માધુરી પોતાના પરિવાર સાથે મુંબઈમાં કાયમી ધોરણે સ્થિર થઈ ગઈ છે. તેના બાળકોએ પણ પોતાનો શાળાનો અભ્યાસ અરધો યુ.એસ.એમાં તો અરધો ઇન્ડિયામાં કર્યો છે. તેના પતિ શ્રીરામ નેને પણ પોતાની હોસ્પિટલ મુંબઈમાં જ ચલાવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ