દિકરાએ આપી માતાને સરપ્રાઈઝ, તમારી પણ આંખો ભીની થઇ જશે…

આજે ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિદેશમાં સેટલ થવા કે આગળ અભ્યાસ અર્થે પરદેશગમન કરી રહ્યા છે. અને પાછળ પોતાના કુટુંબીજનો, માતાપિતા, ભાઈ-બહેન, પત્નિ-બાળકોને મજબુરીથી એકલા મુકતા જાય છે. બધા પ્રગતિની આશાએ એકબીજાથી હસતા-રડતાં એરપોર્ટ પર છુટ્ટા પડે છે. આ દ્રશ્ય જો તમે એરપોર્ટ પર નિયમિત જતા હશો તો તમને ચોક્કસ જોવા મળતા જ હશે.


અને માત્ર વિદેશ જતાં લોકોની જ અહીં વાત નથી થઈ રહી પણ આપણા સુરક્ષા જવાનો જે મહિનાઓ સુધી પોતાના કુટુંબથી દૂર બોર્ડર પર દેશની રક્ષા કરે છે તેઓ પણ જ્યારે પોતાના વતન પાછા આવે છે અને માતાપિતા, પત્નિ-બાળકોના ચહેરા પર જે લાગણી તરી આવે છે તે ખરેખર હૃદય ભીંજવી નાખે છે. આમાંના કેટલાક તો ક્યારેય પાછા પણ નથી આવતા. જો કે આજનો આપણી પોસ્ટ દુઃખની નહીં પણ ખુશીની છે.


હંમેશા કોઈ અજાણી ધરતી પર પગ મુકતી વખતે અથવા પોતાના બાળકોને મોકલતી વખતે કુટુંબીજનોમાં એક ચીંતા રહેતી હોય છે કે શું થશે. ધીમે ધીમે સમય પસાર થતો જાય છે અને બધું સેટ થતું જાય છે. પણ અહીં કુટુંબીજનોને અને ત્યાં વિદેશમાં પોતાના કુટુંબને છોડીને આવેલી વ્યક્તિને પોતાનાઓની યાદ સતાવતી રહે છે. અને જ્યારે તમે વિદેશ જતાં હોવ છો ત્યારે તમે ત્યાંથી ઓછામાં ઓછું વર્ષ પહેલાં તો પાછા આવી જ નથી શકવાના.


અને ત્યાંના નિયમો પ્રમાણે તમારે ત્યાં વધારે લાંબુ પણ રોકાવું પડે. માટે પાછા આવવાની કોઈ નિશ્ચિતતા નથી હોતી. જો કે આજકાલના ટેક્નોલોજીના યુગમાં તમે સતત પોતાના કુટુંબીજનોના કોન્ટેક્ટમાં રહો છો. અને તમને સારા-નરસાની ખબર મળતી રહે છે. પણ જે અનુભુતિ સાક્ષાત્કારમાં આવે તે ફોન કે વિડિયોકોલ્સ પર ન જ આવે.


અને માટે જ જ્યારે આપણું પોતાનું કોઈ વિદેશ ગયેલું વર્ષ-બે વર્ષ કે પછી ત્રણ વર્ષે આપણને મળે છે ત્યારનું દ્રશ્ય જ કંઈક અલગ હોય છે.

આજે અમે તમારી સમક્ષ જે વિડિયો શેયર કરવા જઈ રહ્યા છે તે પણ આવા જ એક કૌટુંબિક મિલનની છે. આજની આપણી વિડિયો વિદેશ ગયેલા એક યુવાનની છે જે લગભગ બે વર્ષે પોતાના વતન પાછો આવી રહ્યો છે.


વિદેશ ગયેલો દિકરો ક્રિસ્મસની રજાઓમાં પોતાના માતા-પિતાને મળવા આવી ગયો છે પણ થોડા અલગ અંદાજમાં. પોતાના માતાપિતાને સર્પ્રાઇઝ આપવા તેણે સેન્ટાનો વેશ લીધો છે. અને ચોકલેટો વેચતો ફરે છે. માત્ર તેના મિત્રો જ જાણે છે કે તે કોણ છે, બીજા કોઈને નથી કે તે કોણ છે, અને જે ક્ષણે તે પોતાના ચહેરા પરથી ટોપી અને ડાઢી દૂર કરે છે તે વખતે તેની માતા અને બહેનના ચહેરા પર છલકાઈ આવતી લાગણીનું દ્રશ્ય અદ્ભુત છે.