ગણતંત્ર અને સ્વતંત્ર દિવસ પર થતા ધ્વજારોહણ વચ્ચેના તફાવતની રસપ્રદ માહિતી વાંચીને તમે પણ પડી જશો વિચારમાં

ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસ પર થતાં ધ્વજારોહણ વચ્ચેના તફાવતની રસપ્રદ માહિતી વાંચો અને તમારા બાળકોને પણ જણાવો

image source

આપણે બધા સારી રીતે જાણીએ છે કે 15મી ઓગસ્ટ કે જે આપણો સ્વતંત્રતા દિવસ છે ત્યારે અને 26મી જાન્યુઆરી કે જે આપણો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ધ્વજ વંદન કરવામા આવે છે. પણ આ બન્ને દિવસના ધ્વજવંદન કે પછી ધ્વજારોહણમાં ઘણું બધું અંતર હોય છે.

દીલ્લી ખાતે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ભારત દેશ પોતાનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 26મી જાન્યુઆરીના દિવસે દેશમાં સંવિધાન લાગુ કરવામા આવ્યો હતો.

image source

દેશના આ અત્યંત મહત્ત્વના દિવસે રાષ્ટ્રપતિ દીલ્લી ખાતેના રાજપથ પર ઝંડો લહેરાવે છે. આમ તો 15મી ઓગસ્ટના દિવસે પણ ધ્વજ ફરકાવવામાં આવે છે પણ આ બન્ને દિવસ પર ફરકાવવામાં આવતા ધ્વજ વચ્ચે કેટલાક અંતર હોય છે.

અને સાથે સાથે આ બન્ને દિવસની ઉજવણી વચ્ચે પણ ઘણો બધો તફાવત રહેલો હોય છે. તો ચાલો જાણીએ આ અંતર વિષે.

image source

– 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે ધ્વજ પહેલેથી જ ઉપર હોય છે માત્ર તેને ફરકાવવામાં જ આવે છે જ્યારે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ તેના સ્તંભની નીચેની તરફ હોય છે તેની સાથે એક દોરી બાંધેલી હોય છે તેને ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાર બાદ તેને ખોલીને ફરકાવવામાં આવે છે.

image source

– ઉપર જણાવ્યું તે તફાવતના કારણે જ જ્યારે 15મી ઓગ્સ્ટના દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે અને જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ફ્લેગ અનફર્લિંગ એટલે કે ઝંડો ફરકાવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે.

– સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે 26મી જાન્યુઆરીના રોજ રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.

image source

– 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે દેશના વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે જ્યારે પ્રજાસત્તાક દિવસે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

image source

– પ્રથમ સ્વતંત્ર દિવસે હજું તો દેશનું સંવિધાન એટલે કે બંધારણ પણ લાગુ કરવામાં નહોતું આવ્યું અને ન તો દેશના રાષ્ટ્રપતિએ પદ પણ ગ્રહણ કર્યું અને માટે જ 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે જ્યારે 26મી જાન્યુઆરી કે જે દિવસે બંધારણ લાગુ પાડવામાં આવ્યું હતુ તે દિવસે દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

image source

– ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે વિદેશી વડાઓને સેરેમનીમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવે છે જ્યારે સ્વતંત્રતા દિવસ પર તેવું નથી થતું.

image source

– ગણતંત્ર દિવસે પરેડ થાય છે જેમાં દેશ પોતાના સૈન્ય બળનું પ્રદર્શન તેમજ સંસ્કૃતિની ઝાંખી કરાવે છે, પણ સ્વતંત્ર દિવસ પર આવું કશું જ નથી કરવામાં આવતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ