જાણો જ્યોતિર્લિંગ અને શિવલિંગ વચ્ચે શું છે મોટો તફાવત, આ સાથે જાણો બંનેનું મહત્વ અને સ્વરુપ વચ્ચેનો ભેદ

જ્યોતિર્લિંગ અને શિવલિંગ વચ્ચે છે મોટો તફાવત, જાણો શું છે બંનેનું મહત્વ અને સ્વરુપ વચ્ચેનો ભેદ

image source

શિવભક્તો નિયમિત રીતે શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરતાં હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જેની મૂર્તિ પૂજા થતી નથી. તેમની પૂજા શિવલિંગના સ્વરુપે થાય છે. ભગવાન શિવના પ્રતિક શિવલિંગ અને તેમના જ્યોતિર્લિંગ એક સમાન જ છે તેવી માન્યતા મોટાભાગના લોકો ધરાવે છે. પરંતુ આવું નથી.

શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગમાં ઘણો તફાવત છે. શું તફાવત છે આજે તમને જણાવીએ.

શિવલિંગ

image source

શિવનો અર્થ થાય છે કલ્યાણ કરનાર અને લિંગનો અર્થ છે નિર્માણ કરનાર. શિવલિંગ શિવજીના નિરાકાર રુપને દર્શાવે છે. શિવજી આદિ, અનાદી અને અંત છે. સંપૂર્ણ જગતનો આધાર છે. શિવલિંગમાં લિંગએ સંપૂર્ણ બ્રહ્માંડ છે અને જલધારી એ પૃથ્વી છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે જગતનો નાશ થશે ત્યારે તે શિવલિંગમાં સમાઈ જશે. શિવલિંગ મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. તેના સ્વરુપે આપણે સાક્ષાત શિવની પૂજા કરીએ છીએ.

જ્યોર્તિલિંગ

image source

ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ પૂજાય છે. જ્યોતિર્લિંગ એટલે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર સ્વયં પૃથ્વી પર 12 સ્થળોએ સાક્ષાત પ્રકટ થયા હતા. આ બાર સ્થળને જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. આ બાર જ્યોતિર્લીંગમાં સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે જ્યોતિર્લિંગ અને શિવલિંગ એક સમાન જ હોય છે. પરંતુ આ બંને વચ્ચે તફાવત છે. આપણે આ વાતને સમજવા માટે શિવપુરાણની એક કથા વિશે જાણીએ. આ કથા અનુસાર એક સમયે સૃષ્ટિના રચનાકાર બ્રહ્મા અને જગત પાલક વિષ્ણુ ભગવાન વચ્ચે વિવાદ થયો હતો. તે બંને વચ્ચે વિવાદનું કારણ હતું કે તે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે ?

image source

આ બંને દેવોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે તેમના આ વિવાદનો અંત લાવવા ભગવાન શિવ એક વિશાળ સ્તંભ સ્વરૂપએ પ્રકટ થયા. તેમણે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ આ સ્તંભનો છેડા સુધી પહોંચી જશે તે શ્રેષ્ઠ હશે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંને એક એક દિશામાં સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા. લાખ પ્રયત્નો છતાં બંનેને તેનો છેડો મળ્યો નહીં અને તે સમજી ગયા કે સૌથી શ્રેષ્ઠ કોણ છે?

image source

વાત કરીએ ભગવાનના શિવલિંગની તો તે ભગવાન શિવની એક સ્વરુપ છે. જે તેમણે તેમના ભક્તો માટે પ્રગટ કરાવ્યું હતું. શિવલિંગની રચના કરી ભક્તોએ શિવને પુજવાની શરુઆત કરી હતી. જ્યારે સ્વયં ભગવાન શિવએ જ્યારે ધરતી પર અવતાર લીધો તે જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા હતા. જ્યોતિર્લિંગનો અર્થ સામાન્ય શબ્દોમાં પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહી શકાય છે.

image source

માનવામાં આવે છે કે તેમાં ભગવાન શિવનો આત્મા વાસ કરે છે. એટલે કે જ્યોતિર્લિંગ સ્વરુપે ભગવાન શિવ સદેહ સ્વયંભૂ પોતે ધરતી પર બિરાજે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ