કિશોરાવસ્થામાં સ્વાસ્થ્યને ફાયદાકારી બાબતો – ડાયટિંગ લાંબાગાળે નુકસાનદાયી

કિશોરાવસ્થામાં મોટાભાગે યુવતીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતી હોય છે. જે ભવિષ્યમાં તેમના માટે મુસીબત નોતરે છે. કડક ડાયટિંગ કરનારી યુવતીઓને એનોરોકિસયા ની તકલીફ થઈ શકે છે. ડાયટિંગ કરવાની બદલે સમતોલ આહાર લેવો. રોજિંદા આહારમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી જેવા ખાદ્યપદાર્થોને સમાવેશ કરવો મહત્વનો છે.

ડાયટિંગ કરનારી યુવતીઓની આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય છે. તેમજ ત્વચા રૂક્ષ અને કાંતિહીન બને છે. તો વાળ ખરે છે અને દ્વિમુખી બને છે.

તેથી જ રોજિંદા આહારમાં વિવિધ ફળોનો સમાવેશ કરવો. સુકામેવાનું નિયમિત સેવન કરવું. પાંદડાયુકત ભાજીનું સેવન વધુ કરવું. શરીરમાં નમી જળવાઈ રહે તે માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી. ડાયટિંગને બદલે યોગા અથવા જિમનેશિયમ કરવા.

બહારનુ ખાવાને બદલે ઘરનું ખાવું. બહાર નીકળો ત્યારે સાથે ફળો કે ફણગાવેલા કઠોળ સાથે રાખવા. તેનાથી પોષણની સાથે સાથે પેટ પણ ભરાઈ જાય છે.

શાળા કે કોલેજની કેન્ટીનમાં નિયમિત ખાવાનું ટાળો. તળેલા પદાર્થો ખાવાથી શરીર પર ચરબીના થર ઝડપથી ચડવા લાગે છે. ડબ્બાબંધ તૈયાર જયુસના પેકેટસ્ કે સોફ્ટ ડિંકમાં ભરપુર પ્રમાણમાં સાકર હોવાથી તેનું સેવન ટાળવું. તેની બદલે ઘરે બનાવેલ લીંબુ શરબત પીવાની આદત પાડવી તેમજ તેમાં ચપટી મીઠું નાખવું જેથી ડિહાઈડ્રેશનનો ભોગ ન બનાય.

સવારનો નાસ્તો કરીને ઘરથી બહાર નીકળવું વધુ પડતી દુધવાળી ચા કે કોફીના બદલે ગ્રીન ટી કે બ્લેક કોફી નો દિનચર્યામાં સમાવેશ કરવો.

ટીપ્પણી