ડાયાબિટીસના દર્દી મિત્રો માટે ખાસ માહિતી, કયાંક તમને તો આ ચામડીનો રોગ નથી ને…

ડાયાબિટીઝને રાજરોગ કહેવાય છે. તેને લીધે એવી અનેક બીમારીઓ સાથે પેકેજમાં આવે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. થાક લાગવો, શરીર ઝકડાઈ જવું અને કોઈને ખૂબ ભૂખ લાગવી તો કોઈને સહેજ પણ ન લાગવી જેવી બાબતો તો સામાન્ય થઈ જાય છે. સાથે બ્લડ પ્રેશર અને અન્ય કાયમી રોગો થાય છે.


તેનો કંટ્રોલ કરવા આપણા રોજિંદા ખોરાકમાં પરેજી પાળવી પડે છે. રોજના કાર્યોમાં નિયમિતતા રાખવી પડે છે અને એવી કેટલીક આદતો પાડવી પડે છે જે તમને ડાયાબિટીઝ સામે રક્ષણ આપવા ઉપયોગી થાય. ખરેખર તો ડાયાબિટીઝને લીધે શરીરમાં અમુક આડઅસર થતી હોય છે. જે આપણને કોઈવાર તરત નથી ખબર પડતી પરંતુ ધીમેધીમે સમજાય છે. કદાચ બની શકે જ્યારે એ રોગ વિશે ખ્યાલ આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. જેથી ચેતતા નર સદા સુખીનું સુવાક્ય ધ્યાનમાં રાખવા જેવું છે.

એંટેથોસિસ નિગ્રિકન્સ – ACANTHOSIS NIGRICANS


આ એક એવો ચામડીનો રોગ છે જે ચહેરા પાછળની ગરદન, બગલ, કોણીની પાછળ કે સાથળ પાછળના સળમાં શરીરના સાંધાઓમાં સળ પડીને નાના નાના ભીંગડાંઓ થાય છે. આ ચર્મ રોગ માત્ર ડાયાબિટીઝને લઈને જ થાય છે. ત્વચાની સ્વચ્છતા રાખવી, વજન ઘટાડવું, ડોક્ટરોએ આપેલ દવાને યોગ્ય રીતે ચામડી પર લગાવવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા સિવાય તેનો બીજો કોઈ ખાસ ઉપાય નથી હોતો. હા, ડાયાબિટીઝ નિયંત્રણમાં રાખવું પડે છે.

ડાયાબિટીક ડર્મોપેથી


આ સ્થિતિમાં શરીરની ચામડી કાળી અને સળ પડેલી દેખાય છે. તેના અંડાકાર અથવા ગોળાકાર ડાગ હોઈ શકે છે. તે માત્ર ચહેરા પર જ નહીં પગ પર પણ દેખાઈ શકે છે. આ વધારે હાનિકારક નથી અને તેની કોઈ સારવારની જરૂર નથી. જો તમને આવી ત્વચાની સમસ્યા હોય, તો તમારે ખૂબ ચિંતા કરવાની જરૂર નથી.

નેક્રોબાયોસિસ લિપિઇડિક ડાયાબિટીકોમ


ત્વચા પર લાલ ચકામા થઈને થોડા ઊંડા અને મોટા ફોડલા જેવું તે દેખાય છે. આ ખૂબ પીડાદાયક પણ છે. તેને ખંજવાળ પણ આવી શકે છે. આની સારા ડોક્ટર્સ પાસેથી તપાસ કરાવવી જોઈએ. જેથી તે વધારે વિકાસ ન પામે.

ડાયાબિટીક બ્લિસ્ટર્સ


તે એક ખૂબ જ સાવધાની રાખવા જેવી બાબત છે. તે ઝીણી ફોલ્લીઓ જેવી દેખાય છે. તેના લીધે ચામડીમાં લાલાશ આવે છે જે થોડા પ્રમાણમાં તે હાનિકારક છે અને તે ત્વચા પર ડાઘ છોડી શકે છે.