ઘર પર ધજા લગાવવાથી શું થાય છે લાભ, જાણો 4 મહત્વની વાતો

ઘર પર ધજા લગાવવાથી શું થાય છે લાભ, જાણો 4 મહત્વની વાતો

image source

મંદિરો પર જે ધજા આપણે જોઈએ છીએ તેનું મહત્વ અનેરું હોય છે. ધજાનું આધ્યાત્મિક મહત્વ હોય છે. દરેક ધજામાં અલગ અલગ પ્રકારની અને રંગની ધજા ફરતી તમે જોઈ જ હશે. શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય વર્ષનો એક પણ એવો દિવસ હોતો નથી કે જ્યારે મંદિરનું શિખર ધજા વિનાનું હોય.

ધજા બનાવવા માટે રેશમનું કપડું ઉપયોગમાં લેવાય છે. તેમાં જરીકામ કરેલું હોય છે અને વચ્ચેના ભાગમાં કેટલાક અક્ષર લખેલા કે નિશાની કરેલી હોય છે.

મંદિર પર ધજા શા માટે જરૂરી ?

image source

મંદિર એ દેવ શરીર સ્વરુપ ગણવામાં આવે છે. તેના સ્તભ પગ, ગર્ભગૃહ તેમનું હૃદય અને તેમાં પ્રજ્વલિત દિવો આત્મા ગણાય છે. મંદિરના શિખર તે મસ્તક હોય છે અને ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે. અન્ય એક માન્યતા એવી છે કે ધજા એ મંદિરના સકારાત્મક તરંગોને આસપાસ ફેલાવવાનું કામ કરે છે. હવે જાણીએ કે ઘર પર ધજા શા માટે લગાવવામાં આવે છે અને તેનાથી શું લાભ થાય છે.

image source

મંદિર પર ધજા ફરકતી તો દરેક જગ્યાએ જોવા મળે છે. પરંતુ ઘણા લોકો પોતાના ઘરની છત પર પણ ધજા લગાવે છે. આ ધજા અનેક કારણોથી લગાવવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધજા લગાવવાથી કેટલાક ખાસ લાભ પણ થાય છે.

image source

ઘરની અગાસી પર લગાવવામાં આવે છે તે ધજા અને રથ, મંદિર પર લગાવાતી ધજામાં ફરક હોય છે. રણભૂમિ પર દેખાતી ધજામાં 8 પ્રકારના ઝંડાનો ઉપયોગ થતા. આ ઝંડામાં જય, વિજય, ભીમ, ચપલ, વૈજયન્તિક, દીર્ઘ, વિશાલ અને લોલનો સમાવેશ થાય છે. આ તમામ ઝંડા સંકેતોના આધારે સૂચનાઓ આપે છે. વિશાલ ઝંડા ક્રાંતિકારી યુદ્ધ તેમજ લોલ ઝંડો ભયંકર માર કાપનો સૂચક ગણાતો હતો. મહાભારતમાં દરેક યૌદ્ધાનો પોતાનો અલગ ધ્વજ હતો.

1. ધ્વજનો રંગ

image source

ઘરની અગાસી પર ત્રણ રંગની ધજા ફરકાવી શકાય છે. આ ત્રણ રંગમાં ગેરુ, ભગવો અને પીળા રંગનો સમાવેશ થાય છે. જો કે ભગવા રંગને મોટાભાગના લોકો કેસરીયો સમજી લે છે. પરંતુ ભગવા અને કેસરીયા રંગમાં તફાવત હોય છે.

2. કઈ દિશામાં હોય ધજા

image source

ઘરની ઉપર અગાસીમાં વાયવ્ય કોણમાં ધજા ફરકાવી શકાય છે. જો તમારા ઘરની દિશા અલગ હોય તો વાસ્તુ નિષ્ણાંતને પુછીને ધજા લગાવવી.

3. કેવો હોવો જોઈએ ધ્વજ

ઘર પર ભગવા રંગનો ધ્વજ હોવો જોઈએ. આ ધજા પર સ્વસ્તિક અથવા ઓમ બનેલો હોવો જોઈએ. આ ધજાનો આકાર બે પ્રકારના હોય શકે છે. એક તો ત્રિભુજાકાર અને બીજો જે બે-ત્રિભુજાકાર સાથે હોય. આ બંનેમાંથી કોઈપણ પ્રકારનો ધ્વજ ઘરમાં લગાવી શકાય છે.

4. શું થશે લાભ

image source

ઘર પર ધ્વજા ફરકાવવાથી વ્યક્તિના યશમાં વધારો થાય છે. ઘરની મુખ્ય વ્યક્તિની કીર્તિ અને વિજયની ખ્યાતિ વધે છે. ધજા લગાવવાથી ઘરમાં રહેતા લોકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. ઘરના સભ્યોના શરીરમાંથી રોગ, મનમાંથી શોક અને જીવનના દોષનો નાશ થાય છે અને ઘરની સુખ તેમજ શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ