ધર્મના નામે ધડાધડ હત્યા કરતો શેતાન ઝડપાયો, ગુજરાતમાં આશ્રમના નામે ધતિંગ કરતો ‘બાબો’ સકંજામાં

અમરેલીના રાજુલા પંથકમાં સંયાસીનાના નામને ખરાબ કરતું કૃત્ય સામે આવ્યું. અહીં આ પોતે સાધુ છે તેવો દાવો કરી અખો આશ્રમ ચલાવી રહ્યો હતો. મેરઠ પોલીસે આ સમગ્ર ઘટના પરથી પડદો હટાવ્યો છે અને આ સાધુની ધરપકડ કરી લોકો સામે હકીકત લાવી છે. આ બાબતે જાણવા મળ્યું છે કે તેણે આગામી સમયમાં પોતાની જ પત્ની સાથે મળીને ધરપકડ કરાયેલા તેના સસરા અને અન્ય સાસરી પક્ષના આઠ લોકોની હત્યા કરી હતી. મળતી માહિતી પ્રમાણે તેના સસરા ધારાસભ્ય હતાં. આ બધી હત્યાં અંગે તે બંનેને ફાંસીની સજા પણ મળી હતી.

image soucre

ત્યારબાદની જો વાત કરવામાં આવે તો આ સજામાં સુધારા સાથે તેને આજીવન કેદમાં પરિવર્તીત કરવામાં આવી હતી પરંતુ સજાના સમયગાળા દરમિયાન તે પેરોલ પર છૂટીને ભાગી ગયો હતો અને ત્યારબાદ તે રાજુલા ખાતે સાધુની ઓળખ બનાવીને રેહવા લાગ્યો. ધીમેધીમે તેણે અહીં જ આશ્રમ સ્થાપ્યો. જો આ આશ્રમના લોકેશન વિશે વાત કરવામાં આવે તો એ રાજુલાના છતળીયા વિસ્તારમાં આવેલો હતો.

image soucre

આ શખ્સ સાધુના નામે એવું કામ તે રાજુલામાં ચલાવી રહ્યો હતો તે દરમિયાન અહીં તા.23.2.2020ના રોજ રાજકારણી નેતાઓ, રાજ્યપાલ અને સાધુ-સંતો હાજરીમાં કૃષિ સંમેલન પણ યોજ્યું હતું. પેરોલથી ભાગ્યાં બાદ તેણે પોતાનું નામ જ બદલી નાખ્યું. તેણે પોતાનું મૂળ નામ બદલીને સંજીવમાંથી ઓમ આનંદગીરી નામ ધારણ કરી લીધું હતું.

image source

આ સાધુએ કરેલી હત્યાંની યાદી માત્ર સસરા ધારાસભ્ય પુરતી જ સીમિત હતી એવું ન હતું પણ આ યાદીમાં હરિયાણાના હિસાર પંથકના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયા સહિત તેમના પરિવારના આઠ સભ્યોની હત્યામાં પણ આ જ વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. આ બધી હત્યાની સજારૂપે 2004ના રોજ તેના માટે ફાંસીની સજા નિર્ધારિત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પત્ની સોનિયાની મદદથી આજીવન કેદની સજાને ઘટાડવાની અપીલ સાથે મદદે એવી હતી.

તેણે કરેલી હત્યાની યાદ ચોકાવનારી અને ખુબ જ લાંબી છે.

image source

જો આ યાદી વિશે વિસ્તૃત વાત કરીએ તો પૂર્વે ઓગસ્ટ, 2001ના રોજ સંજીવ અને તેની પત્નીએ 50 વર્ષીય રેલુરામ પુનિયા ( જે તેના સસરા હતાં ) , 41 વર્ષીય ક્રિશ્ના દેવી (જે તેના સાસુ હતાં ) , પ્રિયંકા ( જે તેની પુત્રી હતી ) ,સુનિલ કુમાર ( જે તેનો પુત્ર હતો ) , શકુંતલા દેવી( જે સબંધમાં તેની પુત્રવધૂ હતી ) ,લોકેશ ( પૌત્ર ) , અને બે પૌત્રી શિવાની અને પ્રીતિ સહિત બધાની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાને અંજામ ધારાસભ્યના ફાર્મહાઉસ ખાતે બન્યો હતો, જે હિસાર નજીક આવેલું છે.

આ આખા હત્યાકાંડના પાછળનો તેનો હેતુ માત્ર અને માત્ર સંપત્તિ જ હતો.

image source

જો કહાનાની મૂળમાં જઈએ તો જાણવા મળે છે કે સોનીયા (સંજીવની પત્ની)ને એવી આશંકા હતી કે તેમના પિતા તેમની બધી સંપત્તિ સુનિલના નામે કરી દેશે કારણ કે સુનિલ એ રેલુમાનની પ્રથમ પત્નીનો દીકરો હતો. પરંતુ સોનિયાને આ મંજૂર ન હતું .હાઉસની આસપાસ આવેલી 46 એકર જમીન પોતાને મળે તેવી ઈચ્છા પૂર્તિ આવું કૃત્ય કર્યું હતું પરંતુ સુનિલે તેનો વિરોધ કર્યો હતો. આ પછી સોનિયાએ મનોમન સોનીયા અને સંજીવે સોનિયાના જન્મ દિવસે જ તમામ લોકોની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

ઘટના કંઇક આવી રીતે હાથ ધરવામાં આવી કે, પરિવાર સાથે ભોજન લીધું હતું, જે પછી પરિવારના બધા સભ્યોને ઝેરીપદાર્થ ભેળવેલી કેક ખવડાવી દીધી હતી. કેક ખાધા બાદ પરિવારના લોકો બેભાન થવા લગ્યાં હતા. બધાને બેભાન જાણીને છેલ્લે સંજીવ અને સોનીયાએ બનેએ મળીને લોખંડના સળિયા વડે એક પછી એકની હત્યા કરી નાખી હતી. જો સમય સાથે ઘટનાની વાત કરવામાં આવે તો આ આખો હત્યાકાંડ ચાર કલાક ચાલ્યો હતો. આ ઘટના વખતે એ લોકોની ચાલાકી પણ એવી હતી કે ફાર્મ હાઉસ ખાતે કોઈ ઉજવણી ચાલી રહી છે તેવું દર્શાવવા માટે બંનેએ ફટાકડા પણ ફોડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ