જલ્સા કરોને જેંતીલાલ

ધરતીની ૬ રહસ્યમય જગ્યાઓ, જાણીને રહી જશો દંગ…

ધરતીની ૬ રહસ્યમય જગ્યાઓ, જાણીને રહી જશો દંગ

સંપૂર્ણ ધરતી રોંમાચ અને અજૂબોથી ભરેલી છે. ક્યાંક પ્રકૃતિના સુંદર દ્રશ્યો છે, તો ક્યાંક પ્રાકૃતિક જોખમ ભરેલા સ્થાન છે, જેમ કે જ્વાળામુખી, ઉંચા અને ભયાનક પહાડ, ખતરનાક સમુદ્રી ક્ષેત્ર વગેરે. પરંતુ અમે કોઈ પ્રાકૃતિક અજૂબાની વાત નથી કરી રહ્યા.

દુનિયામાં આમ તો ઘણી ભૂતિયા, ખતરનાક, રહસ્યમય અને રોમાંચથી ભરેલા સ્થાન છે, પરંતુ અમે તમને અમુક એવી રહસ્યમય જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ પહેલા નહિ સાંભળ્યુ હોઈ. તો આવો જાણીએ આવી જ ૬ રહસ્યમય જગ્યાઓ વિશે..

સ્નેક આઈલેંડ, બ્રાઝિલ

બ્રાઝિલથી સાઓ પાલો દ્રિપના એક તટનું નામ છે સ્નેક આઈલેંડ. જો કે આ તેનું ઉપનામ છે. તેને ઈલહા ડી ક્વિમાડા ગ્રાંડ કહેવાય છે. અહીં ખરેખર એક રહસ્યમય સ્થાન છે. આખરે કેમ લાખોની સંખ્યામાં અહીં સાપ જન્મી ગયા અને ક્યારથી આ સાપ અહીં પર આ રીતે બહુતાયાતમાં રહે છે. આ ચોક્કસપણે એક રહસ્ય છે. અહીં પર સાંપોની સંખ્યા એટલી વધુ છે કે દર એક વર્ગ મીટરમાં ૫ સાંપ રહે છે. અહીના સાંપોની ગણતરી વિશ્વના સૌથી ઝેરીલા સાંપોમાં થાય છે. આ સાંપ જો કોઈને ડંસી લે તો માણસ ૧૦ થી ૧૫ મિનિટની અંદર મૃત્યુ પામે છે. સંપૂર્ણ બ્રાઝિલમાં સાંપોના કરડવાથી થનારા મૃત્યુમાં થી ૯૦ ટકા મૃત્યુ માટે અહીના જ સાંપ જવાબદાર હોઈ છે. વર્તમાનમાં બ્રાઝિલની નેવી એ લોકોના અહીં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

સુસાઈડ ફોરેસ્ટ ઓકિધારા,જાપાન

આત્મહત્યા કરવા માટે આ દુનિયાની સૌથી કુખ્યાત જગ્યા છે. અહીં ૨૦૦૨ માં જ ૭૮ લોકો એ આત્મહત્યા કરી હતી. આખરે કેમ? શું એટલે કે એક પ્રાચિન કિવદંતીને અનુસાર એક વાર પ્રાચિન જાપાનમાં અમુક લોકો પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હતા તો તેમને ઓકિધારાના આ જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, જ્યાં પર તે બધાનું ભૂખથી મૃત્યુ થઈ ગયુ હતુ. એવુ માનવામાં આવે છે કે તે જ ભૂત આ જંગલમાં આજ શિકાર કરે છે. કહેવામાં તો આ પણ આવે છે કે જે લોકો એ અહીં આત્મહત્યા કરી છે, તેમની આત્માઓનો પણ અહીં વાસ છે. જાપાનના જ્યોતિષોનો વિશ્વાસ છે કે જંગલોમાં આત્મહત્યા પાછળ વૃક્ષો પર રહેતી વિચિત્ર શક્તિઓનો હાથ છે, જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતી રહે છે. ઘણા લોકો, જે આ જંગલમાં એક વાર પ્રવેશ કરી જાય છે, તેમને આ શક્તિઓ બહાર નિકળવા નથી દેતી અને તે તેમના મગજ પર કાબુ કરી લે છે અને આખરે તે આત્મહત્યા કરી લે છે.

જાપાનમાં માઉન્ટ ફુજીની તળહટીમાં વસેલુ ઓકિધારાનું આ જંગલ દુનિયામાં ‘સુસાઈડ ફોરેસ્ટ’ના નામથી પ્રખ્યાત છે. અહીં અનેકોની સંખ્યામાં દર વર્ષે લોકો આત્મહત્યા માટે જાય છે. આ જંગલને મૂળ રુપથી સ્થાનિય જાપાની ‘ઝુકારી’ના નામથી ઓળખવામાં આવે છે.

અહીં આત્મહત્યા કરનારાઓની સંખ્યાનો આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે સુસાઈડ કરેલા લોકોની લાશોને હટાવવા માટે અહીંની સ્થાનિય પોલીસ વાર્ષિક અભિયાન ચલાવે છે, પરંતુ અહીં થી વાર્ષિક કેટલી લાશો બરામદ થાય છે તેનો ખુલાસો ક્યારેય નથી કરવામાં આવ્યો. આ ડરથી કે તેનાથી લોકોને વધુ વધારે સુસાઈડ કરવાની પ્રેરણા મળશે. માત્ર એકવાર ૨૦૦૪માં આ આંકડો જાહેર થયો હતો, ત્યારે અહીંથી ૧૦૮ લાશો બરામદ થઈ હતી.

લોકોને આત્મહત્યાથી રોકવા માટે પોલીસે જંગલમાં જગ્યા-જગ્યા નોટિસ બોર્ડ લગાવી રાખ્યા છે જેના પર લખ્યુ છે-“તમારુ જીવન તમારા માતાપિતા માટે અણમોલ ઉપહાર છે” તેમજ “કૃપયા મરવાનો નિર્ણય કરતા પહેલા એકવાર પોલીસનો સંપર્ક કરો”.

નરક કે ભૂતિયા શહેર

અમેરિકાના બોસ્ટનના ઓહાયાની પાસે એક ગામ સ્થિત છે જેને ‘હેલ ટાઊન’ કહેવામાં આવે છે. આખે આખુ ગામ ઉજ્જડ પડ્યુ છે.

બોસ્ટનને ૧૮૦૬માં સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. ૧૯૭૪માં બિલ કાઉંટીમાં એક રાષ્ટ્રીય ઉધાન બનાવવા માટે અહીં સ્થિત અનેક મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ અફવા બાદ કે સરકારે અહીં રાસાયણિક પદાર્થ છુપાવી રહી છે, આ શહેરને એમ જ છોડી દેવામાં આવ્યુ ત્યારથી આ શહેર ઉજ્જડ પડેલુ છે જેના ચાલતા તેના ‘નરક નુ શહેર’ હોવાની ધારણા પ્રચલિત થઈ ગઈ. હવે લોકો અહીં જવાથી ડરે છે. સ્થાનિક કિવદંતીને અનુસાર હવે આ શેતાનોનું ગામ છે.

ફ્રેન્ચ કૈટલોમ્ઝ

પેરિસમાં જમીનથી ૨૦ મીટર ઉંડાણમાં ડિઝાઈન કરવામાં આવેલી આ જગ્યા “કબરો ના તયખાના” નામથી પ્રસિદ્ધ છે. અહીં ૬૦ લાખ મૃત શરીરોને સંજોવવામાં આવ્યા છે. આ તયખાનાને મડદાના હાડકા અને ખોપડીઓથી લગભગ ૨-૨ કિલોમિટર લાંબી દિવાલોના સહારે બનાવવામાં આવી છે. આ ભયાનક સ્થાન ફ્રાન્સના પેરિસમાં છે. ૧૭૮૫માં કબ્રસ્તાનની કમીના ચાલતા ઘણી લાશોને એક સાથે એક ખાડામાં દફનાવી દેવામાં આવી હતી. ફ્રાન્સ ની રાજધાની પેરિસનું કૈટકોમ્બ લગભગ ૨૦૦ મીટર લાંબુ છે, જ્યાં લગભગ ૬ મિલિયન હાડપિંજર હાજર છે. આ કૈટકોમ્બને ઘણા લોકો જોવા આવે છે.

ગુડીઓનો દ્વિપ

મેક્સિકો સીટીથી આ જગ્યા ૨ કલાકની મુસાફરીના અંતર પર છે અને ખૂબ સુંદર છે પરંતુ અહીં પર્યટક આવતા ડરે છે, કારણ કે આ જગ્યા પર ડગલેને પગલે વિકૃતિ ગુડીઆઓ (ડોલ્સ) વૃક્ષોથી લટકેલી છે, જે દરેક વ્યકિતને તાકતી નજર આવે છે અને જેને જોયા બાદ કોઈ એક ડગલુ પણ નથી ચાલી શકતુ. તેના પાછળની કહાની એ છે કે ડોન જૂલિયન સંટાના બરેરા પોતાની પત્ની સહિત આ ઉજ્જડ જગ્યા પર રહેવા માટે આવ્યા હતા. તેમને એકલા રહેવુ સારુ લાગતુ હતુ, પરંતુ ત્યાં જ કોક દિવસ એમને નાલામાંથી વહેતી એક બાળકીની લાશ મળી જેના પર જૂલિયનને લાગ્યુ કે તે આ લાશની આત્માના પ્રભાવમાં આવી ગયા છે.

આ કારણે આત્માના પ્રભાવથી બહાર નિકળવા માટે તે દ્વિપ પર જગ્યા-જગ્યા પર ઢીંગલીઓ લટકાવતા રહ્યા, જ્યાર સુધી કે તે મૃત્યુ ના પામ્યા. કહેવામાં આવે છે કે તેમને તેમના ભત્રીજા એ મૃત્યુ અવસ્થામાં મેળવ્યા હતા. જૂનિયનને મૃત્યુ પામ્યાના ૧૪ વર્ષ થઈ ગયા છે પરંતુ અહીં લોકો રોમાંચની શોધમાં આવે છે.

હાશિમા આઈલેંડ

આ ઉજ્જડ આઇલેંડ જાપાનમાં છે. નાગાસાકીથી ૧૫ કિલોમિટરના અંતર પર સ્થિત આ આઈલેંડ ને પણ ભયાનક માનવામાં આવે છે. તેને ૧૮૯૦માં મિત્શુબિશી કોર્પોરેશન એ અંડર વોટર કોલ માઈનિંગ માટે ખરીદો હતો. આ દરમિયાન અકસ્માત અને બેકાર રહેણીકરણીના ચાલતા અહીં હજારો કેદીઓના મૃત્યુ થઈ ગયા. આ કારણે ૧૯૭૪માં તેને બંધ કરી દેવામાં આવ્યો.

૩૫ વર્ષ બાદ ૨૦૦૯માં ફરીથી તેને દર્શકો માટે ખોલવામાં આવ્યો. આ જ કારણે આ જગ્યાને જાપાન ની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં અાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version