ધરતીના સ્વર્ગ પર બની છે વિશ્વની સૌથી ખતરનાક રેલ્વે લાઈન

જો તમને હરવા ફરવાનો શોખ છે તો તમે ઘણા દેશોની યાત્રા જરૂર કરી હશે. સંભવ છે તેમાંથી ઘણી યાત્રાઓ જોખમ ભરેલી રહી હશે. ઘણીવાર આપણે એવી ખતરનાક યાત્રીઓ રોમાંચક પળનો અનુભવ કરવા માટે કરીએ છીએ. આજ અમે તમને એક એવી જ રેલ યાત્રા વિશે જણાવીશુ જે રોમાંચ અને અાશ્ચર્યથી ભરેલી છે. આ રેલ યાત્રા દરમિયાન નિ:સંદેહ તમારા શ્વાસ થંભી જશે. નીચે આપવામાં આવેલી તસ્વીરને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અહીં રેલ્વે પર મુસાફરી કરવી કેટલી ખતરનાક અને અાશ્ચર્યચકિત કરનાર થતી હશે.

સ્વિત્ઝરલેન્ડ માં છે વિશ્વનો સૌથી ખતરનાક રેલ્વે ટ્રેક. તેના ખતરનાક હોવાનો અંદાજ તમે એ જ વાત થી લગાવી શકો છો કે અહીં બનેલા ટ્રેક પહાડોથી પસાર થતા લગભગ બે હજાર મીટરની ઉંચાઈ સુધી જાય છે. આ સેવા ને સ્વિત્ઝરલેન્ડ ના પિલાટસ રેલ્વે સેવા તરફથી શરૂ કરવામાં આવી છે જે આ ટ્રેક મારફતે અલ્પનાચસ્તાદ અને માઉંટ પિલાટસ ને જોડે છે. ટ્રેકની લંબાઈ લગભગ ૪.૫ કિલોમિટર છે અને ટ્રેન ૧૬૦૦ મીટરનો ઢાળ ચડે છે.

આ મુસાફરીનું ઉદઘાટન ૧૮૮૯ માં થયુ હતુ જ્યારે કે પહેલીવાર આ લાઈન ને બનાવવાનો પ્રસ્તાવ ૧૮૭૩ માં આપવામાં આવ્યો હતો. આ ટ્રેન નાં પૈડા દાંતા વાળા હોઈ છે. શરૂ-શરૂમાં આ ટ્રેન વરાળથી ચાલતી હતી, પરંતુ બાદમાં તેને ઈલેક્ટરોનિક કરી દેવામાં આવી.

આ રોમાંચકારી મુસાફરીમાં એક સાથે ૩૨ મુસાફરો બેસીને યાત્રા કરી શકે છે. આ ટ્રેન ને પહાડની ટોચ સુધી પહોંચવામાં અડધા કલાક સુધીનો સમય લાગે છે. આ મે થી નવેમ્બર સુધી માટે ખુલ્લે છે અને શિયાળામાં તેને ફક્ત કારની મદદથી ચલાવવામાં આવે છે. તમને જાણીને અચરજ થશે કે તેના ટ્રેક આજ પણ તે જ જુના છે. સમયની સાથે ઘણુ બધુ બદલાયુ પરંતુ તેના ટ્રેકમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યુ.

આ ટ્રેન ની ઝડપ ૯ કિલોમિટર પ્રતિ કલાક છે, જ્યારે કે શરૂઆતમાં આ ટ્રેન માત્ર ૩ થી ૪ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી હતી. ટ્રેનના એંજીન અને ડબ્બામાં ભલે ફેરફાર કરવામાં આવ્યો હોઈ, પરંતુ વર્ષો બાદ પણ લગભગ ૧૦૦ વર્ષ જુના પાટ્ટાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ૧૨ ભૂતિયા રેલ્વે સ્ટેશન્સ વિશે જાણ્યા બાદ તમને રાત્રે ઉંઘ નહિ આવે

ક્યારેય તમે કોઈ સુનસાન રેલ્વે સ્ટેશન પર ગયા છો? જ્યાં તમારુ સ્વાગત કરવા માટે હોઈ ઘોર અંધકાર, પાંદડાઓ ની સરસરાહટ, તમરાઓનો અવાજ અમને દૂર થી દેખાય પડી રહી રેલગાડી ચમકતી લાઈટ. પરંતુ જેમ-જેમ તે રોશની તમારા નજીક આવે છે, તમને અહેસાસ થાય છે કે આ ટ્રેન ની લાઈટ નથી, પરંતુ બે ટમટમતી આંખો છે, જે તમારી એકદમ નજીક આવી ગઈ છે. એકદમ નજીક. લાગ્યોને થોડો ડર. વિચારો હકીકતમાં જો તમારા સાથે આવુ થાય તો શું કરશો? એટલે જાણવુ ખૂબ જરૂરી છે આ ૧૧ ભૂતિયા રેલ્વે સ્ટેશન વિશે.

૧.બેગુનકોડોર રેલ્વે સ્ટેશન, ભારત

આ સ્ટેશન ને ભૂતિયા પુરુલિયા સ્ટેશન પણ કહેવામાં આવે છે પરંતુ બેગુનકોડોર નું આ સ્ટેશન પુરુલિયા થી ૫૦ કિલોમિટર દૂર છે. ૧૯૬૭ માં એક સ્ટેશન કર્મચારી એ અહીં એક મહિલાને સફેદ સાડીમાં જોઇ જેના બાદ તેનું મૃત્યુ થઈ ગયુ. ત્યારબાદ આ સ્ટેશન ઉજ્જડ રહેવા લાગ્યુ. ૨૦૦૯ માં મમતા બેનર્જી એ આ સ્ટેશન ને ફરીથી ખોલાવ્યુ. તેમનું કહેવુ હતુ કે તે ભૂતો પર વિશ્વાસ નથી કરતી.

૨.રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન, ભારત

કોલકતા ની મેટ્રો રેલ સેવા દેશમાં સૌથી જુની છે. અહીં રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન ને ભૂતિયા માનવામાં આવે છે. રાત્રે ૧૦:૩૦ વાગ્યાની છેલ્લી મેટ્રો જ્યારે આ સ્ટેશનથી નિકળે છે તો ઘણા લોકો એ ટ્રેક પર ભૂત જેવો પડછાયો દેખાવાની વાત કહી છે.

૩.કાઓબાઓ રોડ સબવે સ્ટેશન, ચાઈના

આ કદાચ દુનિયાનુ સૌથી ભૂતિયા સ્ટેશન છે. શાંઘાઈ સબવે ની લાઈન ૧ પર કાઓબાઓ રોડ સબવે સ્ટેશન બનેલ છે. અહી ક્યારેય ટ્રેન ખરાબ થઈ જાય છે તો ક્યારેય રાત્રે ભૂતનો પડછાતો દેખાય છે. અહીં અમુક લોકોના ધક્કા લાગવાથી મૃત્યુ પણ થયા છે.

૪.Addiscombe Railway station, ઈંગ્લેન્ડ

આ એવી જગંયા છે જ્યાં તમે હવે નહિ જઈ શકો કારણ કે ૨૦૦૯ માં આ સ્ટેશન ને બંધ કરી દેવામા અાવ્યુ હતુ. તેનાથી પહેલા કહેવામાં આવતુ હતુ કે આ સ્ટેશન પર ઘણા ભૂત જોવામાં આવ્યા છે. એક એંજીન ડ્રાઈવરે આ સ્ટેશન પર આત્મહત્યા કરી લીધી હતી જેના બાદ તેનુ ભૂત અહીં ઘણીવાર જોવામાં આવ્યુ. આજ પણ આ સ્ટેશન નજીકના રસ્તા પર લોકો તે ડ્રાઈવરનુ ભૂત જોવે છે.

૫.વોટરફ્રંટ સ્ટેશન, કેનેડા

આ બિલ્ડીંફ વેંકોવરની સૌથી ભૂતિયા બિલ્ડીંગ છે. પરંતુ તેના સાથે જ આ ખૂબ જ જરૂરી જંકશન પણ છે કારણ કે ક્યાંય જવા માટે લોકો આ જ સ્ટેશનથી ટ્રેન બદલે છે. આ સ્ટેશન ના ગાર્ડ્સે રાત્રે ભૂતોના પડછાયા જોયા છે. એક રેલ્વે કર્મચારીનું ભૂત પણ અહીં ટ્રેક પર દેખાય જાય છે.

૬.પૈંટોનેસ મેટ્રો સ્ટેશન, મેક્સિકો

મેક્સિકો સીટી લાઈન ૨ પર છે આ કુખ્યાત પૈંટોનેસ મેટ્રો સ્ટેશન. આ સ્ટેશન પાસે બે કબ્રસ્તાન છે. અહીંની સુરંગોથી કોઈના ચીસો પાડવાનો અવાજ સાંભળી શકાય છે. અમુક લોકો એ અહી પડછાયા પણ જોયા છે જે ગાયબ થઈ જાય છે. દીવાલો પર કોઈના ચાલવાનો અવાજ પણ સાંભળી શકાય છે.

૭.બિશન MRT સ્ટેશન, સિંગાપુર

જો હજુ સુધી ડર નથી લાગ્યો તો આ સ્ટેશન વિશે વાંચો. સિંગાપુરનું આ સ્ટેશન Bi shan Teng કબ્રસ્તાન પર બનેલુ છે. ૧૯૮૭ માં જ્યારે આ સ્ટેશન ખુલ્યુ તો ત્યારબાદ જ અહીં ભૂતિયા હરકતો શરૂ થઈ ગઈ. અમુક મહિલાઓ એ અદ્રશ્ય હાથોથી પકડાઈ જવાની વાત કહી, અમુકે તો માથુ કપાયેલો પડછાયો સુધા જોયો. સૌથી વધુ ડરાવનાર મંજર ત્યારે થયો જ્યારે લોકો એ ટ્રેનની છત પર કોઈના ચાલવાનો અવાજ સાંભળ્યો.

૮.Macquarie Fields Train Station, ઓસ્ટ્રેિલિયા

આ સ્ટેશન પર તો હદ જ થઈ જાય છે. અહીં એક યુવાન છોકરીનું ભૂત ફરે છે જેનું શરીર લોહીથી લથબથ રહે છે. તેના ચીસ નો અવાજ ઘણા લોકો એ સાંભળ્યો છે અને તેની ચીસ તેજ થતી રહે છે. જ્યારે તે ચીસ નથી પાડી રહી હોતી ત્યારે તેનો પડછાયો, પ્લેટફોર્મ પર બેસીને ગુસ્સામાં ટ્રેકની તરફ જોતો રહે છે.

૯.યૂનિયન સ્ટેશન, ફીનિક્સ, અમેરિકા

આ સ્ટેશન ને ૧૯૯૫ માં બંધ કરી દેવામાં આવ્યુ હતુ. અહી અટારીમાં એક ભૂત રહે છે જેને રેલ્વે કર્મચારી પ્રેમથી ‘ફ્રેડ’ કહે છે. ફ્રેડનું ભૂત જે રૂમમાં રહે છે ત્યાં કોઈ નથી જતુ. લોકો એ ફ્રેડને રેલ્વે કર્મચારીઓથી ભાગતા જોયો છે.

૧૦.કોનોલી સ્ટેશન, આયરલેંડ

આ એવુ સ્ટેશન છે જે ડબલિન રેલ્વે નેટવર્ક માટે ખૂબ જરૂરી છે. બીજા વિશ્વયુધ્ધ માં આ સ્ટેશન ઘણુ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ જેના બાદ થી અહીં ભૂતા જોવાના સમાચાર આવવા લાગ્યા.

૧૧.ગ્લેન ઇડન રેલ્વે સ્ટેશન, ન્યૂઝિલેન્ડ

આ સ્ટેશન ને શરૂ કરવાનું કારણ હતુ મૃતદેહોને તેમના પરિવાર સુધી પહોચાડવા. ૨૦૧૧ માં આ સ્ટેશન ના નવીનીકરણ બાદ અહીં એક કાફે ખુલ્યુ જ્યા એક પડછાયો જોવામાં આવે છે. Alec Marcfarlane અહીં રેલ્વે કર્મચારી હતા જેની મૃત્યુ ૧૯૨૪ માં એક દુર્ઘટના માં થઈ ગયુ હતુ. અનેકો એ Alec નુ ભૂત તે કાફેમાં જોયુ છે.

‍૧૨.દ્વારકા સેક્ટર ૯ મેટ્રો સ્ટેશન, ભારત

નાઈટ શિફ્ટમાં કામ કરતા કોલ સેન્ટરના લોકો ની ફરિયાદ છે કે આ વિસ્તારમાં લોકોને થપ્પડ પડે છે. સાથે જ તે જણાવે છે કે તેમની કેબ ની આગળ એક મહિલા આવી જાય છે જે ઝડપથી આગળ-આગળ દોડ્યા બાદ ગાયબ થઇ જાય છે. હવે આને જાણ્યા બાદ, કદાચ તમે આ વિસ્તારમાં ઝડપી નહિ ચાલો.

મારા હિસાબે તો આ દુનિયામાં સૌથી વધારે ડર માણસથી જ લાગવો જોઈએ. પરંતુ જ્યારે તમે આવી વાતો વિશે સાંભળો છો તો વિચારવા પર વિવશ થઈ જાવ છો કે શું આ દુનિયાથી પરે પણ કોઈ દુનિયા છે જેના વિશે આપણે નથી જાણતા. શું તમારા સાથે પણ ક્યારેય ઘટી છે આવી ભૂતિયા ઘટના? અમને કમેંટ કરીને જરૂર જણાવજો. જો તમારી કહાની હશે રૂંવાળા ઉભા કરનાર તો તેને અમે અમારા આર્ટીકલમાં જરૂરથી જોડીશુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ