જલ્સા કરોને જેંતીલાલ

ધર્મેન્દ્રની નાની વહુ છે કરોડોપતિ બિઝનેસ વુમન, નીતા અંબાણીનેય આંબી જાય તેટલું કમાય છે…

ખૂબસૂરત હીરોઈનને ટક્કર મારે એવી છે બોબી દેઓલની પત્ની; કરે છે કરોડોનો બિઝનેસ… ધર્મેન્દ્રની નાની વહુ છે કરોડોપતિ બિઝનેસ વુમન, નીતા અંબાણીનેય આંબી જાય તેટલું કમાય છે… બોલિવૂડના આ ફેમીલીની વહુ છે, સફળ એન્ટ્રપ્યૂનર…


મુંબઈ બોલિવૂડ લાઈફમાં અમિતાભ બચ્ચન પરિવાર, કપૂર ખાનદાન બાદ જો કોઈ મોટું અને ફેમસ ફેમીલી હોય તો તે છે દેઓલ પરિવાર. ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું પરિવાર પણ મોટું છે અને તેમના વિશે કોઈને કોઈ બોલિવૂડ ગપશપ પણ આવતી રહેતી હોય છે. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા છે જેમનાથી તેમને બે દીકરીઓ છે. એશા દેઓલ અને આહના દેઓલ. તેમની પહેલી પત્નીનું નામ છે, પ્રકાશ કૌર. જેમનાથી તેમને ૪ બાળકો થયાં છે. બે દીકરા અને બે દીકરીઓ. સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજેતા દેઓલ… આપણે આટલા મોટા પરિવાર હોવા છતાં પણ તેમની પુત્રવધુઓ વિશે બહુ માહિતી નથી જાણતાં. આજે આપણે ધર્મેન્દ્રના નાના દીકરાની પત્ની તાન્યા દેઓલ વિશે જાણીએ. જે એક ખૂબસૂરત બિઝનેસ વુમન છે અને કરોડોનો કરે છે ટર્નઓવર છતાંપણ લાઈમલાઈટથી રહે છે દૂર…


બોબી દેઓલની પત્ની કોઈ હીરોઈનથી કમ નથી; કરે છે કરોડોની કમાણી…

આપણે બોબી દેલની ફિલ્મ સોલ્જર, બરસાત, હમકો સીર્ફ તુમસે પ્યાર હૈ અને અજનબી જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગને પસંદ કરી છે. પરંતુ તેમની હોમ પ્રોડક્શન સિવાયની કેટલીક ફિલ્મોને બાદ કરતાં આપણે તેમની કોઈ મોટી હિટ ફિલ્મ નથી જોઈ. છેલ્લા કેટલાય સમયથી બોબી દેઓલની કોઈ સોલો ફિલ્મ પણ નથી આવી. તેમ છતાં તેમની લાઈફ સ્ટાઈલ સ્ટેટસ છે એકદમ ગ્લેમરસ અને જીવે છે એકદમ લક્ઝરીયસ લાઈફ. તેનું એક ખાસ કારણ છે તેમની પત્ની તાન્યા દેઓલ.


બોબી દેઓલની પત્ની તાન્યા એક હાઈ પ્રોફાઈલ બિઝનેસ ફેમીલીમાંથી આવે છે અને તે પોતે પણ લાઈફ સ્ટાઈલ હોમ ડેકોરનો બિઝનેસ કરે છે. તેનું પ્રોફાઈલ જોશો તો ચોંકી જશો. તે કોઈ બોલિવૂડની અભિનેત્રીથી ઓછી ખૂબસૂરત નથી અને તેની કમાણીનો આંકડો જોઈએ તો નીતા અંબાણી સાથે સરખામણી કરીએ તો પણ ઓછું ન કહેવાય તેવી છે.

તાન્યા દેઓલ છે, ઇન્ટિરીયર ડિઝાઈનર…


તાન્યા દેઓલે શરૂઆતના સમયમાં માત્ર ઘરેથી જ તેનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે હોમ ફર્નિચર ડિઝાઈન કરવાની શરૂઆત કરી હતી. પરંતુ તેણે પોતાનું કામ સફળતા પૂર્વક આગળ વધાર્યું અને ધીમેધીમે પોતાનું બ્રાન્ડેડ ફર્નિચર બિઝનેસ સ્ટોર શરૂ કર્યો છે. આ ડેકોર સ્ટોરનું નામ છે, ‘ધ ગુડ અર્થ’. ઇન્ટિરીયર ડિઝાઈનર હોવાની સાથે તેણે બે ફિલ્મો જુલ્મ (૨૦૦૫) અને નન્હે જેલસમેર (૨૦૦૭)માં કોશ્ચ્યુમ ડિઝાઈનર તરીકે પણ કામ કર્યું છે.
જાણીતા બિઝનેસ ફેમીલીમાંથી આવે છે તાન્યા દેઓલઃ


૨૪ જાન્યૂઆરીએ જન્મેલ અને ડિપ્લોમા ઇન ઇન્ટિરીયર ડિઝાઈનિંગ કરેલ તાન્યા દેઓલ આજે પોતે એક સફળ એન્ટ્રોપ્યૂનર તરીકે જાણીતી થઈ છે અને તેણે પોતાની એક ઓળખ ઊભી કરી છે. પોતાના નામ અને કામથી તે જાણીતી થઈ છે ત્યારે આપને જણાવીએ કે તે માત્ર દેઓલ પરિવારની પૂત્રવધુ જ નહીં પરંતુ એક જાણીતા બિઝનેસ ક્લાસ ફેમીલીમાંથી આવી છે. તેના પિતા દેવેન્દ્ર આહૂજા એ ટ્વેન્ટિથ સેન્ચ્યુરી ફાઈનાન્સ લિમિટેડ કંપનીના મેનેઝિંગ ડાયરેક્ટર છે અને તેના માતા મર્લિન આહૂજા પણ એક જાણીતા બિઝનેસ વુમન છે. તેના ભાઈનું નામ વિક્રમ આહૂજા અને બહેન મૌનિષા આહૂજા છે.

તાન્યા અને બોબી દેઓલના થયાં છે લવ મેરેજ…


તાન્યા દેઓલ ફેમીલી હિન્દુ ખત્રી પરિવારમાં જન્મી છે અને પંજાબી જાટ પરિવારમાં તેણે લવ મેરેજ કર્યા છે. તેણ વર્ષા ૧૯૯૬માં બોય ફ્રેન્ડ બોબી દેઓલ સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. તેમની લવ સ્ટોરી પણ એકદમ ફિલ્મી છે. બોબી દેઓલ એક વખત મુંબઈના એક ઇટાલિયન રેસ્ટોરંટન્ટમાં મિત્રો સાથે ગયા હતા. ત્યાં તેમણે એક બેહદ ખૂબસૂરત છોકરી જોઈ અને તેની ઉપર ફિદા થઈ ગયા. પોતે ફિલ્મી દુનિયામાં હોવા છતાં આટલી સુંદર છોકરી પહેલાં કદી નહોતી જોઈ. એ સમયે ફોન નંબર મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું તેમ છતાં એક ફાઈનાન્સ મેનેજમેંટ કંપનીના ડાયરેક્ટરના ઘરનો નંબર મેળવી લેવું બહુ અઘરું ન પડ્યું. ગમે તેમ હિમ્મત કરીને ફોન લગાડ્યો અને સારા નસીબે તે ફોન તાન્યાએ જ ઊપાડ્યો. ધીમેધીમે ઓળખાણ દોસ્તીમાં ફેરવાઈ અને વાતો અને ફોન કોલનો દોર એક વર્ષ સુધી ચાલ્યો. એજ ઇટાલિયન રેસ્ટોરંન્ટમાં તેઓ ફરીથી ગયાં જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. એ સમયે બોબી દેઓલે તેન ગોઠણ પર બેસીને પ્રપોઝ કર્યું અને તાન્યાએ હા પાડી દીધી.


હવે, બંને પાસે એ સમસ્યા હતી કે પરિવારને કઈરીતે પોતાના પ્રેમ વિશે અને લગ્ન કરવાના ઇરાદા વિશે જાણ કરવી? તેમણે પોતપોતાના પરિવારને વાત કરી અને બંને પરિવાર દેઓલ અને આહૂજા પરિવાર મળ્યા. ત્યારે ધર્મેન્દ્રએ લગ્ન માટેની એક શર્ત મૂકી. એમણે કહ્યું, અમે ઇચ્છિએ છીએ કે આ લગ્ન જલ્દીથી જલ્દી થઈ જવા જોઈએ. આ સાંભળીને સૌ ચોંકી ગયાં. એમણે હસીને કહ્યું અમને તમારી છોકરી ગમી ગઈ છે. આ રીતે પરિવારની સહમતીથી તેમના લગ્ન ૩૦ મે, ૧૯૯૬ના નક્કી થયાં.


આજે તેમના લગ્નને ૨૦ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. લગ્ન પહેલાં તેણે પોતાનું ડિઝાઈનર સ્ટડી હજૂ પૂરું જ કર્યું હતું. ૯૦ના દસક દરમિયાન બોબી દેઓલનો સિતારો બુલંદ હતો, ગુપ્ત, બિચ્છુ, બાદલ જેવી અનેક ફિલ્મો આવી તેના નસીબે અને તેનું સ્ટારડમ પણ સારું એવું હતું ત્યારે તેની ઓળખ માત્ર બોબી દેઓલની પત્ની તરીકેની હતી. બે દીકરાઓને જન્મ આપ્યો, તેના મોટા દીકરાનું નામ આર્યમન છે જે ૨૦૦૦માં જન્મ્યો છે અને નાનો દીકરો જેનું નામ પણ દાદાના નામ પર પાડેલ છે, ધરમ વર્ષ ૨૦૦૪માં જન્મ્યો છે. તાન્યા લગ્ન બાદ પરિવાર અને બાળકોમાં વ્યસ્ત થઈ ગઈ પરંતુ ૨૦૦૧ પછીના વર્ષો બાદ જ્યારે બોબી દેઓલનું કામ ઓછું થતું ગયું ત્યારે તેણે કદી ફરિયાદનો સૂર નથી ઉચ્ચાર્યો. તેના બે દીકરાઓનો ઉછેર તેણે ખૂબ સારી રીતે કર્યો અને હવે બાળકો મોટાં થયા બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને પોતાની ઓળખ અને કમાણી જાત મહેનતે ઊભી કરી છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version