પહેલા ક્યારેય નહિ જોયા હોય ધર્મેન્દ્રની પહેલી પત્ની અને સન્ની દેઓલની પત્નીના આવા ફોટો…

કરન દેઓલની પહેલી ફિલ્મને કારણે આવ્યો દૂર થયોલો પરિવાર ૩૫ વર્ષે એક છતની નીચે, ધર્મેન્દ્રની પહેલી પત્ની પહોંચી પ્રિમિયરમાં, તો સન્ની દેઓલની પત્ની પણ દેખાઈ પહેલીવાર લાઈમલાઈટમાં… અપને તો અપને હોતે હૈ… આ સાબિત કર્યું દેઓલ પરિવારે, વર્ષો બાદ ધર્મેન્દ્રની પહેલી પત્ની પોત્રાને આશીર્વાદ આપવા પહોંચી ફંકશનમાં…

image source

કોઈપણ કારણસર, પરિવારમાંથી જ્યારે એક વ્યક્તિ બાકાત થઈ જાય અને બીજી વ્યક્તિ સાથે સંબંધો જોડાય ત્યારે આપણાં સમાજમાં એવું જ જોવા મળ્યું છે, પાછળ મૂકાઈ ગયેલા સંબંધો એક તરફ રહી જાય છે અને તેમની વચ્ચે કડવાશ અને ફરિયાદો જ રહી જાય છે. જે સમય સાથે વિતાવ્યો હતો તેની યાદોની કોઈ જ કિંમત રહેતી નથી. પરંતુ બોલિવૂડના કેટલાક રિસ્પેક્ટેડ પરિવારોમાંથી બચ્ચન પરિવાર, કપૂર ફેમિલી અને દેઓલ પરિવાર એક છે.

image source

જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ નહીં પણ દેશભરના લોકો પ્રેમ પણ કરે છે અને આદર પણ આપે છે. દેઓલ પરિવારની હવે કહીએ તો ત્રીજી પેઢીનો દીકરો કરન પણ હવે ફિલ્મી પડદે પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યો છે, ત્યારે તેના ફિલ્મના પ્રિમિયરના ફંકશનના આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ગયાં… ધર્મેન્દ્રના પહેલા પત્ની અને સન્ની દેઓલના પણ પહેલાં પત્ની આવી પહોંચ્યાં હતાં નવી પેઢીના સિતારાને આશીર્વાદ આપવા.

પોત્રાને આશીર્વાદ આપવા પહોંચ્યા દાદીમા…

image source

તાજેતરમાં જ સની દેઓલના પુત્ર કરણ દેઓલની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આખું દેઓલ પરિવાર આ ફિલ્મના પ્રમોશન કરવાની તજવીજમાં સામેલ થઈ ગયું છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં ફિલ્મનું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું, દેઓલ પરિવારના તમામ સભ્યો આ સ્ક્રિનિંગમાં હાજર રહ્યા હતા. તે જ સમયે, ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર પણ આ સ્ક્રિનિંગ પર જોવા મળી હતી. પ્રકાશ કૌરને પ્રવેશેલાં જોયા પછી, બધા કેમેરા તેમના પર અટકી ગયા. પૌત્ર કરણની પ્રથમ ફિલ્મનું સ્ક્રિનિંગ જોવા પહોંચેલ દાદી પ્રકાશ કૌરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image source

અહીં ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર એ અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા છે પરંતુ તેમની પહેલી પત્ની એટલે કે પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા નથી. પ્રકાશ કૌર ધર્મેન્દ્રને છૂટાછેડા લેવાની ના પાડી હતી. આવી સ્થિતિમાં કાયદા પ્રમાણે ધર્મેન્દ્ર પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરી શક્યા નહીં. આ કારણોસર, ધર્મેન્દ્રએ પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ત્યારબાદ હેમા માલિની સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રને માટે જેટલી હેમા માલિની નજીક છે, તેટલું જ માન તેમને પ્રકાશ કૌરને માટે પણ છે.

ધર્મેંદ્ર અને તેમની પહેલી પત્ની આવ્યા હતા જુદા જુદા…

 

image source

‘પલ પલ દિલ કે પાસ’ની સ્ક્રિનિંગ વિશે વાત કરીએ તો તેમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ વર્ષો બાદ સાથે જોવા મળ્યા હતા, પરંતુ બંને જુદા જુદા પ્રવેશ્યાં હતા. ધર્મેન્દ્રએ ૧૯૫૪માં પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા. બંનેના ચાર સંતાન સની, બોબી, વિજેતા અને અજિતા છે. તેમજ, હેમા અને ધર્મેન્દ્રને બે પુત્રી અહના અને ઇશા છે. તેમનો પરિવાર બોલિવૂડના સૌથી મોટો પરિવાર પૈકીને એક છે.

દેઓલ પરિવાર સહિત અનેક સેલિબ્રિટીઝ પહોંચી આ સ્ક્રિનિંગમાં…

image source

ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સિવાય બોલિવૂડના ઘણા સેલેબ્સે સન્ની દેઓલ અને તેની પત્ની પૂજા દેઓલ, બોબી દેઓલનો આખો પરિવાર અભય દેઓલ સહિતના સભ્યોએ આ શોનો આનંદ લીધો હતો. સ્ક્રિનિંગમાં ખાસ વાત એ હતી કે સની દેઓલની પત્ની પૂજા દેઓલ પણ જોવા મળી હતી. પૂજા દેઓલ હંમેશાં મીડિયામાં આવવાનું ટાળતી રહી છે પરંતુ તે તેના પુત્રની ફિલ્મના સ્ક્રીનિંગ પર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન પૂજા દેઓલે બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. જણાવી દઈએ કે સની દેઓલ અને પૂજા દેઓલના લગ્ન વર્ષ ૧૯૮૪માં થયા હતા. તેમને બાળકોમાં બે દીકરા છે કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે.

શું છે, ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મમાં ખાસ…

image source

કરણ દેઓલની સાથે અભિનેત્રી સહાર બામ્બાએ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. આ રોમેન્ટિક ડ્રામા મસાલા મૂવી છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ રીપોર્ટ બાદ જોવા મળશે કે કરણ તેના દાદા ધર્મેન્દ્ર અને પાપા સન્ની દેઓલની જેમ બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી શકે છે કે નહીં… જો કે, કરણની ફિલ્મ હિટ બનાવવા માટે આખું દેઓલ પરિવાર કોઈ કસર છોડશે નહીં. ધર્મેન્દ્ર પોતે આ ફિલ્મનું અનેક જગ્યાએ જઈને પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ આજે રીલિઝ થઈ રહી છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ