ધનતેરસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરો આ પ્રતિકાત્મક સસ્તી ખરીદી, થશો માલામાલ..

હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર દીવાળીનો હોય છે આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે આ દિવસે માતા લક્ષ્મીની પુજા કરીને તેમને રીઝવવામાં આવે છે જેથી કરીને વર્ષ દરમિયાન લક્ષ્મીમાતા રુઠે નહીં અને હંમેશા ઘરમાં જ રહે. ધનતેરસ કાર્તક વદ તેરસના દિવસે આવે છે. આ દિવસે ખરીદીનું એક અનેરુ મહત્ત્વ છે આ દિવસે લોકો ઘરમાં સોનું લાવે છે અથવા ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદી કરે છે. કેહવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘર ઉત્તોરોત્તર સમૃદ્ધ બનતું જાય છે.

image source

પણ તેના માટે તમારે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી પણ જો તમે માત્ર 10-12 રૂપિયાની આ વસ્તુઓ જો ધનતેરસના દિવસે ખરીદશો તો લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં હંમેશ માટે બની જશે અને ક્યારેય તમારા ઘરમાંથી ધન નહીં ખૂટે.

image source

સબરસ એટલે કે મીઠું

જુના સમયમાં એટલે કે આજથી લગભગ દસ જ વર્ષ પહેલાં નાના બાળકો ઘરે ઘરે સબરસ એટલે કે મીઠું વેચવા નીકળતા. સબરસ એટલે કાચુ ગાંગડાવાળુ મીઠું. અને લોકો તેને સુકન પુરતું 1-2 રૂપિયાનું ખરીદતા. જે રિવાજ હવે સદંતર ભુલાઈ જ ગયો છે. ધન તેરસના દિવસે સબરસ ખરીદવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંસાર થાય છે અને તે એનર્જી તમારા ઘરમાં ઉન્નતિને આકર્ષે છે.

image source

પદ્મ એટલે કે કમળની ખરીદી

કોઈ પણ હીન્દુ વ્યક્તિ એ સારી રીતે જાણતી હશે કે પદ્મ એ લક્ષ્મીજીનું આસન છે. લક્ષ્મીજીને પદ્મ અર્પણ કરવું જોઈએ. જો તમે ક્યારેય કોઈ લક્ષ્મી મંદીર જતાં હશો તો ત્યાં પણ સામાન્ય ફુલ નહીં પણ ખાસ કરીને કમળના ફુલોને વેચવામાં આવતા હોય છે. કમળનું ફુલ તમારા ઘર તેમજ મનમાંથી નકારાત્મક ઉર્જા બહાર ધકેલી દે છે. તમે જ્યારે જ્યારે પણ લક્ષ્મી પુજા કરો ત્યારે કમળનું ફુલ લક્ષ્મીમાતાને અર્પણ કરવું જોઈએ તેનાથી સદાય લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન રહે છે.

image source

સુકા ધાણા

સુકા ધાણા જેને આપણે ધાણા પણ કહીએ છીએ જે એક મસાલો છે. જેનો ઉપયોગ આપણે દાળ, શાક વિગેરેમાં કરીએ છીએ. એવું માનવામા આવે છે કે ધનતેરસના દિવસે સુકા ધાણા ખરીદવા જોઈએ. કહેવાય છે કે સુકા ધાણા લક્ષ્મી એટલે કે ધન-સંપત્તિનું પ્રતિક છે. તેને ખુબ જ થોડી માત્રામાં ખરીદીને તેને ઘરના મંદીરમાં રાખવામા આવે છે.

આ જ ધાણાના દાણાની પુજા તમારે દીવાળીના દીવસે લક્ષ્મી પુજન કરતી વખતે મંદીરમાં જ લક્ષ્મીમાતાની મુર્તિ સમક્ષ રાખવાના હોય છે અને લક્ષ્મી માતાની પુજાની સાથે સાથે તેની પણ પુજા કરવામાં આવે છે. જ્યારે પુજા પુર્ણ થઈ જાય ત્યારે આ જ સુકા ધાણાને ઘરના ક્યારા કે પછી આંગણું હોય તો તેની જમીનમાં તેની વાવણી કરી દેવી જેઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.

image source

ઝાડુ

ઝાડુ જેને આપણે સાવરણી પણ કહીએ છીએ તેને તમારે ધનતેરસના દિવસે ખાસ ખરીદવી જોઈએ. મત્સ્ય પુરાણ પ્રમાણે સાવરણી ઘરમાં સુખ તેમજ સંપત્તિ લાવે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો કરે છે. આ દિવસે સાવરણની ખરીદી કરવાથી તેને ખરીદનારને ગરિબીમાંથી મુક્તિ મળે છે. આ દિવસે તમે મંદીરમાં સાવરણનીની ભેટ પણ આપી શકો છો.

image source

હળદરની ગાંઠ

ધનતેરસના દિવસે હળદરની ખરીદી કરવી જોઈએ. જો કે તે માટે તમે હળદરનો પાઉડર નહીં પણ હળદરની ગાંઠો ખરીદશો તો તે વધારે લાભપ્રદ રહેશે. હળદરને હીન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામા આવે છે. ધનતેરસના દિવસે શુભ ચોઘડિયામાં હળદરના 2-3 ગાંગડા ખરીદવા અને તેને કોરા એટલે કે વાપર્યા વગરના નાનકડા વસ્ત્રમાં પોટલી બાંધીને તેને તમારા મંદીરમાં મુકી દેવી. આમ કરવાથી તમારા પર ધનવર્ષા થતી રહેશે.

image source

શંખલાની કોડી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દરિયાયી શંખ તેમજ કોડીને ઘરમાં રાખવાથી શુભ ફળ મળે છે તેવી જ રીતે જો ધનતેરસના દિવસે કોડી ખરીદવામા આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કારણ કે તેમને કોડી ખુબ પસંદ હોય છે. તમારે માત્ર આટલું જ કરવાનું છે કે આ દિવસે કેટલીક કોડી ખરીદવી અને તેને પીળા વસ્ત્રની પોટલીમાં બાંધીને તમે જ્યાં તમારું ધન સાંચવતા હોવ તે જગ્યાએ મુકી દેવી. સમગ્ર વર્ષ તમારા પર લક્ષ્મીજીની મહેરબાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ