ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓ – થઈ જશો પાયમાલ

ધનતેરસે ધનની તેમજ ધનવંતરી દેવતાની પુજા તો કરવામાં આવે જ છે પણ સાથે સાથે ઘણી બધી ખરીદીઓ પણ કરવામા આવે છે. તમારે આ દિવસે ઢગલો ખરીદી કરવી જોઈએ. પણ સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી ભુલથી પણ ન કરવી જોઈએ. તેનાથી તમારે આખું વર્ષ તકલીફ ભોગવવી પડી શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી વસ્તુઓની ખરીદી ધનતેરસના દિવસે ટાળવી જોઈએ.

image source

ધનતેરસના દિવસે લોઢું અને એલ્યુમિનિયમ ન ખરીદવા જોઈએ

આમ તો કેહવાય છે કે ધન તેરસના દિવસે તમે ધાતુઓ ખરીદો તે શુભ ગણાય પણ તે ધાતુઓમાં આ બે ધાતુઓને બાદ રાકવામાં આવી છે અને તે છે એલ્યુમિનિયમ અને લોઢું એટલે કે લોખંડ. ધનતેરસના દિવસે તમે સોનુ ચાંદી લઈ શકો છો પણ આ દિવસે તમારે લોઢું તેમજ એલ્યુમિનિયમ ન ખરીદવું જોઈએ. તેનાથી બનેલી કોઈ વસ્તુ જેમ કે વાસણ, ખુરશી ફર્નીચર વિગેરે પણ ન ખરીદવા જોઈએ. જો તમારે તાત્કાલીક ખરીદવું પડે તો તે પહેલાં તેને ખરીદી લેવી પણ ધનતેરસના દિવસે તો ન જ ખરીદવું.

image source

ખાલી વાસણો

દીવાળીના તહેવારોમાં વાસણ ખરીદવાની પણ પરંપરા છે. માટે ઘણા લોકો વાસણ પણ ખરીદતા હોય છે અને તે વાત પણ સાચી છે કે દુકાનદાર કંઈ તમને વાસણમાં કંઈક ભરીને તો ન જ આપે તેમ છતાં તમારે ઘરમાં ખાલી વાસણ ન લાવવું જોઈએ. તમે જ્યારે નવું વાસણ ખરીદો ત્યારે ઘરે જતાં પહેલાં તેમાં કોઈ વસ્તુ જેમ કે પાણી, ચોખા, શ્રીફળ ગમે તે વસ્તુ તેમાં ભરી લેવી પછી જ ઘરમાં પ્રવેશ કરવો.

image source

કાળી વસ્તુઓ

ધન તેરસના દિવસે જો તમે વસ્ત્રો ખરીદી રહ્યા હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે કાળુ વસ્ત્ર નથી ખરીદવાનું. તેમજ માત્ર કાળા વસ્ત્રો જ નહીં પણ કોઈ પણ કાળી વસ્તુ તમારે નથી ખરીદવાની. આ એક શુભ દિવસ હોવાથી આ દિવસે કાળી વસ્તુની ખરીદી ન કરવી જોઈએ.

image source

સ્ટીલ

સ્ટીલ એ લોખંડનું જ સ્વરૂપ છે માટે સ્ટીલની વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ. અને હવે મોટા ભાગના વાસણો તો સ્ટિલના જ વાપરવામા આવે છે. પણ તેમ છતા સ્ટીલ પણ લોખંડ જ કહેવાય માટે ધનતેરસ પુરતી તેની ખરીદી ટાળવી જોઈએ તેની જગ્યાએ બીજા કોઈ દિવસે વાસણ ખરીદી લેવા. તેની જગ્યાએ તમે તાંબા કે પિતળના વાસણ પણ ખરીદી શકો છો.

image source

તેલ અને ઘી

ધનતેરસના દિવસે આપણે આપણા ઘરની ચારે બાજુએ દીવડાંઓ પ્રગટાવતા હોઈએ છે. ત્યારે ઘરમાં તેલની જરૂર પડે છે જો ઘરમા તેલ ખૂટી ગયું હોય અથવા ખુટવાનું હોય તો તેની ખરીદી ઠેલવી નહીં પણ ધનતેરસ પહેલાં જ તેલની ખરીદી કરી લેવી જોઈએ. આ સિવાય મીઠાઈઓ પણ બનાવવાની હોવાથી ઘરમાં ઘીની પણ જરૂર પડે છે માટે ઘીની ખરીદી પણ ધનતેરસ પહેલાં જ કરી લેવી જોઈએ. આ બન્ને વસ્તુઓ ધનતેરસના દિવસે ન જ ખરીદવી જોઈએ.

તીક્ષ્ણ વસ્તુઓ

તીક્ષ્ણ એટલે કે ધારવાળી વસ્તુઓ જેમ કે છરી, કુહાડી, કોષ, કાતર વિગેરે વસ્તુ ધનતેરસના દિવસે ખરીદવાનું ટાળવું જોઈએ. આવી ખરીદીને પણ ધનતેરસના દિવસે અપશુકન જ માનવામાં આવે છે.

image source

કાચના વાસણો

ધનતેરસના દિવસે કાચની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. તે પછી ફ્લાવર વાઝ હોય નવી ક્રોકરી હોય કે પછી ઘરના સુશોભન માટેની કોઈ વસ્તુ હોય તેની ખરીદી તમે દિવાળીના તહેવાર માટે ઘર સજાવવા માટે કરવાના હોવ તો ધનતેરસ પહેલાં જ કરી લેવી.

image source

કાર

ઘણા લોકો ધનતેરસના શુભ દિવસે નવા વાહનો છોડાવે છે પણ તમારે કારની ખરીદી પણ ધનતેરસના દિવસે ન કરવી જોઈએ કારણ કે તે પણ લોઢાની જ બનેલી હોય છે. હા તમે તેની ચૂકવણી આગલા દિવસે કરીને તેની ડીલીવરી ધનતેરસના દિવસે લઈ શકે છો.

image source

ભેટ સોગાતો

દિવાળીના તહેવારોમાં આમ તો એકબીજાને ભેટ આપવાની પ્રથા છે. પણ આ ભેટ તમારે ધનતેરસના દિવસ પુરતી માંડીવાળવી જોઈએ. તેની પાછળ કારણ એ છે કે તમે જ્યારે કોઈને ભેટ આપતા હોવ ત્યારે તમે તમારા રૂપિયા ખર્ચીને બીજા કોઈને ભેટ આપો છો એટલે કે તમારી સંપત્તિ બીજાના ઘરે જાય છે. જે ધનતેરસના દિવસે યોગ્ય ન કહેવાય

image source

ઇમિટેશન જ્વેલરી

ઇમિટેશન જ્વેલરી કે જેના પર સોનાનો નહીં પણ ગોલ્ડન રંગની કલાઈનો ઢોળ ચડાવવામાં આવે છે તેવા ઓર્નામેન્ટ્સ પણ તમારે ધનતેરસે ન ખરીદવા જોઈએ કારણ કે તે મૂળે તો લોખંડના જ બનેલા હોય છે. તેની જગ્યાએ તમે એક દિવસ પહેલાં અથવા પછી તેની ખરીદી કદરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ