ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો આ રીતે ખરીદી, ક્યારે નહિં પડે પૈસાની તંગી અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

ધનતેરસનો પર્વ દિવાળીના બે દિવસ પહેલા આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે રાત્રે યમના નામનો દીવો કરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવઆથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.

આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બરના રોજ ઉજવાશે. ધનતેરસની તિથિને લઈને પણ આ વર્ષે લોકોમાં અસમંજશ પ્રવર્તે છે. તેનું કારણ છે કે આ વર્ષે તેરસની તિથિ 12 નવેમ્બરની રાત્રે શરુ થાય છે. તિથિ ધનતેરસની તિથિ આ વર્ષે 12 અને 13 એમ બંને તારીખે હશે. જો કે ધનતેરસની શુભ ખરીદી કરવી હોય તો તેના માટે ઉત્તમ સમય 12 નવેમ્બરની રાતનો હશે. આ દિવસે રાશિ અનુસાર કેટલીક ખાસ વસ્તુઓ લેવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મેષ

– આ રાશિના જાતકોએ સોનું, ચાંદી, વાસણ કે કપડાંની ખરીદી કરવી જોઈએ. આ ખરીદી તેમના માટે શુભ રહેશે.

વૃષભ

– બ,વ,ઉ અક્ષરથી નામ ધરાવતા આ રાશિના જાતકો સોનુ, ચાંદી, પિત્તળ, કમ્પ્યુટર વગેરે ખરીદી શકે છે. તેમને કેસર કે ચંદન જેવા દ્રવ્યોની ખરીદી પણ લાભ કરાવી શકે છે.

મિથુન

– આ રાશિના જાતકો માટે જમીન, મકાન, પ્લોટની ખરીદી લાભકારક રહેશે. આ દિવસે સોના, ચાંદીના દાગીના પણ ખરીદી શકાય છે.

કર્ક

– કર્ક રાશિના જાતકો સોના, ચાંદી ઉપરાંત વાહનની ખરીદી પણ કરી શકે છે. જો કે આ દિવસે જૂની વસ્તુ લેવાનું ટાળવું.

સિંહ

– વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુ, લાકડાના વસ્તુઓ ખરીદી શકો છો.

કન્યા

– કન્યા રાશિના જાતકોએ આ વર્ષે ધનતેરસ પર ચાંદી ખરીદવાનું ટાળવું જોઈએ. આ વર્ષે જમીન, મકાનના સોદા કરશો તો લાભ થશે.

તુલા

– આ રાશિના જાતકોએ આ વર્ષે ખરીદી પર સંયમ રાખવો જોઈએ. કંઈ લેવું જ હોય તો પોતાના માટે નહીં પરિવાર માટે ખરીદી કરો.

વૃશ્ચિક

– સોના, ચાંદી,, કાપડની ખરીદી આ વર્ષે શુભ સાબિત થશે.

ધન

– સ્થાવર મિલકતની ખરીદીથી તમને વિશેષ લાભ મળી શકે છે. મૂલ્યવાન ધાતુઓ પણ લઈ શકો છો.

મકર

– સમય તમારા માટે ખૂબ સારો છે તેથી કોઈ પણ વસ્તુ ખરીદશો લાભ ચોક્કસથી થશે.

કુંભ

– આ રાશિના જાતકો માટે પુસ્તકો, વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, લાકડાનું ફર્નિચર શુભ રહેશે.

મીન

– ધનતેરસ પર સોના-ચાંદી વગેરે વસ્તુઓ ખરીદવી શુભ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ