જલ્સા કરોને જેંતીલાલ

ધન્ય છે સંસ્કારી નગરી વડોદરાના આ યુવાનને, બિલમાં 2 કરોડના ફાયદા સાથે 400 દર્દીના જીવ બચાવવામાં કરી મદદ

કોરોના કાળમાં ઘણી પોઝિટિવ સ્ટોરી સામે આવી છે. બધા લોકો પોતાની રીતે સેવા કરી રહ્યાં છે અને બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે હાલમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ખરેખર ખુબ જ સરસ વાત સામે આવી છે. વડોદરાનો એક યુવાન ખુબ જ સરસ રીતે લોકોની મદદ કરતો હતો અને 400 લોકોના જીવ પણ બચાવી ચૂક્યો છે. તો આવો વાત કરીએ આ યુવાન વિશે. આ યુવાનનું નામ છે ભૌતિક ચૌહાણ. તેઓ વાત કરે છે કે કોરોનાની બીજી લહેર આપણા બધા માટે ઘાતક સાબિત થઈ હતી. જેમાં લોકોના સતત મૃત્યુ થતા હતા એ આપણે આપણી આંખે જોયું. દર્દીઓને બેડ અને ઓક્સિજન મળતાં નહોતાં ત્યારે દર્દીઓને પડતી મુશ્કેલીઓ જોઇને હું હચમચી ગયો હતો, જેથી મેં દર્દીઓ માટે કંઇક કરવાનું વિચાર્યું.

image source

ભૌતિક પોતાના કામ વિશે વાત કરે છે કે મેં કોવિડ હોસ્પિટલોનું એક લિસ્ટ તૈયાર કર્યું અને દર્દીઓને બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને બાયપેપ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં મેં 400 જેટલા લોકોને સારવાર અપાવવામાં મદદ કરી હતી. દર્દીઓને લગભગ હોસ્પિટલના બિલમાં 2 કરોડ રૂપિયાનો ફાયદો થયો હોવાનું પણ ભૌતિક વાત કરી રહ્યો છે. કોરોના મહામારીમાં કંઇક સારું કર્યાનો મને આનંદ છે,’ ભોતિકે દર્દીઓને સારી સારવાર અપાવવા જહેમત ઉઠાવી જે હવે લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની બીજી લહેર દરમિયાન સમગ્ર ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઇન્જેક્શનોની અછત ઉભી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા હતા.

image source

કોરોનાના કપરાં કાળમાં વડોદરાના યુવાન ભૌતિક ચૌહાણે અનેક લોકના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેને ક્યારેય ભૂલી શકાય એમ નથી. આ યુવાને 400 દર્દીઓને બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, બાયપેપની સારવાર પુરી પાડવામાં મદદ કરી હતી. હોસ્પિટલોના ડોક્ટર્સ અને નોડલ ઓફિસર્સ સાથે સંપર્કમાં રહીને દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયાસો યુવાને કર્યાં હતા. જો ભૌતિકના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મંગલાગ્રીન એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે અને શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

image source

ભૌતિક ચૌહાણે પોતાના કામ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે અમારી ઓફિસમાં કામ કરતા મારા સહ કર્મચારીના પિતાને કોરોના થતાં બાય-પેપની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ હતી. આખા શહેરમાં બાય-પેપની તપાસ કરી, પણ ક્યાંયથી મળ્યું નહીં. પછી મોટી જહેમત બાદ એક હોસ્પિટલમાં મળ્યું અને એ પણ બાય-પેપ માટે 6 લાખ રૂપિયા માગ્યા. છેવટે અમે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સંપર્ક કરીને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં MOUના બેડમાં દાખલ કર્યાં હતા. આ રીતે તેના 20 લાખ રૂપિયા બચી ગયા જેનો મને આનંદ હતો. મારા સહ કર્મચારીના પરિવાર સાથે બનેલી આ ઘટનામાંથી મને પ્રેરણા મળી અને મે કોરોનાના દર્દીઓ માટે કંઇક કરવાનું વિચાર્યું અને નવો આઈડિયા આવ્યો.

image source

પોતાના કામ વિશે વાત કરતાં તે આગળ જણાવે છે કે મે તરત જ વડોદરા શહેર અને આસપાસની 200થી વધુ હોસ્પિટલનું એક લિસ્ટ તૈયાર કર્યું અને કઇ હોસ્પિટલમાં કઇ કઇ સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ છે તેની માહિતી પણ ટાંકી લીધી. ત્યાંના ડોક્ટર્સ અને નોડલ ઓફિસરના સંપર્ક કરવાનું પણ શરૂ કર્યાં. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરતા હતા અને હું તેમને બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને બાયપેપ સહિત તમામ સારવાર મળી રહે તે માટે મહેનત કરતો હતો. પ્રસંવ વિશે વાત કરે છે કે એકવાર રાત્રે બે વાગ્યે મારા ફોનની રિંગ વાગી, હું ઝબકીને જાગ્યો, સામેવાળા ભાઇએ ફોન પર મને કહ્યું: મારા ભાઇને કોરોના થયો છે. તેના ફેફસાં 60 ટકા ડેમેજ થઇ ગયા છે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેને બાયપેપની જરૂરીયાત છે.

image source

આ કેસને સોલ્વ કરવાના કામ વિશે વાત કરતાં ભૌતિક કહે છે કે હું તરત એક્ટિવ થયો અને સયાજી હોસ્પિટલમાં સંપર્ક કર્યો, જ્યાં દર્દીને બેડની સાથે બાયેપપ પણ મળ્યું. આ દર્દી 27 દિવસની સારવાર બાદ સાજા થઇ ગયા, તે દિવસે મને ખરેખર કંઇક કર્યાંનો સંતોષ મળ્યો હતો અને મારો કામ કરવાનો ઉત્સાહ હવે ડબલ થઈ ગયો હતો. આવા જ એક કિસ્સા વિશે વાત કરતાં ભૌતિક ચૌહાણે જણાવ્યું હતું કે, એક દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ, ત્યાં તે હોસ્પિટલમાં માત્ર 4થી 5 લીટર ઓક્સિજન જ ઉપલબ્ધ હતો અને દર્દીને વધારે ઓક્સિજનની જરૂર હતી. જેથી હોસ્પિટલમાં નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ઓક્સિજનની વ્યવસ્થા કરાવી આપી હતી.

image source

ભૌતિકે આ સાથે જ વાત કરી કે વડોદરા ઉપરાંત અમદવાદ, ગોધરા અને પાદરા સહિતના શહેરોમાંથી બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટર માટે 20 જેટલા લોકોના કોલ્સ આવ્યા હતા, મારો એક જ પ્રયાસ હતો કે તમામને મદદ મળી રહે અને લોકોને મરવાનો વારો ન આવે. અન્ય પ્રસંગ વિશે વાત કરે છે કે વડોદરાની નજીક આવેલી હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવાર પાસે બીલ ચૂકવવાના નાણાં નહોતા. જેથી તેમના પરિવારજનોએ મને વાત કરી. મે હોસ્પિટલના નોડલ ઓફિસર સાથે વાત કરીને બીલમાં 70 હજાર રૂપિયાની રાહત અપાવી અને અમારી કંપનીના માલિકે યોગેશભાઇ જગતાપે પણ મને બીલ ભરવામાં 30 હજાર રૂપિયાની મદદ કરી એ વાતનો પણ મારે ઉલ્લેખ કરવો જ રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version