કોરોના સામેે લડવા રાજકોટની કંપનીએ 10 દિવસમાં બનાવ્યુ વેન્ટિલેટર, 150 ઈજનેરોની ટીમે અશક્ય કામ પાર પાડ્યું

મુખ્ય મંત્રી શ્રીએ આ બાબતે જણાવ્યું હતું કે કોરોના વાયરસને માત આપવામાં વેન્ટિલેટર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, પણ તેની અછત ભવિષ્યમાં મોટો પ્રશ્ન ઉભો કરી શકs છે, કારણ કે કોરોનાના પોઝીટીવ દર્દીઓને આગળ જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેમને વેન્ટીલેટર પર રાખવા પડે છે. પણ આજે માત્ર ગુજરાત કે ભારત દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત ઉભી થઈ છે. અને આવા સંજોગોમાં રાજકોટ સ્થિત જ્યોતિ સીએનસી કંપનીએ ખૂબ જ ઓછા ખર્ચે એક અસરકાર વેન્ટિલેટર બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેઓ સફળ રહ્યા છે. કંપનીના માલિક અને અવ્વલ દરજાના એન્જિનીયર પરાક્રમસિંહ જાડેજાએ મેઇડ ઇન ગુજરાત વેન્ટીલેટર મશીન બનાવીને ગુજરાત માટે ગર્વનું કામ કર્યું છે.

માત્ર 10 જ દિવસમાં બનાવવામાં આવ્યું વેન્ટિલેટર મશીન

image source

વેન્ટિલેટર મશીન કે જે લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે મશીનને બનાવવામાં પરાક્રમસિંહ જાડેજાની કંપનીએ માત્ર દસ જ દિવસનો સમય લીધો હતો. તેઓ તે વિષે જણાવે છે કે ડો. રાજેન્દ્રસિંહ પરમાર કે જેમને 5 વર્ષ યુ.એસમાં કામ કરવાનો અનુભવ છે તે જ આ મશીન પાછળનું ખરું ભેજુ છે.

તેમની સાથે 150 નિષ્ણાત એજીનીયરોની ટીમે આ વેન્ટિલેટર મશીન બનાવવામાં દીવસ રાત મહેનત કરી છે. માત્ર સાત જ દિવસમાં વેન્ટિલેટરની ડિઝાઈન અને તેના પાર્ટ્સનું એસેમ્બ્લીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મશીન તૈયાર થયા બાદ તેનું પરિક્ષણ ગાંધીનગરમાં આવેલી ઇક્યૂડીસી ઇન્સ્ટીટ્યૂટ ખાતે સતત બે દિવસ તેનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. અને છેવટે આ મેઇડ ઇન રાજકોટ વેન્ટીલેટર મશીન બધા જ માપદંડોમાંથી સફળ રીતે પસાર થઈ ગયું છે અને ત્યાર બાદ તેને પ્રમાણિત કરવામાં આવ્યું છે.

image source

અમદાવાદની સિવિલમાં પેશન્ટ પર કરવામાં આવ્યું ધમણ – 1નું પરિક્ષણ

હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-1નું પરિક્ષણ એક કોરોનાગ્રસ્ત દર્દી પર કરવામાં આવ્યુ હતું. આ મશીન પાંચ કલાક કરતાં પણ વધારે સમય સુધી દર્દી પર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે, પરાક્રમસિંહે વેન્ટિલેટર વિષે જણાવતા કહ્યું હતું કે ધમણ-1 એક પ્રેશર કંટ્રોલ્ડ ઇક્વિપમેન્ટ છે અને આ મશીન ખાસ કરીને કોવીડ-19ના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. તે ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ટરફિયરન્સ ક્રાઇટેરિયાના પરિક્ષણમાંથી પણ સફળ રહ્યું છે. હવે પછી તેઓ ધમણ- 2 અને ધમણ 3 પણ બનાવવા જઈ રહ્યા છે જે ધમણ-1 કરતાં એડવાન્સ કક્ષાના વેન્ટિલેટર હશે. હાલ કટોકટીને ધ્યાનમાં રાખીને રેસ્પિરેટરી સિસ્ટમને સપોર્ટ કરતું વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે.

image source

એક-એક પાર્ટ્સ છે ભારતના, ધમણ-1 પાછળ છે 26 ભારતીય કંપનીઓનો હાથ

આપણે બધા જાણીએ છે તેમ કોવીડ-19ના કારણે લગભગ દુનિયાના બધા જ દેશોની સરહદો બંધ કરી દેવામાં આવી છે તેવા સંજોગોમાં મશીન માટેના પાર્ટ્સ બહારથી મંગાવવા અશક્ય નહોતા. તેવામાં ભારતમાંથી જ મશીન માટેના પાર્ટ્સ મળી રહે તે માટે જ્યોતિ સીએનસી કંપનીએ ભારતની 26 કંપનીઓનો સંપર્ક કર્યો હતો. અને આ બધી કંપનીઓએ પોતાના પાર્ટ્સ આપવા ઉત્સુકતા દર્શાવી હતી અને સૌથી મોટી વાત એ છે કે આ કંપનીઓએ ભાવની કોઈ ચર્ચા કર્યા વગર કે પેમેન્ટ માગ્યા વગર જ પાર્ટ્સ પહોંચાડતા કર્યા હતા.

image source

આ વિષે પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, વેન્ટિલેટર બનાવવા માટે જામનગર, મોરબી, સુરત, ચેન્નઈ, બેંગલોર મુંબઈ જેવા શહેરોમાંની ભારતીય કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે અને માટે જ વેન્ટિલેટર બનાવવાનો ખર્ચ 1 લાખ કરતાં પણ ઓછો આવ્યો છે. ગુજરાતીઓ ગર્વ અનુભવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ