ધકધક ગર્લ એકાવનની થઈ, જાણો શું રાઝ છે તેમની ચમકતી ત્વચા અને તાજગીભરી તંદુરસ્તીનું…

અમેરિકામાં પણ રહીને પણ આપણાં દેશની માધુરી દિક્ષિત નેને એમના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પર અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોઝ શેર કરે છે. એમના ઇવેન્ટસ અને પર્સનલ લાઈફના વિડિયોઝ પણ એઓ પોસ્ટ કરે છે. ત્યારે આપણને એ જોઈને ખૂબ નવાઈ લાગે છે ઉમરના ૫૦ વર્ષ પૂરાં કરીને એકાવનમાં પ્રવેશેલ માધુરીએ કઈરીતે પોતાની સુંદરતા અને સ્વાસ્થ્ય જાળવી રાખ્યું હશે?

હાલમાં જ દિગ્દર્શક ઇન્દ કુમારની આગામી ફિલ્મ ‘ફૂલ ધમાલ’ ટ્રેલર સોમવારે રજૂ કરાઈ હતી. માધુરી દિક્ષિત આ ફિલ્મ દ્વારા પાંચ વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કરી રહી છે. ૫૧ વર્ષની વયે પણ માધુરી ખૂબ સુંદર અને ફિટ લાગે છે. આજે તમે માધુરીની તંદુરસ્તીનું રાઝ જણાવે છે…

સવારે વહેલાં જાગીને તે ચાલવા જાય છે અને પાછા ફરીને જેમાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે અને પ્રોટીન ઊંચું હોય તેવો હળવો નાસ્તો કરે છે. માધુરી દીક્ષિત કહે છે કે દરેક બે કલાકે કંઈકને કંઈક યોગ્ય પ્રમાણમાં ખાય છે. આહારમાં, તેમાં સૌથી વધુ પ્રમાણમાં લીલાં પાંદડાવાળા શાકભાજી અને ફળોને શામેલ કરે. આ ઉપરાંત, તેઓ દિવસભરમાં પુષ્કળ પાણી પીતા હોય છે.

માધુરી એમની દિનચર્યા વિશે વાત કરતાં જણાવે છે કે તેને કંઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે જેથી ત્વચા સ્વચ્છ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે.

જમવામાં કેપ્સિકમ ફેવરીટ છેઃ

માધુરી દરરોજના જમવામાં અચૂક પણે કેપ્સિકમનો સમાવેશ કરે છે. તેઓ કહે છે કે કેપ્સીકમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ચયાપચયને વધારે છે અને બ્લડ પ્રેશર અને હૃદયને નિયંત્રણમાં રાખે છે.

જાપાની ડાયેટ પસંદ છેઃ

માધુરીને તેણીની તંદુરસ્તી જાળવવા માટે જાપાનીઝ ડાયેટ પસંદ છે. તેઓને ઉકળેકા, શેકેલા કે બેક કરેલા  ખાદ્ય પદાર્થમાં તળેલું ખાવાનું વધુ ગમે છે. જાપાનની રસોઈ શૈલીમાં રાંધેલા શાકભાજી અને મશરૂમ્સનું મિશ્રણ કરીને, તેમાં ટોફુ જેવું હેલ્ધી ફૂડ ઉમેરીને ખાય છે. તેણીન હર્બલ ચા પીવી ગમે છે. પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેરનું પાણી પણ નિયમિત પીવે છે.

જીમ જવું નથી પસંદઃ

માધુરીને જીમમાં જવાનું પસંદ નથી. તેઓ બાહ્ય કસરત કરીને વોર્મ અપ કરે છે, પોતાને ફિટ રાખવા માટે ચાલવું અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ કરે છે. દરરોજ ૧૫થી ૨૦ મિનિટ દરરોજ યોગ કરે છે અને તેઓ અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ નૃત્ય (કથક)ની પ્રેક્ટિસ કરે છે. માધુરી કહે છે તેમને નૃત્યથી સૌથી વધુ ઊર્જા અનુભવાય છે.

ચમકતી ત્વચા રાખવાઃ

માધુરીની ચમકતી ચામડીનું રહસ્ય છે કે તેણી સૂવા પહેલાં દરરોજ ક્લીનર વડે તેના ચહેરાને સાફ કરે છે. ક્યારેક ટોનરનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત, તેઓ ચહેરાના ફ્રેશનેસ રાખવા માટે પૂરતી ઊંઘ લે છે.

સૌને ખ્યાલ જ હશે એ મુજબ માધુરીના ડાન્સ સો અને ટી.વી પ્રોગ્રામમાં પણ જજ તરીકે તેઓ દેખાતાં જ હોય છે. ત્યારે એમનું નૃત્ય અને અવાજનો રણકો આજે પણ બે દાયકા પહેલાં જેવો જ કાયમ જણાય છે. તેઓ બે દીકરાની માતા અને અમેરિકાના પ્રખ્યાત ડોક્ટર શ્રીરામ નેનેના પત્ની તરીકેની બધી જ જવાબદારીઓ પણ બખૂબી નિભાવી જાણે છે. આજે આટલા વર્ષો પછી પણ દર્શકો અને ફેન્સના દિલમાં પહેલાંની જેમ જ ધકધક ગર્લ રાજ કરે છે.