જો તમે ના ગયા હોવ હાઇવે પરના આ ઢાબામાં જમવા, તો એક વાર અચુક જજો કારણકે ટેસ્ટમાં છે એકદમ બેસ્ટ

ફરવાનો શોખ કઈ વ્યક્તિને નથી હોતો. પણ જયારે આપણે લાંબી મુસાફરી કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ ઘરનું જમવાનું સાથે નથી લઈને જતા. એટલા માટે આપણે હાઈ વે પર આવતા ઢાબામાં જમવાનું પસંદ કરીએ છીએ. આપને મુસાફરીના સમય દરમિયાન જમવા માટેની સારી જગ્યા શોધવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. તેમજ ઘણી વાર કેટલાક ઢાબાનું જમવાનું ખુબ જ સ્વાદિષ્ટ હોય છે આવા ભોજનને આપણે મનભરીને અને પેટભરીને ખાઈએ છીએ.

પણ જો આપ કોઈ એવા ઢાબામાં પહોચી જાવ છો કે ત્યાનું ભોજન સ્વાદિષ્ટ નથી હોતું, તેની ગુણવત્તા પણ સારી ના હોય, તેમજ સ્ટાફની સર્વિસ પણ જો વ્યવસ્થિત ના હોય તો તેમછતાં આપને કકડીને ભૂખ લાગે છે તો ત્યાંજ ભોજન કરવું પડે છે. આપની સાથે આવું ના થાય તે માટે આજે અમે આપને દેશના હાઈ વે પર આવેલ કેટલાક ઢાબાઓ વિષે જણાવીશું. આ ઢાબાઓનું ભોજન ખુબ જ સ્વાદિષ્ટ ઉપલબ્ધ કરાવે છે. જો આપ ખાવાના શોખીન છો તો આપે જરૂરથી ત્યાં જઈને ભોજન કરવું જોઈએ.

-સની દા ઢાબા:

image source

સની દા ઢાબા પુણાથી લોનાવાલા હાઈ વે પર આવેલ છે. હાઈ વે પર આવેલ આ નાનો ઢાબા હંમેશા લોકોની ભીડથી ઉભરાતું રહે છે. અહીનું જમવાનું પણ લોકોને ખુબ પસંદ કરી રહ્યા છે.

પ્લેસ: નેશનલ હાઈ વે-4, લોનાવાલા.

પ્રસિદ્ધ ભોજન: તંદુરી પોમ્ફ્રેટ, રાજોલી કબાબ.

કીમત: બે વ્યક્તિઓ માટે ૧૭૦૦ રૂપિયા.

-અમરિક સુખદેવ ઢાબા:

image source

હાઈ વે પરના ઢાબાની વાત કરીએ અને અમરિક ઢાબાનો ઉલ્લેખ ના થાય એવું થવું શક્ય નથી. હાલમાં અહિયાં એક મોટી બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી છે. અમરિક ઢાબાની શરુઆત એક ઘરેલું ઢાબા તરીકે કરવામાં આવી હતી. હરિયાણા રાજ્યના મુર્થલમાં જીટી રોડ પર આવેલ એક જુનો અને જાણીતો ઢાબા છે. આ અમરિક ઢાબામાં લોકો દુર દુરથી ખાસ જમવા માટે આવે છે.

પ્લેસ: મુર્થલ

પ્રસિદ્ધ ભોજન: બધા જ પ્રકારના પરોઠા.

કીમત: બે વ્યક્તિઓ માટે ૫૦૦ રૂપિયા.

-શર્મા ઢાબા:

image source

શર્મા ઢાબા સીકરથી જયપુર જતા હાઈ વે પર આવે છે. શર્મા ઢાબા પોતાના રાજસ્થાની ભોજન માટે ખુબ પ્રસિદ્ધ છે જેના કારણે શર્મા ઢાબામાં રાજસ્થાની ભોજન કરવા માટે લોકોની ભીડ લાગેલી રહે છે.

પ્લેસ: સીકર- જયપુર હાઈ વે.

પ્રસિદ્ધ ભોજન: મિસી રોટી અને માવા નાન.

-શ્રી સંજય ઢાબા:

image source

શ્રી સંજય ઢાબા શ્રીનગર- લેહવાળા નેશનલ હાઈ વે પર આવેલ છે. આ ઢાબાનું ભોજન ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. શ્રી સંજય ઢાબાને એક સામાન્ય કોંક્રીટની ઝુપડી માંથી બનાવવામાં આવ્યો છે શ્રીનગર – લેહ નેશનલ હાઈ વે પરથી પસાર થતી દરેક વ્યક્તિ શ્રી સંજય ઢાબામાં ભોજન કરવાનું ચુકતા નથી.

પ્લેસ: શ્રીનગર- લેહ હાઈ વે.

પ્રસિદ્ધ ભોજન: આલુ પરોઠા, કોબીજની સબ્જી અને બ્લેક ટી.

કીમત: બે વ્યક્તિઓ માટે ૩૦૦ રૂપિયા.

-રાવ ઢાબા:

image source

રાવ ઢાબા જયપુરથી દિલ્લી જતા નેશનલ હાઈ વે પર સ્થિત છે. રાવ ઢાબામાં આપને વેજ અને નોન- વેજ એમ બંને પ્રકારના ભોજન માટે પ્રસિદ્ધ છે. જયપુર- દિલ્લી હાઈ વે પરથી પસાર થનાર મોટાભાગના મુસાફરો રાવ ઢાબામાં ભોજન કરીને જ આગળ વધે છે.

પ્લેસ: જયપુર- દિલ્લી નેશનલ હાઈ વે.

પ્રસિદ્ધ ભોજન: ચણા મસાલા અને મટન.

કીમત: બે વ્યક્તિઓ માટે ૧૨૦૦ રૂપિયા.

-તડકા ઢાબા:

image source

તડકા ઢાબા ઉત્તર પ્રદેશના ગજરૌલીમાં આવેલ છે. તડકા ઢાબામાં બનાવવામાં આવેલ ભોજનને પૂર્ણ દેશી ઢબમાં પીરસવામાં આવે છે. તડકા ઢાબામાં ભોજન કર્યા પછી આપને આપના ગામની યાદો તાજી કરવા માટે પુરતું છે.

પ્લેસ: નેશનલ હાઈ વે ૨૪, સલારપુર, ઉત્તર પ્રદેશ.

પ્રસિદ્ધ ભોજન: પનીર બટર મસાલા, કડી પકોડા, તંદુરી રોટી, ચણા મસાલા અને દાલ તડકા.

-ચિત્તલ ઢાબા:

image source

ચિત્તલ ઢાબા દેહરાદુન- દિલ્લી હાઈ વે પર સ્થિત છે. ચિત્તલ ઢાબા પર હંમેશા મુસાફરોથી ભર્યો રહે છે. ચિત્તલ ઢાબા પર આપને બધા જ પ્રકારના ભોજન ઉપલબ્ધ છે.

પ્લેસ: ખાતૈલી, નેશનલ હાઈ વે-૪૪.

પ્રસિદ્ધ ભોજન: કોબી પરોઠા, કઠોળ.

કીમત: બે વ્યક્તિઓ માટે ૫૦૦ રૂપિયા.

-પૂરણ સિંહ ઢાબા:

image source

પૂરણ સિંહ ઢાબા અંબાલા શહેરના નેશનલ હાઈ વે-૧ પર આવેલ છે. પૂરણ સિંહ ઢાબા પોતાના સ્વાદિષ્ટ ભોજન માટે પ્રસિદ્ધ છે. પૂરણ સિંહ ઢાબામાં આપને વેજ અને નોન વેજ એમ બંને પ્રકારના ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પૂરણ સિંહ ઢાબા મોટાભાગે મુસાફરોથી ઉભરાતું રહે છે.

પ્લેસ: અંબાલા શહેર, નેશનલ હાઈ વે-૧.

પ્રસિદ્ધ ભોજન: કીમા કલેજી.

કીમત: બે વ્યક્તિઓ માટે ૭૦૦ રૂપિયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ