આજે બનાવો જૈન સ્ટાઇલથી ‘ઢાબા સ્ટાઈલ પાલકની સબ્જી’

ઢાબા સ્ટાઈલ પાલકની સબ્જી ( જૈન )

સામગ્રી :

* ૨ બાઉલ પાલક ની પેસ્ટ
* ૨ ટામેટાનો પલ્પ
* ૧ કપ દહી
* ૨ ટે.સ્પૂન લાલ મરચુ
* ૧ ટી.સ્પૂન ગરમ મસાલો
* ૧/૪ ટી.સ્પૂન હળદર
* ૧ ધાણાજીર
* ૧ ટે.સ્પૂન મલાઈ
* ૨ ટે.સ્પૂન તેલ
* મીઠું સ્વાદ મુજબ

તડકા માટે

* ૧ કેપ્સિકમ લાબી ચીરી સમારેલુ
* ૫૦ ગ્રામ પનીર લાબી સ્ટીપ કાપેલુ
* ૧ ટામેટુ લાબી સ્ટીપ કાપેલુ ( બીયા કાઢી નાખવા )
* ૧ ટી.સ્પૂન લાલમરચુ
* ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
* ૧ ટે.સ્પૂન મલાઈ
* ૧ ટે.સ્પૂન તેલ
* ૧/૪ ટી.સ્પૂન જીરૂ
* ચપટી મીઠું

રીત :

* એક કડાઇ માં તેલ લઈ તેમા ટામેટાની પેસ્ટ નાખી તેલ છુટુ પડે ત્યાં સુંધી સાતળવુ.
* ત્યારબાદ ગેસ બંધ કરી ફીણેલુ દહી નાખી પછી ફરી ગેસ ચાલુ કરવુ.
* હવે તેમા બધા મસાલા નાખી ફરી તેલ છુટુ પડે ત્યાં સુધીં સાતળવુ. પછી તેમા પાલક ની પેસ્ટ , મલાઈ નાખીં મિકસ કરવુ.૨ થી ૩ મિનિટ સાતળી ગેસ બંધ કરી દેવો.
* હવે તડકા માટે એક નાની કડાઈ લેવી. તેમા તેલ ગરમ કરવુ તેલ ગરમ થાય એટલે જીરૂ નાખી તતડાવુ પછી તેમા કેપ્સિકમ નાખી સોફટ થાય ત્યાં સુધી સાતળવુ ત્યારબાદ તેમા પનીર અને ટામેટા નાખી મસાલો કરી સાતળવુ છેલ્લે મલાઈ નાખી મિકસ કરવુ.
* હવે સવૅ કરતી વખતે એક બાઉલ માં પાલકની સબ્જી લેવી તેના પર તડકો નાખી ગરમ ગરમ સવૅ કરો.
* આ સબ્જીને નાન , પરાઠા રોટલી સાથે સવૅ કરી શકાય છે.
* તો ઢાબા તૈયાર છે ઢાબા સ્ટાઈલ પાલક ની સબ્જી.
* તમે લાલ પીળા કેપ્સિકમ પણ લઈ શકો છો.
* પાલકને બાફી તેની પેસ્ટ તૈયાર કરવી.

 

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી