દેવઉઠી અગિયારસે જો કરશો આ ભૂલ, તો નારાયણ થઇ જશે તમારા પર નાખુશ…

તુલસી વિવાહ એટલે કે દેવઉઠી અગિયારસના દિવસે આ ભૂલ ક્યારેય ન કરતાં નહીં તો નારાયણ થઈ જશે નાખુશ

image source

8મી નવેમ્બર 2019ના રોજ દેવઉઠી અગિયારસ છે જેને તુલસી વિવાહની તીથી પણ માનવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની અગિયારમી તીથીએ આ શુભ દિવસ આવે છે. આ ઉપરાંત તેને હરિપ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે.

image source

આ અગિયારસને દેવઉઠી અગિયારસ એટલા માટે કહેવામાં આ છે કારણ કે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની અગિયારસે ચાર મહિના સુધી ગાઢ નિંદ્રામાં સરી જાય છે અને કારકત માસના શુક્લ પક્ષની અગિયારસે નિંદ્રામાંથી જાગે છે.

image source

દેવ ઉઠી અગિયારસના દિવસે હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુના જ એક સ્વરૂપ શાળિગ્રામના પથ્થર સાથે તુલસીજીના વિવાહ કરવામાં આવે છે. આ દિવસે ઘરના આંગણાની તુલસીને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. અને દેવઉઠી અગિયારસ બાદ જ હીન્દુ ધર્મના લોકો પોતાના ઘરમાં આવતા માંગલિક પ્રસંગોની શરૂઆત કરે છે.

દેવ ઉઠી અગિયારસના ઉપવાસનું મહત્ત્વ

image source

દેવ ઉઠી અગિયારસના દિવસે ઉપસવાસ કરવાની પણ પરંપરા છે. આમ તો ઘણા બધા હિન્દુ લોકો અગિયારસનો નિયમિત ઉપવાસ કરતાં હોય છે પણ દેવ ઉઠી અગિયારસે જો વ્રત કરવામાં આવે તો કહેવા છે કે મોક્ષ મળે છે.

આ દિવસે તમે નિર્જળા કે પછી માત્ર પ્રવાહી પદાર્થનું જ પાન કરીને ઉપવાસ કરી શકો છો. જો તમે સ્વસ્થ ન હોવ અથવા અશક્ત હોવ તો તમે આ ઉપવાસને એક સમયનું ભોજન લઈને પણ કરી શકો છો. પણ જો તમે સ્વસ્થ હોવ તો તમારે નિર્જળા અથવા માત્ર ફળાહાર પર જ ઉપવાસ કરવો જોઈએ.

image source

આ દિવસે ખોરાકમાં લસણ, ડુંગળી તેમજ વાસી ભોજનનું પાન ન કરવું જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનું તામસ ન હોવું જોઈએ કે ઘરમાં કે બહાર કોઈની સાથે ઉગ્ર ન થવું જોઈએ. મનની સ્થિતિ સંપુર્ણ શાંત રાખવી જોઈએ.

image source

આ રીતે કરો વિષ્ણુની ઉપાસના

દેવઉઠી અગિયારસનો ઉપવાસ કરવાની સાથે સાથે તમારે આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો તમારા ઇષ્ટ દેવની આરાધના કરવી જોઈએ. પુજા દરમિયાન તમારે “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ”નાં મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

image source

આ દિવસે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવા માટે તમારે શેરડીના સાંઠાનો મંડપ બનાવવો જોઈએ અને તેની મધ્યમાં વિષ્ણુ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિ મુકવી અને તેની આરાધના કરવી. પુજાના પ્રસાદમાં તમે શેરડી, સિંગોડા, તેમજ વિવિધ ફળો અર્પણ કરી શકો છો.

દેવઉઠી અગિયારસે તમારે આ કામ ભૂલથી પણ ન કરવા

  • જો તમે દાતણ કરતાં હોવ તો આ દિવસે તમારે દાતણ ન કરવું જોઈએ કારણ કે આ અગિયારસના દિવસે ફુલ, પાન, તેમજ ઝાડની ડાળી તોડવાની મનાઈ છે.
  • આ દિવસે કોઈ પણ જાતનો તામસ ન કરવો, ન તો કોઈની સાથે ઝઘડવું, કે ન તો ખોટું બોલવું કે ન તો મનમાં કોઈ નકારાત્મક વિચાર રાખવા.

    image source
  • આ દિવસે તામસી ખોરાક એટલે કે જે ખોરાકથી તમારા મન ચંચળ થઈ જાય તેવો ખોરાક એટલે કે ભાત, ડુંગળી, લસણ, વધારે પડતાં મસાલાવાળો ખોરાક ન આરોગવો જોઈએ. તેમ કરવાથી તમારું વિષ્ણુભક્તિ પરથી ધ્યાન હટી જાય છે.
  • આ દિવસે કઠોળ, દાળ વિગેરેનો ખોરાકમાં ઉપોયગ ન કરવો. જો તમે ખરેખર આ દિવસના ઉપવાસનું ફળ મેળવવા માગતા હોવ અને તમે સંપુર્ણ સ્વસ્થ હોવ તો તમારે આ ઉપવાસ પાણી પીને અથવા તો ફળ તેમજ ફળનો જ્યુસ પીને કરવો જોઈએ.

    image source
  • એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દેવઉઠી અગિયારસ એટલે કે તુલસીવિવાહના દિવસે તેમજ બારસે તુલસીના પાન ન તોડવા જોઈએ.
  • જો તમે કોઈ સંજોગોસર ઉપવાસ કરવા અસમર્થ હોવ તો ચાલશે પણ આ દિવસે તમારે ભ્રહ્મચર્ય પાળવું જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ