દેવશયની એકાદશીએ કરી લો આ મંત્રજાપ સાથે રાશિ અનુસારના ખાસ ઉપાયો, થશે અપાર લાભ

દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિ 4 મહિના માટે યોગ નિંદ્રા માટે ક્ષીર સાગરમાં જાય છે. આ સમયે માંગલિક કામ બંધ રહે છે. આ પછી 4 મહિના બાદ દેવઊઠી અગિયારસના દિવસે પ્રભુ જાગે છે અને પછી શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે.

image soucre

હિંદુ ધર્મમાં 24 અગિયારસનું ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં અગિયારસને પુણ્યદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે. આવનારી 20જુલાઈ એટલે કે આવતીકાલે દેવશયની અગિયારસ છે. આ દિવસે શ્રી હરિ શ્રીર સાગરમાં જાય છે. આ પછી કારતક મહિનામાં દેવઊઠી અગિયારસે પ્રભુ જાહે છે. આ દેવશયની અગિયારસથી લઈને દેવઊઠી અગિયારસના સમયને ચાર્તુમાસ કહેવામાં આવે છે. આ 4 મહિનામાં માંગલિક કામો બંધ રહે છે. આ માટે આ બંને અગિયારસને ખાસ માનવામાં આવે છે. જાણો રાશિ અનુસાર દેવશયની અગિયારસે કરી લેવાના ખાસ ઉપાયો અને મંત્રજાપને વિશે. જેનાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે.

મેષ રાશિ

આ રાશિના લોકોને માટે દેવશયની અગિયારસના દિવસે સરસિયાના તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓથી બચીને રહેવા માટે આવતીકાલે જ્વારાનું ગૌશાળામાં દાન કરવું અને સાથે ઓમ આં સંકર્ષણાય નમઃ મંત્રનો જાપ કરી લેવો.

મિથુન રાશિ

આ રાશિના લોકોએ આ વખતે આવતીકાલના શુભ દિવસે અડદના લોટની નાની નાની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવવી. આ સાથે ઓમ અં પ્રદ્યુમ્નાય નમઃ મંત્રનો જાપ કરી લેવો. તમને પુણ્ય મળી શકે છે.

કર્ક રાશ

આ રાશિના લોકો ભગવાન શિવને બિલિપત્ર ચઢાવે તે વધારે યોગ્ય માનવામાં આવે છે. આ સાથે જ દેવશયની અગિયારસના દિવસે ઓમ અઃ અનિરુદ્ધાય નમઃ મંત્રનો જાપ કરી લેવાથી પણ સફળતા મળી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોએ પોતાની ખરાબ સ્થિતિ પર વિજય મેળવવા માટે દેવશયની એકાદશીના દિવસે માતા ભગવતીના ચરણોમાં ગુલાબના 108 ફૂલ ચઢાવવા. આ સાથે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરી લેવાથી પણ તેમની સ્થિતિમાં સુધારો આવી શકે છે.

કન્યા રાશિ

આ રાશિના લોકોએ વટવૃક્ષના ઝાડમાં જળ ચઢાવવું જોઈએ. આ સિવાય મનો કામના પૂરી કરવા અને ભાગ્યોન્નતિને માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરી લેવો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો દેવશયની અગિયારસના દિવસે ગરીબ કન્યાને દૂધ અને દહીંનું દાન કરે અને સાથે ઓમ નમો નારાયણ શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ. આ મંત્રનો જાપ કરી લેશે તો પણ સફળતા મળી શકે છે.

વૃશ્વિક રાશિ

આ રાશિના લોકો દેવશયની અગિયારસના દિવસે આખા મસૂરનું સફાઈ કર્મચારીને દાન કરવું. આમ કરવાથી તમારી તમામ સમસ્યાનું સમાધાન થશે. આ સિવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય મંત્રનો જાપ કરી લેવાથી પુણ્ય મેળવી શકાય છે.

ધન રાશિ

આ જાતકોએ આ દિવસે ખાસ કરીને અંધ વ્યક્તિને ભોજન કરાવવું અને સાથે ચણાની દાળને કુષ્ઠ રોગીને દાનમાં આપવી. ઓમ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત મંત્રનો જાપ કરો.

મકર રાશિ

આ રાશિના લોકોએ દેવશયની એકાદશીએ બાજરીને પક્ષીઓને ચણમાં આપવી. આ સાથે શાંતાકારમ ભુજગ શયનં પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગમ, લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભિર્ધાયનગમ્યં, વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલૌકૈકનાથમ, મંત્રનો શ્રદ્ધા સાથે જાપ કરવો.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો દેવશયની અગિયારસના દિવસે 800 ગ્રામ દૂધ પોતાના પરથી 8 વાર ઉતારી લે અને સાથે 800 ગ્રામ અડદની દાળની સાથે વહેતા પાણીમાં પ્રવાહિત કરે. આ પછી પ્રભુનું ધ્યાન કરે અને ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવઃનો જાપ કરીને પ્રભુનું સ્મરણ કરે.

મીન રાશિ

આ રાશિના લોકો માટીના વાસણમાં શ્રદ્ધા અનુસાર મધ ભરીને મંદિરમાં રાખી દે કે પછી કોઈ સુમસામ જગ્યાએ દબાવી દે. આમ કરતી સમયે તમને કોઈ જુએ નહીં તેનું ધ્યાન રાખી લો. આ સિવાય ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરી લેવાથી પુણ્ય મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong