દેવીમાના આ ચમત્કારીક મંદિરમાં મૂર્તિઓ અંદરો અંદર કરે છે વાત, દરેક મનોકામના થાય છે દર્શન માત્રથી જ પૂર્ણ!!

આપણો દેશ ચમત્કારોનો દેશ માનવામાં આવે છે,આપણા દેશમાં એવા ઘણા ચમત્કારી મંદિર છે જેના ચમત્કાર જોવા માટે લોકો દેશથી જ નહિ પણ વિદેશોમાંથી પણ આવે છે,આમ તો આ મંદિરમાં રહેલી પ્રતિમા પત્થરની હોય છે પણ આ પત્થરની મૂરત સાક્ષાત દેવી દેવતાઓનાં રૂપ માનવામાં આવે છે,અને આ પ્રતિમાઓથી ઘણી વાતો જોડાયેલી છે,આજ અમે આપને એક એવા મંદિર વિશે જાણકારી આપવાનાં છીએ, જ્યાં આગળ આ મંદિરની મૂર્તિમાંથી અવાજ આવે છે,કદાચ આપ લોકો આ વાતને સાંભળ્યા બાદ થોડા આશ્ચર્યચકિત જરૂર થઈ જશો પણ આપ લોકોમાંથી ઘણા લોકો આ વાત પર વિશ્વાસ પણ નહિ કરે,પણ જે જાણકારી અમે આજે આપને આપી રહ્યા છીએ તે એકદમ સાચી છે. વાત એમ છે કે,દેવીમાનું આ એવુ એક મંદિર છે, જ્યાં મૂર્તિ પત્થરની છે પણ તેમાથી અવાજ આવે છે સાચા અર્થમાં જોયું જાય તો આ કોઈ ચમત્કારથી ઓછુ તો નથી જ.આજે અમે તમને એ દેવીમાનાં ચમત્કારી મંદરિ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ મંદિર બિહારનાં બક્સરમાં સ્થિત છે,ભલે આપણે કેટલા પણ પ્રયત્ન કરીએ ,પણ દેવી દેવતાઓનાં અસ્તિત્વ અને તેમની શક્તિઓ ને નકારી નથી શકતા,બક્સરમાં સ્થિત આ દેવીમાનું એક એવુ અદભૂત મંદિર છે જ્યાં જ્યારે ભક્ત પ્રવેશ કરે છે ત્યારે એમને દુર્ગાની શક્તિઓનો આભાસ થવા લાગે છે,આ મંદિરની અંદર એવુ પ્રતિત થાય છે કે માતારાની તમારી આસપાસ હાજર છે,અને આ મંદિરની અંદર મૂર્તિઓ અંદરોઅંદર વાત પણ કરે છે,આખરે આ મંદિરની પાછળ શું રહસ્ય છુપાયેલુ છે? તેનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિક પણ અહી પર આવ્યા હતા,પણ તે આનું રહસ્ય જાણવામાં નાકામ પુરવાર થયા હતા.દેવીમાતાનાં આ પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિરને રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિરનાં નામથી ઓળખવામાં આવે છે,આ મંદિર તંત્રસાધના માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે,એવુ જણાવવામાં આવે છે કે આ મંદિરમાં સાધના કરવાવાળા દરેક ભક્તની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે,મોડી રાત સુધી સાધક આ મંદિરની અંદર સાધનામાં લીન રહે છે,મંદિરમાં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુરી સુંદરી છે. તેના સિવાય આ મંદિરની અંદર 10 મહાવિદ્યાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે,10 મહાવિદ્યાઓ સિવાય મા બગલામુખી,દતાત્રેય ભૈરવ,બટુક ભૈરવ,અન્નપૂર્ણા ભૈરવ,કાળ ભૈરવ અને માતંગી ભૈરવની પ્રતિમા પણ અહીંયા સ્થાપિત છે.આ મંદિર વિશે એ વુ કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભવાની મિશ્ર નામનાં તાંત્રિક એ લગભગ 400 વર્ષ પહેલા કરી હતી, ત્યારબાદથી જ મંદિરની પૂજા આરતીનો બધો ભાર તાંત્રિકનાં પરિવારનાં સદસ્યો સંભાળવામાં લાગ્યા હતા,આ મંદિરની અંદર માતાની પ્રાણપ્રતિષ્ઠા તંત્ર સાધનાથી જ કરવામાં આવી છે,આ મંદિરને પ્રતિ તાંત્રિકની અતૂટ આસ્થા જોવા મળે છે,આ મંદિરની સૌથી અનોખી વાત તો એ છે કે, આ મંદિરની અંદર જે મૂર્તિઓ સ્થાપિત છે જે વાતો પણ કરે છે. લોકો અડધી રાતનાં આ મંદિર પાસેથી પસાર થાય છે એમને આ મૂર્તિઓનો અવાજ સ્પષ્ટ સંભળાય છે,વેજ્ઞાનિકોનું પણ એવુ કહેવું છે કે આ કોઈ વહેમ નથી,આ મંદિરની અંદર અવાજ ગુંજતો રહે છે,વૈજ્ઞાનિકોએ પણ આ વિષયમાં અધ્યયન કર્યું હતુ પણ એ મને કોઈ જાણકારી મળી ન શકી.

આ વિડીઓ જોઇને તમને વિશ્વાસ થઇ જશે.