હેરા ફેરી’ ફિલ્મના દેવી પ્રસાદની પૌત્રી રિંકુ હાલમાં દેખાઇ રહી છે કંઇક આવી, જોઇ લો લેટેસ્ટ તસવીરોમાં તમે પણ

હેરા ફેરી ફિલ્મના દેવી પ્રસાદની પૌત્રી યાદ છે તમને? જુઓ હવે એ દેખાઈ રહી છે આવી.

image source

‘હેરા ફેરી’ ફિલ્મના દેવી પ્રસાદની પૌત્રી રિંકુ હવે દેખાઈ રહી કઈંક આવી.

સન 2000 માં આવેલી પ્રિયદર્શનની હેરા ફેરી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. પણ તેમાં અન્ય એક પાત્ર પણ વિશેષ હતું. તે પાત્ર હતું 10 વર્ષની રિંકુ નું. બોલીવુડની સૌથી યાદગાર એવી કોમેડી ફિલ્મ્સમાંની એક હેરા ફેરીની રજૂઆતને 20 વર્ષ થઇ ગયા છે. ‘હેલ્લો! દેવી પ્રસાદ જી ઘર પર હે?’

image source

ફિલ્મનો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો હતો. આ ફિલ્મના દરેકે દરેક પાત્રને લોકો હજી પણ યાદ કરી રહ્યા છે. આજે પણ જો તમે તેને ટીવી પર જોશો તો હસી હસીને તમારું પેટ દુખી જશે. આવું જ એક પાત્ર દેવી પ્રસાદની પૌત્રી રિંકુનું હતું. રિન્કુની ભૂમિકા એન એલેક્સિયા એનરા દ્વારા ભજવવામાં આવી હતી.

એન એલેક્સિયા કુલભૂષણ ખરબંદાની પૌત્રી બની હતી.

આ ફિલ્મમાં, એન એલેક્સિયા કુલભૂષણ ખરબંદા એટલે કે, દેવી પ્રસાદની પૌત્રી રિંકુની ભૂમિકા ભજવી રહી હતી, જેનું ગુલશન ગ્રોવર દ્વારા કિડનેપ કરવામાં આવે છે.

image source

એન એલેક્સિયા કમલ હાસનની પુત્રી બની હતી.

તમિલ ફિલ્મ ‘અવઇ શાનમુગી’ માં, એન એલેક્સિયાએ કમલ હાસનની પુત્રીનો રોલ ભજવ્યો હતો. આ જ ભૂમિકા ફાતિમા સના શેખે તે જ ફિલ્મના હિન્દી રિમેક ચાચી 420 માં કરી હતી.

તાજેતરમાં એન 30 વર્ષની થઈ છે.

image source

એન એલેક્સિયા ચેન્નાઇમાં રહે છે અને તેણે અભિનય કરવાનું છોડી દીધું છે. ‘હેરા ફેરી’ ફિલ્મ પછી તે અન્ય કોઈ હિન્દી ફિલ્મમાં દેખાઈ નથી. તેથી એન એલેક્સિયા પણ પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. હવે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

એન એલેક્સિયાના પિતા તે અભિનય કરે તેવું ઈચ્છતા નોહતા.

એન એલેક્સિયાના પિતા ઇચ્છતા ન હતા કે તેણી ફિલ્મોમાં અભિનય કરે. હેરા ફેરી ફિલ્મનું શૂટિંગ પણ તેણે ઉનાળાની રજાઓમાં જ પૂર્ણ કર્યું હતું.

image source

એન એલેક્સિયાને હજી પણ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ યાદ છે.

એન એલેક્સિયા ને હજી પણ ‘હેરા ફેરી’ ફિલ્મની બધી જ વાતો તાજી યાદ છે. તેણે એ પણ જણાવ્યું કે, અક્ષય કુમાર શૂટિંગ દરમિયાન ખૂબ જ મજાક મસ્તી કરતો હતો.

પરેશ રાવલે ઠપકો આપી દીધો હતો.

image source

તે કહે છે કે અક્ષય કુમાર તેની સાથે ફિલ્મના સેટ પર ખૂબ જ મસ્તી કરતો હતો. એન એલેક્સિયાએ જણાવ્યું કે ‘હેરા ફેરી’ના શૂટિંગ દરમિયાન તે કેમેરાની આસપાસ ચાલી જતી હતી, જેના પર પરેશ રાવલે તેને ઠપકો પણ આપ્યો હતો. જો કે, તેણે કહ્યું હતું કે પરેશ રાવલે આ હેતુપૂર્વક કર્યું નહોતું.

એન એલેક્સિયાને ખબર નહોતી કે ‘હેરા ફેરી’ ફિલ્મ હિટ બની ગઈ હતી.

એન ચેન્નાઇમાં રહે છે, તેથી તેને કોઈ ખબર જ નથી કે ‘હેરા ફેરી’ ફિલ્મ આટલી મોટી હિટ થઈ ગઈ છે. પાછળથી, એન એલેક્સિયાને ઉત્તર ભારતના મિત્રો દ્વારા જાણવા મળ્યું કે તેની આ ફિલ્મ હેરા ફેરી કેટલી બધી હિટ છે અને એ ફિલ્મના દરેક પાત્રને હજી પણ યાદ કરવામાં આવે છે.

image source

એન એલેક્સિયા બિઝનેસ કરે છે.

એન એલેક્સિયા હવે એક ઉદ્યોગસાહસિક તરીકે કામ કરી રહી છે. તે વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી કામ આવતી વસ્તુ બનાવવા એક સ્ટાર્ટઅપ કામ ચલાવે છે.

શું અભિનય તરફ પાછી ફરશે?

image source

અભિનયમાં પાછા ફરવાના પ્રશ્ને એન એલેક્સિયા કહે છે કે હવે તેને અભિનયમાં કોઈ રસ નથી. આમપણ તે હવે હિન્દી બોલતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ