દેવાનંદ ક્યારેય શર્ટનું ઉપરનું બટન કેમ નહોતા ખોલતા? ગરદન ઝુકાવવાનો એમના એ ગજબ અંદાજ પાછળ શુ હતું સત્ય? જાણી લો લિજેન્ડ એક્ટર સાથે જોડાયેલી આ સિક્રેટ વાતો.

લિજેન્ડ એકટર દેવ આનંદને દુનિયા છોડીને ગયે વર્ષો થી ગયા પણ તો ય આજે પણ એવું લાગે છે કે એ અહીંયા જ છે. એમની સિનેમા, એમના ગીત, એમની જીંદાદિલી, એમની અદાઓ…બધું સિનેમા પ્રેમીઓના દિલમાં હંમેશા માટે જીવિત રહેશે. એમનું નમી નમીને ડાયલોગ બોલવું હોય કે પછી ફિમેલ ફેન્સની વાત બધું જ લાજવાબ હતું. આજે અમે તમને દેવ આનંદ વિશે કેટલીક એવી વાતો જણાવીશું જે તમે આ પહેલા નહિ જાણતા હોવ.

image source

ફિલ્મોમાં ધોતી કુર્તા પહેરીને દેખાયેલા દેવ આનંદે પછી વિલાયતી અંદાજ અપનાવી લીધો અને પોતાની રંગીન તબિયતને અનુરૂપ ગળામાં સ્કાર્ફ બંધવાનું શરૂ કરી દીધું. એ શર્ટનું સૌથી ઉપરનું બટન બંધ રાખતા હતા. દેવ આનંદે પોતાની કોઈપણ ફિલ્મમાં ક્યારેય પોતાનું શર્ટનું બટન નથી ખોલ્યું. અને ધીમે ધીમે આ જ એમની સ્ટાઇલ બની ગઈ. કહેવામાં આવે છે કે લોકો એ વિચારીને એમની ફિલ્મો જોવા જતા હતા કે બની શકે કે આ વખતે એ બટન ખુલી જાય પણ એવું ક્યારેય ન થયું અને એની પાછળનું કારણ પણ ઘણું જ રસપ્રદ છે. શર્ટના બધા બટન બંધ કરવાની આદત દેવ સાહેબને બાળપણથી જ હતી. બીજું એમને એમની બોડીને લઈને કોમ્પ્લેક્સ જેવું હતું. એમને લાગતું હતું કે એમનો ચહેરો ઠીક ઠાક હતો પણ મસલ્સ બિલકુલ નહોતા. એ જ કારણે એ હંમેશા પોતાની બોડીને આખી કવર કરીને રાખતા. એ વાત અલગ છે કે એમનો આ અંદાજ પણ એમની સ્ટાઈલનો ભાગ બની ગયો.

image source

ગરદન ઝુકાવીને વાત કરવી, નમીને ચાલવું એ એમની બાળપણની આદત હતી. એમની આ આદત ફિલ્મોમાં એમની અદા બની ગઈ. લોકો એમની ચાલ, નમીને ડાયલોગ બોલવું જેવા અંદાજોના દીવાના થઈ ગયા. ખુદ દેવ સાહેબે એમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાળપણમાં નમીને ચાલવા અને વાત કરવાની એમની આદત જ ફિલ્મોમાં આવ્યા પછી એમનો ઓળખ અને આત્મવિશ્વાસ બની ગઈ.

image source

દેવ સાહેબના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે પણ કાળા કોટ સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. જ્યારે કોર્ટે એમને સાર્વજનિક જગ્યાઓ પર કાળો કોટ પહેરવા પર બેન લગાવી દીધો હતો. ફિલ્મ કાલા પાનીમાં દેવ સાહેબ સફેદ શર્ટ પર કાળો કોટ પહેરેલા દેખાયા હતા અને એમન પર કાળો કોટ એટલો સુંદર લાગતો હતો કે એમના આ લુક પર છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ ફિદા થઈ ગયા હતા. દેવ આનંદ જ્યારે પણ સફેદ શર્ટની ઉપર કાળો કોટ પહેરીને બહાર નીકળતા હતા તો એમને જોવા માટે છોકરીઓની ભારે ભીડ થઈ જતી હતી. એમને આ કોટમાં જોઈને છોકરીઓ ધાબા પરથી કૂદકો મારવા પણ તૈયાર હતી. આખરે આ બાબતમાં કોર્ટને દખલ કરવી પડી અને કોર્ટે દેવ સાહેબને કાળો કોટ પહેરવા પર બેન લગાવી દીધો.

image source

સિનેમાના આ સુપરસ્ટારની ફેન ફોલોઇંગ એટલી વધુ હતી અને એમની ફિલ્મ જોવાની એવી દીવાનગી હોતી લોકોમાં કે ફિલ્મ રિલીઝ થતા જ થિયેટર ફૂલ થઈ જતા હતા. ટીકીટ લેવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા રહેતા હતા. કહેવાય છે કે દેવ સાહેબની ફિલ્મ જોની મેરા નામ જ્યારે રિલીઝ થઈ તો ફર્સ્ટ શો માટે ભીડ થઈ ગઈ હતી. એ સમયે જમશેદપુરના એક થિયેટરની બહાર ફિલ્મની ટીકીટ માટે તો ગોળીઓ ચાલી ગઈ હતી જ બે છાત્રોનું અવસાન થઈ ગયું હતું. એ ઘટના પછી એક અઠવાડિયા માટે નટરાજ થિયેટર બંધ કરી દેવામાં આવ્યું.

image source

દેવ સાહેબ મોટી ઉંમર સુધી યુવાન જ દેખાતા હતા. ઉંમરની એમના પર કોઈ અસર થઈ જ નહોતી. એ છેલ્લા શ્વાસ સુધી ફિટ અને હેલ્ધી રહ્યા. કદાચ જ કોઈને વિશ્વાસ થશે પણ દેવ સાહેબે ફિટ રહેવા માટે ક્યારેય યોગ કે ડાયટિંગ નથી કરી. એ કહેતા હતા કે હું એક એકટર છું એકટર માટે જરૂરી છે એ પ્રેઝન્ટેબલ હોય. તમારે સારું દેખાવું જોઈએ. કંઈપણ થાય તમારે તમારી જાતને સાબિત કરવા અને સ્પર્ધાને જાળવી રાખવા માટે ખુદને ફિટ રાખવાની જરૂરત છે. એ ખૂબ જ અનુશાષિત હતા. એ યોગ નહોતા કરતા પણ યોગીની જેમ રહેતા હતા. સાદું ભોજન, દાળ રોટલી ખાતા હતા, દારૂ, સિગરેટનો હાથ પણ નહોતા લગાવતા. એટલે સુધી કે વિદેશોમાં જતા તો ત્યાં પણ ભારતીય ભોજન જ ખાતા હતા. આ કારણ છે કે એ હંમેશા ફિટ જ દેખાયા.

image source

રોમાન્સના બાદશાહ દેવ સાહેબને પોતાના જીવનમાં ત્રણ વાર પ્રેમ થયો. સુરૈયા સાથે એમની લવ સ્ટોરી વિશે તો બધા જાણે જ છે. પણ આ પ્રેમનો રસ્તો સરળ નહોતો. સુરૈયા મુસ્લિમ હતી, એટલે આ પ્રેમમાં ધર્મ આડો આવી ગયો, એમની નાનીએ દેવ સાહેબને અપનાવવાની ના પાડી દીધી. એ પછી એમની જિંદગીમાં આવી કલ્પના કાર્તિક, જે દેવ આનંદના મોટા ભાઈ ચેતનની પહેલી પત્નીની બહેન હતી. કલ્પના સાથે દેવ સાહેબે લગ્ન કરી લીધા અને એમના બે દીકરા પણ થયા પણ થોડા વર્ષો બાદ એમના સંબંધમાં પણ એ વાત ન રહી.

image source

એ પછી દેવ સાહેબને ઉંમરના એ પડાવમાં ત્રીજી વાર જિનત અમાન સાથે પ્રેમ થયો જ્યારે એમનો દીકરો 12 વર્ષનો હતો. પણ જિનત પહેલા જ અન્ય કોઈને દિલ આપી બેઠી હતી એટલે દેવ સાહેબનો એ પ્રેમ પણ અધુરો રહી ગયો અને એ આખી જિંદગી જિનત અમાનના સારા મિત્ર બનીને રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong