કરોડોનાં કરજમાં ડૂબી છે અરબપતિ હેમા માલિની, સાથે ધર્મેન્દ્રની સંપત્તિની પણ માહિતી જાણો…

કરોડોનાં કરજમાં ડૂબી છે અરબપતિ હેમા માલિની,જાણો કેટલી છે ધર્મેન્દ્ર-હેમાની સંપતિ બીજેપી સાંસદ હેમા માલિનીએ પોતાની સંપતિની ઘોષણા કરી છે જે લગભગ ૨૪૯ કરોડ રૂપિયા છે. તેમાંથી ૧૧૪ કરોડની સંપતિ હેમા માલિનીનાં નામ પર છે આજકાલ ચુંટણીનો માહોલ છે અને ખાસ કરીને બીજેપી નેતાઅો પર સકંજો કસવામાં આવી રહ્યો છે અને આ જોવામાં આવી રહ્યુ છે કે કોની પાસે કેટલી સંપતિ છે. તેમાં અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીનું નામ પણ આવ્યું છે જ્યારે તેમની પ્રોપટી ૫ વર્ષોમાં એ ટલા ગણી વધી ગઈ. બીજેપી સાંસદ હેમા માલિનીએ પોતાની સંપતિની ઘોષણા કરી જેમાં લગભગ ૨૪૯ કરોડ રૂપિયા છે. તેમાંથી ૧૧૪ કરોડની સંપતો હેમા માલિનીનાં નામ પર છે અને બાકી તેમનાં પતિ ધર્મેન્દ્રનાં નામ પર છે જે ૧૩૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.હેમા માલિનીએ સોમવારે પોતાનું નોમિનેશન ફાઈલ કરતાપોતાની કરોડોની સંપતિ વિષે માહીતી આપી હતી. કરોડોનાં કરજમાં ડૂબી છે અરબપતિ હેમા માલિની, ચાલો જણાવીએ આજે અમે તમને કે આખરે સાચી હકીકત શું છે.


કરોડોનાં કરજમાં ડૂબી છે અરબપતિ હેમા માલિની

વર્ષ ૨૦૧૪નાં લોકસભા ચુનાવમાં તેમને ૧૭૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી જાહેર કરી હતી અને આ હિસાબે ૫ વર્ષોમાં પતિ-પત્નિએ લગભગ ૭૧ કરોડ રૂપિયાની પ્રોપર્ટી વધારી છે.૭૦ વર્ષની હેમા માલિની દ્વારા ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ અનુસાર,તેમના પાસે ૫.૬૧ લાખ રૂપિયા રોકડા અને ધર્મેન્દ્ર પાસે ૩૨ હજાર પાંચસો રૂપિયા છે.હેમા માલિનીનાં બેક ખાતામાં લગભગ દોઢ કરોડ રૂપિયા છે અને તે સિવાય તેમની અલગ-અલગ કંપનીઓનાં લગભગ ૭ કરોડ રૂપિયાનાં શેર પણ છે.હેમાએ લગભગ ૮ કરોડ રૂપિયાનું કરજ પણ લઈ રાખ્યું છે.હેમા માલિની પાસે એક અરબ એક કરોડ અગિયાર લાખ ૯૫ હજાર ૭૦૦ રૂપિયાની કુલ સંપતિ છે.અરબપતિ હેમાની ઉપર લગભગ ૬ કરોડ અને પતિ પર ૭ કરોડ રૂપિયાનું કરજ છે.


એ ફડેવિટમાં હેમા માલિનીએ પોતાની પાસે ૧ કરોડ ૧ લાખ ૭ હજાર ૯૬૨ રૂપિયાની ગાડી પણ બતાવી છે તો ત્યાં જ એમના પાસે ૨ કરોડ ૭૧ લાખ ૯૨ હજાર ૮૧૧ રૂપિયાનાં ઘરેણા શામેલ છે.મુંબઈનાં વિલેપાર્લેમાં રહેનારી હેમાએ પોતાના સોર્સ ઑફ ઈનકમ બિઝનેસ,ભાડું અને વ્યાજ વિશે જણાવ્યું છે.વર્ષ ૨૦૧૨માં હેમા માલિનીને સર પદયપત સિંહાનિયા વિવિ,ઉદયપુરથી પીએચડીની માનદ ઉપાધિ પણ મળી હતી.


બોલિવુડની બેમિસાલ કલાકાર છે હેમા

હેમા માલિનીએ બોલિવુડમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યુ છે જે સુપરહિટ રહી અને તેમની સુંદરતા આજે પણ એક મિસાલ છે. તેમને ક્રાંતિ, બાગબાન, અંધા કાનૂન, નસિબ, મહેબૂબા, અલીબાબા ૪૦ ચોર, કુદરત, સત્તે પે સત્તા, વીર-ઝારા, જમાઈ રાજા, અંદાજ, દર્દ અને રાજ તિલક જેવી પોપ્યુલર ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે.ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીએ રાજા રાની, કિનારા,પત્થર, અને સીતા ઓર ગીતા, આઝાદ, જુગનૂ, શરાફત, સમ્રાટ, શોલે, ચરસ, પ્રતિજ્ઞા, દોસ્ત, નયા જમાના અને ડ્રિમ ગર્લ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ અને વર્ષ ૧૯૮૦માં લવમેરેજ કરી લીધા. તેમને બે દિકરીઑ ઈશા અને અહાના દેઓલ છે જે ખૂબ જ સુંદર છે.