Dev Uthani Ekadashi 2019: એક ક્લિકે જાણો લગ્ન માટે કયા છે શુભ મુહૂર્ત…

દેવઉઠી અગિયારસથી થઈ રહી છે શુભ કાર્યોની શરૂઆત, જાણો લગ્નના મુહુર્ત

દેવઉઠી અગિયારસના દિવસથી કરવામાં આવે છે શુભ પ્રસંગોની શરૂઆત જાણો તેનું મહત્ત્વ.

image source

દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ગાઢ નિંદ્રામાંથી જાગે છે. અને આજ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શાળિગ્રામ સાથે કરવામા આવે છે અને ત્યાર બાદ જ હિન્દુધર્મના લોકો પોતાના ઘરમાં શુભ પ્રસંગોનો પ્રારંભ કરે છે. આ વર્ષે 8મી નવેમ્બર 2019ના દિવસે દેવઉઠી અગિયારસ આવી રહી છે. જેને તુલસી વિવાહ તેમજ દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે હરીમંદીરમાં ભગવાનને વિશિષ્ટ શણગારથી સજાવી તેમજ ભોગ ચડાવીને પુજવામાં આવે છે.

પણ આ વખતે દેવ ઉઠી અગિયારસના 10 દિવસ સુધી કોઈ જ શુભ કામ નહીં થઈ શકે. કારણ કે ત્યાં સુધી કોઈ જ શુભ મહુર્ત નથી.

image source

લગ્નના શુભ મુહુર્ત જાણો

હિન્દુ ધર્મમાં વર્ષમાં ત્રણ વાર લગ્ન માટેના અચૂક શુભ મુહુર્તો આવે છે જેમાં વસંત પંચમી, દેવ ઉઠી અગ્યારસ તેમજ ફુલૈરા બીજનો સમાવેશ થાય છે. પણ આ વર્ષે દેવઉઠી એકાદશી પર લગ્ન માટેનું શુભ મુહર્ત નથી. કારણ કે તે દિવસે તુલા રાશિમાં સુર્ય છે અને આ કારણસર આ દિવસે વિવાહ ન થઈ શકે. દેવઉઠી એકાદશી બાદ લગ્નનું પ્રથમ મુહુર્ત 18મી નવેમ્બરે છે.

image source

સામાન્ય રીતે આ અગિયારસે તમે આંખ બંધ કરીને પણ તમારા કોઈ પણ શુભ પ્રસંગો પાર પાડી શકો છો પણ આ વખતે એવું નહીં થઈ શકે. તમારે તમારા શુભ કાર્યોની શરૂઆત કરવા માટે દસ દીવસ સુધી રાહ જોવી પડશે. જ્યોતિશશાસ્ત્ર પ્રમાણે દેવ ઉઠી અગિયારસ પહેલાં જ વિવાહનો કારક ગ્રહ બૃહસ્પતિ રાશિ બદલીને 12 વર્ષ બાદ પોતાની જ રાશી ધનમાં આવી રહ્યો છે.

બીજીબાજુ એકાદશિના નવ દિવસબાદ સુર્ય પોતાની રાશી બદલશે. હાલ તે તુલા રાશિમા હોવાથી આ સ્થિતિમાં લગ્ન ન થઈ શકે.

શા માટે સુર્ય તુલા રાશીમાં હોય ત્યારે લગ્ન માટે યોગ્ય સમય ન કહેવાય ?

image source

સુર્ય 18 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી પોતાની નીચ રાશિ તુલામાં બીરાજેલ છે. તેવા સંજોગોમાં બધી રાશિના જાતકોનું જીવન તેનાથી પ્રભાવિત થઈ શકે છે અને માટે જ શુભ કાર્યોને આ સમય દરમિયાન કરવામાં નથી આવતા. અને આ વખતે દેવઉઠી અગિયારસ પર પણ સુર્ય હજુ તુલા રાશિમાં જ બિરાજેલો રહેવાથી તેના દસ દિવસ બાદ જ લગ્નના શુભ મુહુર્તો શરૂ થશે.

image source

આ વખતે નવેમ્બર અને ડીસેમ્બરમાં મળીને કુલ 14 દીવસ લગ્નના શુભ મુહુર્તો છે. જેમાં 17મી નવેમ્બર સુર્ય પેતાની રાશી બદલી રહ્યો હોવાથી 18મી નવેમ્બરે લગ્નનું શુભ મુહર્ત છે. જે 15 ડીસેમ્બર સુધી રહેશે પણ આ સમય દરમિયાન માત્ર 14 જ દિવસ શુભ મુહુર્તો છે. અને 13 ડીસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ફરી પાછા કમુર્તા બેસી જશે.

નવેમ્બરના લગ્નના શુભ મુહુર્તોઃ 19, 21, 22, 28, 29 અને 30 તારીખ

image source

ડીસેમ્બરના લગ્નના શુભ મુહુર્તોઃ 1, 5, 6, 7, 10, 11, અને 12 ડીસેમ્બર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ