દેવોની દિવાળી છે કાર્તિક પૂર્ણિમા, જાણી લો તમે પણ આ દિવસનું શું છે ખાસ મહત્વ અને સાથે જાણો શુભ મુહુર્ત વિષે પણ

હિંદુ ધર્મના કેલેન્ડરના પંચાગમાં જણાવ્યા મુજબ કારતક માસની પુનમની તિથિને કારતક પૂર્ણિમા કહેવામાં આવે છે. એક લોકકથામાં જણાવ્યા મુજબ સ્વર્ગના દેવી- દેવતાઓ પોતાની દિવાળી કારતક માસની પૂનમની રાતના જ ઉજવણી કરે છે. એટલા માટે દેવદિવાળીનું સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. કારતક પુનમના દિવસે સ્નાન અને દાનને વધારે મહત્વ આપવામાં આવે છે.

image source

ત્યાં જ દેવદિવાળીના દિવસે દેશની કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે. કારતક પુનમના દિવસે દીપ દાન કરવાનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, કારતક પુનમના દિવસે દીપ દાન કરવાથી બધા દેવી- દેવતાઓના આશીર્વાદ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે તો આજે અમે આપને કારતક પૂનમની તિથિ અને કારતક પુનમના દિવસે આવતા શુભ મુહુર્ત વિષે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.

હવે જાણીશું કારતક પૂનમની તિથિ અને તે દિવસે આવતા મુહુર્ત વિષે:

image source

આ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૦માં કારતક પૂર્ણિમા તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ ઉજવવામાં આવશે. પૂનમની તિથિ તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૦ ના દિવસે બપોરના ૧૨:૪૭ વાગ્યાથી શરુ થઈને તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ બપોરના ૨:૫૯ વાગે પૂર્ણ થઈ જાય છે.

image source

હિંદુ ધર્મની પૌરાણિક કથાઓમાં જણાવ્યા મુજબ ભગવાન શિવએ ત્રિપુરારીનો અવતાર લીધો હતો અને કારતક પુનમના દિવસને ત્રિપુરાસુરના નામથી પ્રસિદ્ધ થયેલ અસુર ભાઈઓની એક તિકડીનો વધ કરી દીધો હતો. આ જ કારણ છે કે, કારતક પૂનમનું એક નામ ત્રિપુરી પૂર્ણિમા પણ છે.

image source

આવી રીતે અત્યાચારને સમાપ્ત કરીને ભગવાન શિવએ કારતક પૂર્ણિમાના દિવસે શાંતિની સ્થાપના કરી હતી. એટલા માટે દેવતાઓએ રાક્ષસો પર ભગવાન શિવજીના વિજય થયા એટલા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કારતક પુનમના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. કારતક પુનમના દિવસને ભગવાન શિવજીના વિજય થયાના ઉપલક્ષ્યમાં ભગવાન શિવજીના પવિત્ર શહેર કાશીમાં આવીને ભક્તો ગંગા નદીના દરેક ઘાટ પર તેલના દીવા પ્રગટાવીને અને પોતાના ઘરોને સજાવીને દેવદિવાળીના તહેવારની ઉજવણી કરે છે.

image source

કારતક પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના દિવસે ભગવાન શિવજીનું અને માતા ગંગાનું ખાસ પૂજન કરવામાં આવે છે. આ સાથે જ ભગવાન વિષ્ણુનું પણ વિધિવત પૂજન વિધિ કરવાથી આપને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ આપે ગંગા નદીના ઘાટ પર બેસીને જ વિષ્ણુસહસ્ત્રનામાવલીનું પઠન કરવાથી ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો પર અત્યંત પ્રસન્ન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ