એક ક્લિક કરીને જોઇ લો તમે પણ દેવ દિવાળીની સુપર ડુપર તસવીરો…

સમગ્ર દેશમાં દેવ દીવાળીની ઉજવણીનો માહોલ ! જુઓ સુંદર તસ્વીરો અને દેવ દીવાળી સાથે જોડાયેલી વાતો

image source

12, નવેમ્બર 2019ના રોજ સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવશે દેવ દીવાળી. આ તહેવારને ખાસ કરીને ઉત્તર ભારતમાં ખુબ જ પવિત્ર માનવામા આવે છે અને તેની ઉજવણી દીપોત્સવ તેમજ વિવિધ પુજાવીધી કરીને કરવામા આવે છે. આ દિવસે પુજાનું અનેરુ મહત્ત્વ છે જો તમે પણ આ દિવસે પુજા કરવા માગતા હોવ તો પ્રદોષ કાળનું મુહુર્ત પાંચ વાગીને 11 મિનિટથી 7 વાગીને 48 મિનિટ સુધી શુભ છે.

image source

દેવ દીવાળી એટલે કે જે દિવાળી દેવો દ્વારા સ્વર્ગલોકમાં ઉજવવામાં આવે છે તે દર વર્ષે દીવાળીની જેમ જ આવે છે પણ તે અમાસ નહીં પણ કાર્તીકી પુનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શિવજીએ યુગો પહેલાં દેવલોકને ત્રિપુરાસુરનો વધ કરીને બચાવ્યું હતું. જેની ઉજવણી દેવોએ દીવડાં પ્રગટાવીને કરી હતી.

image source

પૌરાણિક કથા પ્રમાણે ત્રિપુરાસુર કે જેઓ તારકાસુરના ત્રણ પુત્રો હતા તેમને બ્રહ્માજી દ્વારા એવું વરદાન આપવામાં આવ્યું હતું કે તેમનો વધ ન તો કોઈ દેવતા, સ્ત્રી, પુરુષ જીવ, જંતુ કે પક્ષી દ્વારા કે કોઈ નિશાચર દ્વારા થાય. શિવજીએ ત્રિપુરાસુરનો વધ કરવા અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કર્યું અને તેમનો વધ કરીને દેવલોકને તેના ત્રાસથી મુક્તિ અપાવી હતી.

image source

આ મહાવિજયની ખુશીને ઉજવવા માટે દેવતાઓએ શિવજીના ધામ એવા કાશી એટલે કે બનારસમાં સેંકડો-હજારો દીવડાં પ્રગટાવ્યા હતા. એવી પણ માન્યતા છે કે દેવ દીવાળીના દિવસે કાશીમાં દેવતાઓ આવે છે.

image source

કાર્તીકી પુર્ણિમાંના દિવસે ગંગાસ્નાનનું અનેરુ મહત્ત્વ છે. આમ કરી તમે તમારા તન તેમજ મનને શુદ્ધ અને પવિત્ર બનાવો છો. આ દિવસે હાજરોની સંખ્યામાં બનારસના ઘાટો પર લોકો પવિત્ર સ્નાન માટે આવે છે. જો તમે ગંગાસ્નાન ન કરી શકો કો તો તમે તમારા ગામ-શહેરની પવિત્ર નદીનું સ્નાન પણ કરી શકો છો. આ ઉપરાંત આ દિવસે તમે જાપ, પુજા, ભક્તિ તેમજ દાનપુણ્ય કરીને ભગવાનને પ્રસન્ન કરી શકો છો.

image source

દેવ દીવાળીના દિવસે દીપદાનનું ખુબ મહત્ત્વ છે અને વારાણસીમાં ખુબ જ મોટા પ્રમાણમાં દીપદાન કરીને દીવડાંઓ પ્રગટાવવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે દીપદાન કરવાથી તમારા પુર્વજોને મુક્તિ મળે છે અને માટે જ આ દિવસે પિતૃઓના નિમિતનું દાન કરવાની પણ પરંપરા છે.

દેવ દીવાળી એટલે કે કાર્તીકી પુનમના દીવસે શિવલિંગ પર શુદ્ધ ઘીનો દીવો કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તે તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દે છે.

image source

એવી પણ માન્યતા છે કે દેવ દીવાળીના દિવસે જો પતિ-પત્ની છ મુખવાળો દીવો પ્રગટાવે તો તેમને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘરના સભ્યોને ખરાબ નજર પણ નથી લાગતી.

image source

આપણે અહીં દેવ દીવાળીની ઉજવણી દીવાળીના વધેલા ફટાકડા ફોડીને તેમજ આંગણે તેમજ તુલસીના ક્યારે દીવડાં પ્રગટાવીને કરીએ છીએ પણ દેવ દીવાળીની ખરી ઉજવણી તો કાશીમાં જ જોવા મળે છે. સમગ્ર દેશમાં આટલી ભવ્ય રીતે ક્યાંય પણ દેવ દીવાળીની ઉજવણી કરવામાં નથી આવતી. અને આ ઉજવણીને જોવા તેમજ માણવા માટે લાખો યાત્રાળુઓ દેશ-વિદેશથી આવે છે.

દેવ દીવાળીએ જો તમે દીવા કરતાં હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે દીવડાંની વાટો એટલે દીવાનું મુખ પુર્વ તરફ હોય. અને દીવાં પ્રગટાવતી વખતે માથું ઓઢી રાખવું.

image source

દેવ દીવાળીના દિવસે મીણ બત્તી કે પછી તૈયાર વેક્સ એટલે કે મીણવાળા દીવડાં આવે છે તેની જગ્યાએ તેલ તેમજ ઘીના દીવા કરવા જોઈએ. તેમાં પણ જો તલના તેલનાં દીવા કરવામાં આવે તો ઉત્તમ. ઉપર જણાવેલા શુભ પ્રદોશ કાળમાં પુજાની થાળીમાં ઘીનો કે તલના તેલનો દીવો કરી દેવતાની પુજા કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ