કોરોનાએ છેલ્લા દોઢ વર્ષથી લોકોની જિંદગીને તહસ નહસ કરી નાખી છે. કેટલાય લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે તો કેટલાક લોકોને આ કાળમુખો કોરોના ભરખી ચુક્યો છે. આ કપરા સમયમાં ઘણા લોકોએ બેફામ લૂંટ ચલાવીને જાણે માણસાઈને નેવે જ મૂકી દીધી છે તો કેટલાક એવા લોકો પણ છે જે કોરોના સંકટની વચ્ચે લોકોની ખૂબ જ મદદ કરી છે.
આવા જ એક વ્યક્તિ છે બિહારના પટનાના મુકેશ હિસારિયા જેમને આ કોરોના સંકટમાં લોકોની ખૂબ જ મદદ કરી છે. અને આ કપરા કોરોના કાળમાં લોકોની મદદ કરવા માટે ડેટોલે મુકેશ હિસારિયાને સન્માનિત કર્યા છે.

તમને જણાવી દઈએ કે સમાજસેવા કરવા બદલ મુકેશને બ્લડમેન નામ આપવામાં આવ્યું છે. ડેટોલે તેમને ઓવર પ્રોટેક્ટર સન્માન આપ્યું છે. એટલું જ નહીં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ મુકેશના સામાજીક કામોના ભરપેટ વખાણ કરી ચુક્યા છે.

મુકેશ હિસારીયા એક બિઝનેસમેન છે અને વર્ષ 2013માં તેમના કામથી પ્રભાવિત થઈને એમને કોન બનેગા કરોડપતિમાં સ્પેશિયલી બોલાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુકેશ હિસારીયા અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોને લોહી આપીને તેમનો જીવ બચાવી ચુક્યા છે. આ ઉપરાંત તે અત્યાર સુધીમાં 488 ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. એવા પરિવારો જે પોતાની દિકરીના લગ્ન ન કરવી શકે તેમના માટે મુકેશ સામૂહ વિવાહનું આયોજન કરાવી ચુક્યા છે.

કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને મુકેશમાં કામના ખૂબ જ વખાણ કર્યા હતા. સાથે સાથે બીગ બીએ તેમને એવી બ્લડ બેન્ક બનાવવા માટે કહ્યું હતું જ્યાં પ્રોસેસિંગ ફિસ ન લગાવવામાં આવે. અમિતાભ બચ્ચને પ્રોસેસિંગ ફીસની 50 ટકા રકમ પોતાની તરફ અને 50 ટકા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની તરફથી આપવાની વાત કહેવામાં આવી હતી.

બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પણ મુકેશને વર્ષ 2016માં પોતાની ફિલ્મ પ્રમોશન પર મુંબઈ બોલાવ્યા હતા. મુકેશને વર્ષ 2017માં કપિલ શર્માએ પણ તેમને પોતાના શોમાં બોલાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે મુકેશની સાથે ડેટોલ કંપનીએ એક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. તેના હેઠળ તેમની તસ્વીરને ડેટોલ પ્રોડક્ટના પેક પર લગાવવામાં આવી છે. એટલું જ નહીં આ સાથે જ સમાજ માટે સંકટની ઘડીમાં કરેલા કામોની પણ તેમાં ચર્ચા થશે.

ડેટોલે મુકેશની કહાણીને લોકો સુધી પહોંચાડવા માટે તેની સાથે 6 મહિનાનું એક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. ડેટોલે મુકેશને તેની તસ્વીર વાળું પ્રોડક્ટ અને તેની સાથે એક પત્ર પણ મોકલ્યો છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong