બધા કરતા કંઇક હટકે સ્ટાઇલમાં લગ્નનું આયોજન કરવું હોય તો જાણી લો આ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન વિશે

લગ્ન એ માણસના જીવનમાં મોટેભાગે એક જ વખત આવતો અને જીવનભર યાદ રહે તેવો પ્રસંગ હોય છે. અને આ માટે જ ઘણા ખરા લોકો એવુ ઇચ્છતા હોય છે કે તેના લગ્નનો પ્રસંગ તેને અને અન્ય લોકોને પણ યાદ રહી જાય તેવો યાદગાર બને. આ માટે અમુક લોકો ખાસ વેડિંગ ડેસ્ટિનેશન ખાતે લગ્ન કરવાનો પણ શોખ ધરાવતા હોય છે. જો તમે પણ આવી ઈચ્છા ધરાવતા હોય તો અહીં અમે તમને ભારતના 10 લોકપ્રિય વેડિંગ ડેસ્ટિનેશન વિશે માહિતી આપી રહ્યા છીએ.

1). ગુજરાત

image source

ગુજરાત આમ પણ અનેક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડેસ્ટિનેશન આવેલા છે. ખાસ કરીને કચ્છ, વડોદરા અને કાઠિયાવાડમાં અનેક એવા સ્થાનો અને અનેક પ્રાચીન બનાવટના ઐતિહાસીક મહેલો અને ઇમારતો આવેલી છે. અહીં પ્રસંગ યોજવા માટેનો બેસ્ટ ટાઇમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે.

2). જયપુર

image source

રાજસ્થાનમાં આવેલું અને પિંક સીટીથી પ્રખ્યાત એવું જયપુર પણ વેડિંગ ડેસ્ટિનેશન પ્લેસમાં સ્થાન ધરાવે છે. ખાસ કરીને જો તમે રાજસ્થાની સ્ટાઇલથી લગ્ન પ્રસંગ યોજવા માંગતા હોય તો આ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને અહીંનો જય પેલેસ લગ્ન આયોજન માટે સારી જગ્યા ગણાય છે. મોટેભાગે અહીં ઠંડીની સીઝનમાં લગ્નના આયોજન થતા હોય છે.

3). મસૂરી

image source

જો તમે પહાડી વિસ્તારમાં લગ્ન કરવા માંગતા હોય તો મસૂરી તમારા માટે એક સારું વેડિંગ ડેસ્ટિનેશન બની શકે છે. અહીં JW વેરીઓટ ગ્રોવ રિસોર્ટ આવા પ્રસંગો માટે બેસ્ટ છે. અહીં લાજવાબ સુવિધાઓ સાથે 300 મહેમાનોને સાચવી શકાય તેવી વ્યવસ્થા છે.

4). કેરળ

image source

કેરળ આમ પણ ભારતના સૌથી લોકપ્રિય ફરવા લાયક સ્થળો પૈકી એક ગણાય છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા એકદમ લાજવાબ છે જેનો અનુભવ તો ત્યાં રૂબરૂ જઈને જ કરી શકીએ. અહીં બીચ વેડિંગનું ચલણ પણ વધી રહ્યું છે. જો તમે પણ અહીં તમારો યાદગાર પ્રસંગ આયોજન કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અહીં સપ્ટેમ્બરથી માર્ચ સુધીમાં આયોજન કરવું શ્રેષ્ઠ છે.

5). ઋષિકેશ

image source

ઋષિકેશ એક ધાર્મિક શહેર તરીકે વધુ પ્રખ્યાત છે જો તમે ધાર્મિક વાતાવરણ વચ્ચે તમારા લગ્નનું આયોજન કરવા ઇચ્છતા હોય તો ઋષિકેશ આવા સ્થાનો પૈકી એક છે. અહીંના રાજાજી નેશનલ પાર્ક ખાતે લગ્ન પ્રસંગના આયોજનો થતા રહે છે. અહીં આયોજન માટેનો બેસ્ટ ટાઇમ ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે.

6). શિમલા

image source

જો તમે તમારા લગ્ન જીવનની શરૂઆત લીલાછમ વિસ્તારો અને કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારમાં કરવા માંગતા હોય તો તેના માટે શિમલા બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન છે. અહીં એવા અનેક રિસોર્ટ આવેલા છે જે લગ્ન અને તે સંબંધી આયોજનો કરે છે. અહીં આવા આયોજન માટેનો બેસ્ટ સમય ઉનાળાની સિઝન છે.

7). ઉદયપુર

image source

રાજસ્થાનના જયપુરની જેમ જ ઉદયપુર પર જાજરમાન લગ્ન આયોજન માટેનું એક લોકપ્રિય વેડિંગ ડેસ્ટિનેશન છે. અહીંના ઉદેપુરન લેવીશ રિસોર્ટમાં અનેક પ્રસિદ્ધ હસ્તીઓના લગ્ન સહિતના આયોજનો પણ યોજાયા હોવાનું કહેવાય છે. અહીં આયોજન માટેનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીનો છે.

8). ગોવા

image source

દરિયાઈ વિસ્તાર અને બીચ માટે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત એવા ગોવાનો સમાવેશ પણ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશનમાં થાય છે. આમ તો લગ્ન બાદ અહીં નવપરિણીત યુગલો ફરવા માટે આવે છે પણ એ સિવાય અહીં બીચ વેડિંગના આયોજનો પણ થાય છે. અહીં લગ્ન આયોજન માટેનો સારો સમય નવેમ્બરથી ફેબ્રુઆરીનો છે.

9). મથુરા

image source

ઉપર ક્રમ 5 માં વાત કરી તેમ જો તમે ધાર્મિક રીતે પ્રસિદ્ધ સ્થળોએ તમારા લગ્નનું આયોજન કરવા માંગતા હોય તો ઋષિકેશની જેમ મથુરા પણ તે પૈકી એક વેડિંગ ડેસ્ટિનેશન ગણાય છે. અહીં લગ્ન આયોજન માટેનો સારો સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો ગણાય છે.

10). આંદામાન અને નિકોબાર

image source

ભીડભાડથી દુર શાંત અને પ્રાકૃતિક જગ્યાએ લગ્નનું આયોજન કરવું હોય તો આંદામાન અને નિકોબાર તમારા માટે એક સારું વેડિંગ ડેસ્ટિનેશન છે. અહીં પણ ગોવા અને કેરળની જેમ બીચ વેડિંગનું ચલણ છે. અહીં લગ્ન આયોજન માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી મે મહિના સુધીનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ