અહિંયા શરૂ થઇ આ જોરદાર યોજના, જેમાં ઘરે બેઠા જ મળી શકશે ડીઝલ, જાણી લો કેટલો બધો થશે ફાયદો

image soutrce

દેશમાં ઇંધણની બચત અને સ્ટોર કરેલા ઇંધણના કારણે થતા અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકારે ” ફ્યુલ એટ યોર ડોર સ્ટેપ “યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત હવે લોકો પોતાના મોબાઈલ વડે કામનાં સ્થળે કે ઘરે ડીઝલ મંગાવી શકશે. પઠાણકોટનો ચામુંડા ઓટોફિલ આ યોજના અંતર્ગત પંજાબનો પહેલો પેટ્રોલ પંપ બન્યો છે જ્યાંથી ગ્રાહકોને ઘરબેઠા ડીઝલ મળી રહેશે.

image source

ડિઝલને ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા માટે એક ખાસ વાહન “મોબાઈલ બાઉઝર ડિસ્પેન્સર ” (મીની ટેન્કર) પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેની ક્ષમતા છ હજાર લીટર ડીઝલની છે. વળી, આ વાહનમાં ડીઝલ નાખી શકાય તેવું મશીન પણ છે. ચામુંડા ઓટોફિલના મલિક દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ યોજના પંજાબ સરકારના લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રમાણિત કરેલ છે અને ટેન્કર પેટ્રોલિયમ એક્સપ્લોસીવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા લાઇસન્સ પ્રાપ્ત છે.

image source

દિનેશ ગુપ્તાના જણાવ્યા મુજબ ઇન્ડિયન ઓયલનું ઉપરોક્ત ” મોબાઈલ બાઉઝર ડિસ્પેન્સર ” પંજાબ રાજ્યમાં ક્યાંય પણ ડીઝલની સપ્લાય આપવા માટે સક્ષમ છે. અને માત્રા મુજબ કિંમત લેવાની.જોગવાઈ છે. હાલ કોઈ પાસેથી નિયત કરતા વધુ ભાવ નથી લેવાયો. ગુપ્તાએ જણાવ્યું કે દર બુધવારે ધારીવાલથી ગુરદાસપુર અને પઠાણકોટમાં આપૂર્તિ કરવામાં આવશે. એ સિવાય સપ્તાહના અન્ય દિવસોમાં પંજાબના અન્ય જીલ્લાઓમાં આપૂર્તિ કરવામાં આવશે. હાલ તેઓ આ પેટ્રોલ પંપના મોબાઈલ નંબર 9646661600 પર ડિઝલનો ઓર્ડર સ્વીકારી રહ્યા છે. અને આગામી દિવસોમાં ઇન્ડિયન ઓયલ ગ્રાહકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરનાર છે જેમાં પણ ઘરબેઠા ડીઝલ મંગાવવા ઓર્ડર બુક કરાવી શકાશે.

આ લોકોને મળશે ફાયદો

image source

ઇન્ડિયન ઓયલના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ” મોબાઈલ.બાઉઝર ડિસ્પેન્સર ” દ્વારા ડાયરેક્ટ વાહનોમાં ડીઝલ નહીં પુરી શકાય. ડીઝલ આધારિત ખેતીના સાધનો, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ઓફીસ, મોલ, સિનેમા, પ્રી-મિક્સ પ્લોટ અને ફેકટરીઓમાં લાગેલા જનરેટરો, મોબાઈલ ટાવરો સુધી જરૂર મુજબ ડીઝલ પહોંચાડવામાં આવશે. પંજાબના અનેક પેટ્રોલ પંપ ધારકોએ આ યોજનામાં રસ દાખવ્યો હતો. અમુક મહિના બાદ પંજાબના લગભગ દરેક જિલ્લામાં આવા ” મોબાઈલ બાઉઝર ડિસ્પેન્સર ” વાહનો દોડશે અને લોકોને ઘરબેઠા વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના જ ડીઝલ મળી રહેશે.

સ્ટોર કરેલા ડિઝલથી થતા અકસ્માતો ઘટશે

image source

ઇન્ડિયન ઓયલના અધિકારીએ જણાવ્યું કે ઘણા લોકો કેનમાં ડીઝલ સ્ટોર કરીને રાખતા હોય છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે. એ સિવાય અનેક એવા મોટા વાહનો પણ છે જેને પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં જ 4-5 લીટર ડીઝલ બળી જાય છે. હવે આ પ્રકારના ઉપયોગ માટે ડીઝલને જે તે સ્થળે જ મંગાવી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ